PAGE:-9
કલેકટર જો એકલો ના આવે અને ગુજરાત પોલીસ જોડે લાવે તો રેન્જર્સ કામ લાગશે, અને આપણા અને બીજા બધા જાખરીયાને રેન્જર્સની પાછળ ગોઠવી દેજે રેન્જર ને આગળ કરી દેજો.. એટલે આપણું કોઈ નુકસાનના પડે,બબીબેને પોતના માણસોના જાનનું નુકસાન ના પડે એની તકેદારી માટે સુચના આપી અને હિમતસિંગ સાનમાં સમજી ગયો કે કદાચ કુળદેવી હવે મોટું રણ ખેલાવાનું છે..
મહાસુખ બોલ્યો બબીબેન બહુ મોટી રમત થઇ ગઈ આ તો ..આકાશમાં ચન્દ્રને જોતી સ્થિર નજરે બબીબેન બોલી હા મહાસુખ પણ ખેલવી પડે એમ છે, ત્રીસ કરોડ રૂપિયાનો માલ કુળદેવીએ પડ્યો છે અને મુંબઈથી ગગલદાસ કાકાનો હુકમ છે ગમે તે રીતે માલ બચાવો,અને પંદર કરોડ રૂપિયાનો માલ મુંબઈ ભેગો કરો..મહાસુખ બોલ્યો બબીબોન દસ ખટારા ભરીને માલ થશે, બબીબેન બોલી ખબર છે મને એટલે જ એકવાર આઈજી અને કલેકટરને એકસાથે જો ખાડામાં ઉતારી દઈએને તો આવતા દસ વર્ષ સુધી આપણું આખા ગુજરાતમાં નામ ના લ્યે કોઈ.. મહાસુખ પણ હવે જીવ પર આવી ગયો હતો અને બોલ્યો ભલે ત્યારે બોન તો પછી કાલે ખેલી નાખીએ..એ જ રાતે બબીબેને મોકલેલો પેહલો જાખારીયો થારના રણમાં ઉતરી અને પેલે પાર પાકિસ્તાનમાં ઉતરી ગયો હતો, નગરપારકર પાકિસ્તાન જઈને સીધો ઘાસીરામ વોહેરાના દીકરા અને બબીબેનના ભાઈ જમાલભાઈ ની ડેલીએ પોહચી ગયો અને એણે સંદેશો આપ્યો કે કુળદેવીએ બે ખાડા કરવાના છે અને આઈજી અને કલેકટરના માણસોને કુળદેવી એ પુરવાના છે..આડત્રીસ વર્ષનો જમાલ થોડો અટવાયો એને ખબરના પડી કે શું ચાલી રહ્યું છે સામે પાર, એટલે એણે ફેરવી ફેરવી ને જાખરીયાને બધું પૂછ્યું અને એને એટલો અંદાજ આવી ગયો કે કૈક મોટો ખેલ પાડી રહ્યા છે મહાસુખ અને બબીબેન..હજી રાત થોડી આગળ વધી ત્યાં તો બબીબેને મોકલેલો બીજો મુકાદમ જાખારીયો જમાલ પાસે નગરપારકર પાકિસ્તાનમાં આવી પોહ્ચ્યો, અને એણે બોલવાનું ચાલુ કર્યું બીએસેફ આગળ આવી ગઈ છે રેન્જર્સને તૈયાર કરો, બબીબોન હજૂર અને મહાસુખ શેઠ કલેકટર અને આઈજીને લઈને થારમાં વચ્ચે તમને કાંટીયું માથે આવે ત્યારે મળશે, મોહનલાલ આઈજી અને કલેકટરના ડ્રાઈવર અને અંગરક્ષકો લઈને કુળદેવી આવશે, અને મારે બસ્સો સાંઢણી પર અડધો માલ બેણપ પોહચાડવાનો છે,અને બાકીનો અડધો માલ નગરપારકર થઇને ઉમરકોટ લેવાનો છે કુળદેવી ખાલી કરી નાખવાનું છે, અને જો કલેકટર અને આઈજી કોઈ ધોખો કરે અને ગુજરાત પોલીસ લાવે તો એમનો સામનો કરવા તમારે રેન્જર્સને તૈયાર રાખવા..રાત પડી ગઈ હતી જમાલ પરિસ્થિતિ પામી ગયો હતો,અને જો ગુજરાત પોલીસ કુળદેવી સુધી આવે તો એનો જવાબ પાકિસ્તાની રેન્જર્સ જ હતો. CONT..10
થાર થી છોર/શૈશવ વોરા /page-9 www.shaishavvora.com