ગઈકાલે આમારા ફેસ્ટીવલ ફ્રેન્ડસની મીટીંગ થઇ..
મીટીંગ નો પેહલા `ટોપિક` રેહતો, હવે `એજન્ડા` એમ અમે બોલીએ છીએ,અને ટોપિક બોલો કે એજન્ડા, એ હતો નવરાત્રીના પાસનો શું વહીવટ છે..? કેમે કે આજે “ડોશી નોમ” નું શ્રાદ્ધ તો ગયું હવે રહ્યા કેટલા દિવસ..?
બધી કલબ્સમાં ફોન લગાયા જાય..બધે થી જવાબ આવ્યો પાર્કિંગની બહુ માથાકૂટ છે એટલે હજી પાસીસ `વેચ્યા` પણ નથી અને `વેન્હ્ચયા` પણ નથી…!
વાહ, આનંદ આનંદ થઇ ગયો જાણી ને કે કોઈ જ જાહેર જગ્યાએ ટ્રાફિકના મુદ્દે સરકાર ,હાઈકોર્ટ અને પોલીસ ત્રણેના કડક વલણ ને લીધે નવરાત્રીના પાસીસ નું વેચાણ શરુ થયું નથી..
અને હા સોસાયટીઓમાં જ્યાં ગરબા થાય છે ત્યાં એ સોસાયટીના રહીશો પણ એમની ગાડીઓ બહાર પાર્ક કરશે તો એમનું શું કરવામાં આવશે એની પણ સ્પષ્ટતા થઇ નથી..માટે એ બધું પણ ઘાંચમાં પડ્યું છે..!!
બીજી વાત સ્કુલ કોલેજોમાં જે વેકેશન જાહેર કર્યું હતું એમાં મોટાભાગની સ્કૂલો નાં પાડી રહી છે નહિ થાય..વેકેશન ..!!
મને ખરેખર આટલા વર્ષથી નવાઈ લાગતી હતી અને મારા જુના દરેકે દરેક બ્લોગમાં હું લખી ચુક્યો છું કે કેહ્વાતી હિન્દુવાદી સરકાર પદાસીન થઇ પછી છેલ્લા બે દસકાથી નવરાત્રી ઉપર અને બીજા હિંદુ તેહવારો ઉપર શા માટે આટલી બધી ધોંસ અજમાવવામાં આવે છે..?
શા માટે એક ભય નો કે હિંદુ કૈક ખોટું કરતો હોય એવો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે ?
બહુ બધાએ પાણી વિનાની હોળી, અને ફટાકડા વિનાની દિવાળી ઉપર લખ્યું અને ખાસ્સું એવું વાઈરલ થયું પણ હવે ટ્રાફિકની આડમાં નવરાત્રીને પણ લઇ લેવાશે કે શું ..?
હું દર વર્ષે નો`રતામાં નગરદેવી ભદ્રકાળી માં ને ચરણે જાઉં છું,કાળજે મોટો શેરડો પડે છે.
*જ્યાં લાખ લાખ પગ ઢોલીડાના તાલે ગરબે ઘૂમતા હતા ત્યાં આજે દસ બાર જણા માંડ ગરબે ઘૂમે છે..*
*હિંદુ ની આ તકલીફ છે,બાપા મારી ગયા અને મસાણે બાળી મુક્યા, એક થેલી દૂધથી ચિતા ટાઢી કરી અને ખભે કાણી માટલી લઈને ફેરા ફર્યો અને ખભેથી માટલી ને છોડી મૂકી અને તોડી નાખી પછી એ પાછું વળીને જોતો જ નથી…*
*ભૂલી જાય છે, ઈશ્વરના આપેલા વિસ્મૃતિના વરદાન ને આત્મસાત કરે છે..!!*
*આજે ત્રીસ વર્ષ પેહલા કોટ વિસ્તારમાં રેહતો “સેક્યુલર” અમદાવાદી એના જુના ઘરની સામે જોવા તૈયાર જ નથી..!!*
તો પછી નગરદેવી માં ભદ્રકાળીએ શેનો જાય..?
*હિંદુ પાસેથી છીનવી લેવાયેલી કોઈપણ વસ્તુ ને હિંદુ પાછું મેળવવાનો પ્રયત્ન નથી કરતો, એ બીજું કૈક નવું શોધી કાઢશે પણ લઢી ને જુનું પાછું નહિ મેળવે..*
અને હિંદુની આ જ વૃત્તિને લીધે હિન્દુસ્તાનના સીમાડા સંકોચાતા ગયા છે..!
બીજા પણ કારણો છે, હિંદુ ને પોતાને જે નથી ગમતું અને એ વસ્તુ કે તેહવાર બીજું હિંદુ ઉજવતો હોય તો એને એ ખટકે..
