PAGE:-7
મહાસુખ બોલ્યો બોન.વાળું કરીને આવું છું, પછી નક્કી કરીએ, મોહનલાલને અને જાખરીયાના મુકાદમને બોલાવી રાખજો..હિમાંત્સિંગને પણ જોડે રાખવો પડશે..
બેણપમાં રાત પડી ફાનસો ચાલુ થયા આછા ચન્દ્રનું અજવાળું રેલાયું હતું, અને રણ ઉપરથી થોડી ઠંડી હવાનો વાયરો આવતો હતો, એવા સમયે બંને ઘરોની વચ્ચે રહેલી જગ્યામાં ખાટલા પથરાયા..
એક ખાટલા પર બબીબેન બેઠી અને સામેના ખાટલા પર બબીબેનનો વર મોહનલાલ અને મહાસુખ બેઠા..નીચે જમીન પર બબીબેનનો ડ્રાઈવર હિમતસિંગ બેઠો અને એની જોડે જાખરીયાનો મુકાદમ ઉભડક પગે બે હાથ જોડીને બેઠો,
બબીબેને જાખરીયાના મુકાદમ ને પૂછ્યું શું ખબર છે તારી જોડે..? મુકાદમ બોલ્યો હજૂર મુનાબાવ સુધી મારા માલધારી ફરે છે, પાકિસ્તાનથી કોઈ ખબર નથી, અને રેન્જર્સ ઘણે ઊંડે નગરપારકરની પાછળ છે હજી તો, અને બીએસેફ બાડમેરથી આગળ આવીને ગઈ છે, સાંચોર સુધીની એક એક પોસ્ટ ઉપર વીસ વીસ જણા મુક્યા છે સરહદ પરના પગફેરા હવે થોડા ઓછા થાય છે.. મહાસુખે નિ:સાસો નાખ્યો અને બોલ્યો બબીબેન એક ખેપ તો આપણે કરવી જ પડે, નહિ તો બરબાદ થઇ જઈએ.. બબીબેન બોલી જાખરીયા રૂપિયાથી મોઢું ભરી દઈશ સો ઊંટડા માલ નગરપારકર તૈયાર છે,તું જાતે જા, અને લેતો આવ મુકાદમ બોલ્યો હજૂર આઇ માં, બીએસેફ બંદુકો તાણે છે સામો જવાબ આપવાની છૂટ આપો તો સો નહિ બસ્સો સાંઢણી આ પાર લેતો આવું..બબીબેન બોલી ના મુકાદમ થારમાં એક પણ બંદુકડી બોલે એટલે છેક નગરપારકર અને અહી વાવ સુધી અવાજ આવે,અને પછી તો બંને લશ્કરો સામસામે આવી જાય કુળદેવી વચ્ચેવચ છે, બે પાડા લડે એમાં ઝાડનો ખો નીકળે, કુળદેવીને કોઈ જ નુકસાન ના થવું જોઈએ, તારે કટાર તલવાર જે વાપરવું હોય તે વાપર પણ બંદુકડી નહિ, પેલે પાર કેટલા ઊંટડા છે તારી પાસે..? મુકાદમ બોલ્યો હજૂર ત્રણેક હજાર સાંઢણી છે..મહાસુખ બોલ્યો બબીબોન શું કારસો ગોઠવો છો..? બબીબેનનું ખતરનાક દિમાગ એક પછી એક પરિસ્થિતિને ઓળખી અને યોજના બનાવતું હતું, ઝીણી આંખ કરીને બબીબેન બોલ્યા મહાસુખ કાઠું છે, આજની રાત જ છે આડી, કાલે રાત્રે કલેકટર અને આઈ.જી થારમાં આવવાના છે અને બીજી બાજુ બીએસએફ સાંચોર સુધી આવી છે..વચ્ચે રહ્યું થરાદ, વાવ અને ભાભર એક રાતમાં બીએસેફ અહિયાં અને પરમદિવસની બીજી રાતે ભારતનું લશ્કર.. કુળદેવી એ જેટલો માલ પડ્યો છે એ અડધો અમરકોટ મોકલી દેવો પડે અને કુળદેવી હવે ખાલી કરી નાખવું પડે..અને બબીબેને ફરમાન છોડવાના ચાલુ કર્યા… CONT..8
થારથીછોર/શૈશવ વોરા /page-7 www.shaishavvora.com