PAGE:-5
એટલું બોલીને બબીબેન ઉભી થઇ અને એના ઘેર ગઈ.. મહાસુખે બહારથી જાખરીયાના એક માણસને બોલાવ્યો..અને નગરપારકર તરફ દોડાવ્યો જમાલભાઈને કે`જો બે ખાડા કુળદેવીએ ખોદાવજો..
બીજે દિવસે સવારે ચઢતા પોહરે એક ખુલ્લી જીપમાં ડ્રાઈવર લઈને બબીબેન જીલ્લા મથકે કલેકટર ઓફીસ પોહચી.. કાળો સાડલો અને બંધ ગળાનો કબજો, નીચે કાળો ઘેરદાર ઘાઘરો અને આંખોમાં અણીયાળી મેશ,બબીબેનને જોતા જ કલેકટરની આંખમાં સાપોલિયાં રમવા લાગ્યા.. કલેકટરે આખી ઓફીસ ખાલી કરાવી નાખી એકલા કલેકટર અને બબીબેન એકલા બેઠા..બબીબેન બોલી હજૂર આપ સાહેબ કેહતા હતા તેમ આઈ.જી. જાડેજા સાહેબને પણ થાર જોવું હોય તો એમને પણ અમદાવાદથી બોલાવો. અને કાલે રાતે રણ જોવા નીકળીએ, કલેકટર બોલી પડ્યો તમે તમારા ગામે જ .. બબીબેન તરત જ બોલી ના હજૂર તમારી આબરૂ જાય, મલક આખું તમને ઓળખે એના કરતા બોર્ડર ની મુલાકાત આઈજી સાહેબ જોડે ગોઠવો બાકી બધું અમારી ઉપર છોડો હજૂર ,બબીબેનની પાછળ આંધળા થયેલા કલેકટરએ તરત જ અમદાવાદ ટ્રંકકોલ બુક કરાવ્યો અને ફોન મુકીને કલેકટર બોલ્યો.. બબીબેન તમારા ધંધાની વાતો હવે દિલ્હી સુધી જતી રોકવાની છે, દિલ્લીની સરકારે એક નવું ડીપાર્ટમેન્ટ બનાવ્યું છે “નારકોટીક્સ” નામનું અને હવે એ લોકો સીધી ત્યાં દિલ્લીથી બીએસએફની જોડે રહીને સરહદ ઉપર નજર રાખશે, ગુજરાત સરકાર ક્યાય વચ્ચે નહિ આવે..બબીબેન બોલી જાણું છું હજૂર જાણું છું, પણ આ તો થાર છે કલેકટર સાહેબ, તમારી બીએસેફ અને પેલા પારની રેન્જર બંને અમારા વિના થારમાં ભટકી જાય, સદીઓથી લશ્કરના લશ્કર થારમાં સમાઈ ગયા છે, એટલે સરકાર ડીપાર્ટમેન્ટ ગમે તેટલા બનાવે એમ કઈના થાય..એટલી વારમાં કલેકટરના ટેબલ પર પડેલો ફોન રણક્યો આઈજી સાહેબને કલેકટરે સંદેશો આપ્યો પાકિસ્તાન તરફથી થોડી હિલચાલ છે આપણે બબીબેન જોડે કાલની બોર્ડર વિઝીટ છે, આપ બપોરે આવી જજો..સામેથી હામી ભરાઈ.. કલેકટરે કીધું ઠીક છે આવીએ છીએ કાલે, બબીબેન એ એમના ચણીયામાંથી દસ હજાર રૂપિયા કાઢયા અને કલેકટરના ટેબલ પર મુક્યા હજૂર નજરાણું.. કલેકટર ખંધુ હસીને બોલ્યો દિલ્લી સરકાર ગમે તેટલા નવા ડીપાર્ટમેન્ટ કરે તમારી મેહમાનગતિ અને વેહવાર ને કોઈ નહિ પોહચે.. બબીબેન બોલી ના સાહેબ ના, તમારા જેવા સાહેબો જ્યાં સુધી અહીની વાત અહિયાં રાખશે ત્યાં સુધી જ અમે બચેલા છીએ..એટલું બોલી અને બબીબેન ઉભી થઇ ને નીકળી ગઈ, કલેકટરે દસ હજાર રૂપિયા ટેબલ પરથી લઈને એના ટેબલના ડ્રોવરમાં મુક્યા અને દિલ્લી ટ્રંકકોલ બુક કરાવ્યો..ત્રણ જ મિનીટમાં સામેથી ફોન આવ્યો.. CONT..6
થારથીછોર/શૈશવ વોરા /page-5 www.shaishavvora.com