PAGE:-4
મહાસુખ સેહજ થોથવાતા બોલ્યો પણ ..બ..બી..બબીબેન મક્કમ અવાજે બોલ્યા ડર નહિ મહાસુખ પેહલા પણ આપડે આ કામ કર્યા છે, અને હવે નહિ કરીએ તો બધું કર્યું કારવ્યું ધૂળમાં મળી જશે, અને આપણા બંને કુટુંબો બરબાદ થઇ જશે કલેકટર અને આઈ.જી.જાડેજા બંને ના હાથ છેક કુળદેવી સુધી પોહચી ગયા છે, હવે તો..આટલું બોલી અને બબીબેન અટકી અને ફરી બોલી..પેલો માંગણીયો મરતા મરતા બધું ભસી ગયો લાગે છે,એટલું બોલીને બબીબેન ફરી અટકી ગઈ, મહાસુખ નિરાશ મોઢે બોલ્યો હા બોન મને જમાલભાઈ નો પણ નગરપારકરથી સંદેશો છે ગમે તેમ કરીને એ બંને નો ખાત્મો બોલાવો..બબીબેન બોલી હા કાલ રાતનું જ ગોઠવું છું દારુ તું મંગાવી લેજે..! અને જાખરીયાના બૈરા નહિ ચાલે આ વખતે તો મારે જ સાડલો કાઢીને ફેંકવો પડશે.. મહાસુખ બોલ્યો બબીબેન ના કરવાનું કઈ બેમાંથી એકે ય કોઈ તમારી જોડે કરી ગયા તો મારે તો જીવતા મરવું પડે હો..બબીબેન નિ:સાસો નાખીને બોલી..મને ખબર છે મહાસુખ, પણ આજ સુધી કોઈ તારી બબીબોનની છાતી એ હાથ નથી લગાડી ગયું ચિંતા કર માં, તારી પાનશેરી તૈયાર રાખજે અને ખાડો ઊંડો કરજે કલેકટર શરીરે ભરાવદાર છે,મીઠું પણ ઝાઝું એવું જોશે.. મહાસુખ બોલ્યો બે ને જોડે તો નહિ મેળ પડે..છેક અમદાવાદથી પોલીસના ધાડા છૂટશે એ બંને ને શોધવા, બબીબેન બોલ્યા એટલે જ કહું છું ,બંનેને જોડે જ પતાવવા પડે અને એમના જીપડાને નગરપારકર ધકેલી દેવા પડશે, બહુ ધ્યાન રાખીને કામ કરવું પડશે, ક્યાય ભૂલ થઇ તો તારી વાત સાચી છે મહાસુખ, એમને શોધવા આખી ગુજરાત સરકાર આવશે..મહાસુખ બોલ્યો મને પણ એ જ બીક છે બબીબેન, આ બકરા કાઢતા ઊંટ ના ધાડા બેણપમાં ના પેઠે, બબીબેન બોલી મારી ઉપર છોડી દે..અહિયાં બેણપમાં નહિ કુળદેવીએ લઇ જઈને ત્યાં જ અને આપણે રાત કુળદેવી એ જ રોકાશું અને ત્યાં જ એમને, મહાસુખ બોલ્યો ના બોન એમ ના થાય, અહિયાં જ ખાત્મો બોલ્વવો પડે, કુળદેવી એ ના લઇ જવાય, એમના જીપડાની ટાયરોની એંધાણી ભારત આખાના લશ્કરને કુળદેવી પર ખેંચી લાવે.. બબીબેન બોલી તો શું કરવું છે..? એમ કરો મહાસુખ કાલે રાતે નાચગાન ગોઠવ ઊંડે થારમાં જાખરીયાના બે બૈરા લઇ લેજે જોડે નાચશે ગાશે.. મહાસુખ બોલ્યો સારું તો પછી ખાડા પણ ત્યાં જ ને..? બબીબેન બોલી હા નગરપારકર પણ બે ખાડા ખોદાવો એમના જીપડા ના ડ્રાઇવર અને એની જોડે પેલો બંદુક લઈને ફરે છે એમને ત્યાં નગરપારકર મોહનલાલ લઇ જશે.. મહાસુખ બોલ્યો ભલે ત્યારે પણ આ વખતે જરા જાળવવું પડશે.. બબીબેન બોલી ચિંતા કરમાં મેં કાલ રાતે શકન જોઈ લીધા છે કાળા ભમ્મરિયા આંધળીયાના દર્શન થયા છે.. CONT..5
થારથીછોર/શૈશવ વોરા /page-4 www.shaishavvora.com