PAGE:-6
કલેકટરએ ફોનમાં સામે કહ્યું અજીતસિંહ,હું અને આઈ.જી જાડેજા સાહેબ કાલે જાતે બોર્ડર વિઝીટમાં જઈએ છીએ તમારા સિવાય કોઈને જાણ નથી કરતો, અમારી પાછળ સીઆઈડી આવશે તમે બીએસએફ જોડે રહીને હુમલાની તૈયારી કરો..
બબીબેન ખુલ્લી જીપમાં આગળની સીટ પર બેસીને કલેકટર ઓફીસ કાંઠાના જીલ્લા મથકેથી બેણપ જવા નીકળ્યા એના મોઢા પર ભાર અને ચિંતા આવી ગઈ હતી, કલેકટરનું વર્તન એને અકળાવનારું લાગ્યું હતું .. બબીબેનનો ડ્રાઈવર હમેશા હિમતસિંગ જ રેહતો, હિંમતસિંગ પચાસની આજુબાજુ પોહ્ચેલો સફેદ મૂછો અને સફેદ દાઢી ધરાવતો બબીબેનની જોડે જ અમરકોટથી ભાગલા વખતે હિન્દુસ્તાન આવેલો સોઢા રાજપૂત રેહતો..બબીબેનના મોઢાના હાવભાવ જોઇને હિમત બોલ્યો હજૂર ધોખો થયો છે,બબીબેન એકદમ ઝટકા સાથે ગરદન ફેરવી અને હિમતની સામે જોઇને બોલી.. તને શું ખબર છે હિમત..? જીપ ચલાવતો ચલાવતો અને રોડ પર નજર રાખતો હિમત બોલ્યો..સાંચોર અને ધાનેરાથી બીએસએફની ગાડીઓ થારમાં આગળ વધી રહી છે.. બબીબેન ઊંચા અવાજે બોલી તને કોણે કીધું.?થોડો ડરીને હિમતસિંહ બોલ્યો હજૂર કલેકટર ઓફીસ આપ અંદર હતા ત્યારે બહાર એક બીએસએફ નો સોઢા મળ્યો હતો એ બોલ્યો હતો.. બબીબેન બોલી તારું જીપડું તેજ ભગાવ જલ્દી બેણપ લઈલે..મારતી જીપ લઈને બબીબેન બેણપ આવી એક જાખરીયાને બોલાવ્યો સાંઢણી પલાણ અને જમાલભાઈને નગરપારકર સંદેશો પોહચાડો બીએસેફ આગળ આવે છે રેન્જર્સ આગળ વધારો, તું જલ્દી જા જાખરીયા રોકાતો નહિ..જમાલભાઈ બબીબેનનો બે વર્ષ નાનો સગો ભાઈ હતો, ભાગલા પછી જમાલ એના પરિવાર સાથે નગરપારકરમાં સ્થાયી થયો હતો..બંને ભાઇબેન સરહદના બે છેડા સાચવીને બેઠા હતા..જે એમના માલને આવવા જવા માટેના ભારત પાકિસ્તાનના એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ હતા..
સાંજ પડી ગઈ હતી બીજો જાખારીયો સંદેશો લઈને નગરપારકર પાકિસ્તાન જવા નીકળી ગયો અને બબીબેન ઝડપભેર મહાસુખના ઘરમાં પોહચી, બબીની ઝડપ જોઈને મહાસુખ ઉભો થઇ ગયો અને એની બૈરી તો સીધી અંદર જતી રહી, બબીબેન બોલી મહાસુખ બીએએફ આગળ આવી ગઈ છે નક્કી બે દેશ વચ્ચે કઈ ગડબડ છે કાલે રાત્રે કલેકટર અને આઈ.જી. આવે છે શું કરશું..? બબીબેન ને અંદાજો આવી ગયો હતો કે કઈક છટકું ગોઠવાઈ રહ્યું છે એમને ફસાવવા માટેનું, મહાસુખ બોલ્યો બબીબેન આગળ કુવો અને પાછળ ખાઈ છે હવે તો આગળ વધવું જ પડે..બબીબેન બોલી આપણે હવે એકલા થારમાં નહિ જવાય CONT..7
થારથીછોર/શૈશવ વોરા /page-6 www.shaishavvora.com