દોસ્તો!!!
આજે મારા બ્લોગ ને દસ દિવસ થયા .. દસ દિવસ માં એક હજાર વ્યુ મારા બ્લોગ ને મળ્યા .. મારા માટે આ એક અદ્વિતીય ઘટના છે …. ફેસબુક પર ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૪ થી મારા મન માં જે વિચારો આવ્યા તે લખ્યા .. શરુ શરુ માં તમારી લાઇક અને કોમેન્ટ મને બહુ જ ગમતી . હું મારા તદ્દન નવરાશ ના સમય માં જે વિચાર મન માં આવતો તે લખતો …પણ હવે આ રોજ કઈ ક લખવું એવું વ્યસન થતું જાય છે … ફેસબુક ની રોજ દસ થી માંડી ને ત્રીસ લાઇક કે કોમેન્ટ … આ બધા પછી એક સમાચાર આવ્યા કે ઓરકુટ બંધ થાય છે ડેટા કાઢી લો …
અને કેટલાક મિત્રો જે આઈ ટી માં છે એમણે સામેથી બ્લોગ બનાવવા ની સલાહ આપી .. અને તેમણે બ્લોગ બનાવી પણ આપ્યો અને અત્યારે બ્લોગ ને તે મેનેજ પણ કરે છે … સંપુર્ણ મિત્રભાવે … હું આજે પણ જે વિચાર આવે તે લખું છુ … બાકી નું મિત્ર મારો સાચવે છે …. દોસ્તો ઓગસ્ટ નો પેહલો રવિવાર ફ્રેન્ડશીપ ડે તરીકે ઉજવાય છે … પણ મિત્રો ની બાબત માં હું ખુબ જ નસીબ વાળો છું … મારે રોજ એક ફ્રેન્ડ જોડે ઉજવણી હોય છે …… કેટલા બધા ફોન … દુનિયા ના બધા ખંડ માં થી યાર શૈશવ મજા આવી ગઈ લખતો રે ….ક્યારે કોઈ મિત્ર બહુ દિલ થી પૂછે એ ભાઈ ધંધા માં ધ્યાન આપે છે ને … આ બધું લખવા નું કરો પણ નવરાશ માં હો …ક્યાં ય પૂછવા માં સેહજ પણ ખારાશ નહિ …નકરો પ્રેમ ..જોકે એવું નથી કે મારી દુનિયા માં ખારાશ નથી છે … ચોક્કસ છે … ક્યાંક મને હાંસી નું પાત્ર બનાવા ની કોશિશ પણ થઇ … એ લેખક આવ્યા …. એક પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા બેન એક પ્રસંગ માં મને કહે આજે તમારી કવિતા સાંભળવાની રહી ગઈ … હવે મારે શું જવાબ આપવો ?? ક્યાં બ્લોગ અને ક્યાં કવિતા … અને જો હું લેખક કહેવાવું તો બિચારા જે ખરેખર લેખક છે … એને આ બધા શું નામ આપશે …. પણ અજ્ઞાની અને આંધળા સરખા ..જીવન ના ચુમાંલીસમાં વર્ષે હવે આવા વાક્યો ગૌણ લાગે …
મજા આવી ગઈ …. માં સરસ્વતી લખાવશે ત્યાં સુધી આભાર …..
આજે ૩૧ જુલાઈ મોહમ્મદ રફી ની પુણ્ય તિથી ..
મોહમ્મદ રફી ….
આ એફ એમ વાળા ઓ ને શું દુશ્મની છે .. એકલા કિશોર ના ગીતો જ વાગે રાત્રે નવ પછી …. રફી અને મુકેશ માટે નર્યો અભાવ … લતાજી ને તો જખ મારી ને જગ્યા આપવી જ પડે … આજે રફી સાહેબ ની ચોવીસમી પુણ્ય તિથી …આજે કોઈ ક તો એફ એમ રફી સાહેબ ના ગીતો વગાડશે અને સાંભળીશું …
મારો પોતાનો થોડો રફી સાહેબ તરફ નો પક્ષપાત ખરો .. મોટું કારણ તેમની રેંજ .. ખુબજ સરળતા થી મધ્ય સપ્તક થી ગીત ઉપાડી અને તાર સપ્તક માં ગીત ને રમાડી ને પાછા આવી જાય … ઘણા બધા ગીતો રાગ આધારિત અને તેમાં પણ તરત જ તમે રાગ ને ઓળખી શકો .. જેમકે
મન તડપત હરી દરસન કો આજ …. રાગ માલકૌંસ .. મધુબન મેં રાધિકા નાચી .. રાગ હમીર …
તરાના .. ચતરંગ .. ભજન … પ્રાર્થના .. પ્રેમગીત …વિરહ ગીત .. લોક ગીત … કયું ગીત તેમણે નથી ગાયું ??? અને લાગણી ઓ ને સ્વરમાં ઢાળી ને તેની અભિવ્યક્તિ .. તે પણ ફિલ્મ ની સિચ્યુએશન ને સપૂર્ણ ન્યાય આપી ને …
ફિલ્મી પાર્શ્વ ગાયક માં શાસ્ત્રીય સંગીત શીખેલા ગાયકો માં પેહલો નંબર મન્નાડે અને બીજો રફી સાહેબ નો … લતાજી જોડે અધધ ડુએટ ગાયા …
આજે આટલુજ
શુભ રાત્રી
– શૈશવ વોરા