કેટલાય ગેલહાગરા નવરાત્રીને ગાળો આપે છે.. આજ સુધી એકપણ ક્રિશ્ચન કે મુસલમાન તમને મળ્યો કે પોતાના તેહવારને ગાળો આપે છે ?
ભાઈ તારે નાં ગરબા રમવા હોય તો નાં રમીશ, પણ બીજા જે આનંદ લ્યે છે એને તો લેવા છે..
પણ ના હું મર્યો તો તું રાંડ થાય, અને ઘણીવાર તો તને રાંડ કરવા માટે હું મરું..!!
એકપણ મુસ્લિમ મંત્રી નાં ધરાવતી સરકાર આજે ઘુવડની જેમ ટગર ટગર જોઈ રહી છે..!!
બહુ જ ખરાબ દલીલો અને દાખલા અપાઈ રહ્યા છે નવરાત્રીના ગરબાના આયોજનો નાં થાય તેના માટે..!
લગભગ ભયનો માહોલ છે ટ્રાફિકના મુદ્દાને લઈને નવરાત્રીના આયોજકોમાં..!
હવે નથી ગમતું છતાં પણ આપણે લખવું પડે કે નવરાત્રીના નવ દિવસ જેમ આપણે ઉજવીએ છીએ તેમ બ્રાઝીલમાં પણ રીઓ કાર્નિવલ થાય છે..છ-છ દિવસ ચાલે છે..લાખ્ખો લોકો બહારથી ઉમટી પડે છે..!!
ત્યાં ટ્રાફિકની સમસ્યા નહિ થતી હોય..?
*ટ્રાફિકના મુદ્દે અમે પણ સરકારની જોડે ઉભા રહ્યા છીએ, પણ આ દેશ અને એની સંસ્કૃતિ તેહ્વારો ઉપર ટકેલી છે અને જેમ જેમ આપણા પોતાના તેહ્વારોનો નાશ થશે તેમ તેમ દેશ વધુ ને વધુ પશ્ચિમ કે મિડલઇસ્ટ તરફ વળશે..!!*
સંઘના વિચારકો જરા ગૌર ફરમાંવજો..
એક જમાનામાં વર્ષમાં ચાર ચાર નવરાત્રી ઉજવવામાં આવતી અને એમાંથી બે નવરાત્રી કઈ એ તો પ્રજા ભૂલી પણ ચુકી છે..
ખાલી ચૈતર અને આસો બે જ નવરાત્રી પ્રજા ને યાદ છે અને એમપણ ચૈતરની નવરાત્રી તો ઉજવવાનું સાવ ભૂલી ગયા છીએ ..
ઉજવવા માટે એકલી આસોની નવરાત્રી રહી છે..
નવરાત્રીમાં પણ પેહલા ગરબા ગળામાંથી ગવાતા અને જોડે પગથી ફરવામાં આવતા..!!
એ પણ ભૂલાયું..નવરાત્રીનો વ્યાપ સાલ ૧૯૮૭ પછી વધ્યો અને પોળ અને શેરી નો ગરબો આવ્યો પાર્ટી પ્લોટ અને ક્લબમાં ..
ચાલો નવી ટેકનોલોજી આવી, ભૂંગળા ભૂલાયા અને બેન્ડ આવ્યા..!
પણ પછી આવ્યો બાર વાગ્યે બંધ કરવાનો કાળો કાયદો..
ઘેર જાવ અને બધા જ ઊંઘી જાવ નવરી બજારો..!
હવે ..?
નવું ડીંડવાણું,
ટ્રાફિક ના થવો જોઈએ,આડેધડ પાર્કિંગ ના જોઈએ..
કેવી રીતે ગરબા ના સ્થળ પર જવું ? પગ માથે મુકીને જવું ..?
અને શેહરોમાં ફ્લેટમાં ગરબા કરે તો ફ્લેટના વાહનો ક્યાં મુકવા જવા ?
જમાલપુર ને જુહાપુરા..?
અરે આ દુનિયા આખી નો એક જ ધરમ એવો છે જેમાં સ્ત્રીને આદ્યશક્તિ ગણી ને પૂજવામાં આવે છે, બાકીના એકેય ધરમમાં ભગવાન સ્ત્રી છે જ નહિ..
પર્યુષણ વખતે રાજકોટમાં દેરાસર પાસે પાર્ક કરેલા વાહનો પોલીસ ઉઠાવી ગઈ હતી અને પછી બાઈજજત પાછા મૂકી ગઈ હતી ..કારણ તો કહે પેહલા અફવા ઉડી કે રૂપાણી સાહેબે ફોન કરી ને પાછા મુક્વ્યા, *પણ પાછળથી ખબર પડી ના ભાઈ આ તો પર્યુષણના આઠ દિવસ દેરાસરની આજુબાજુ પાર્કિંગ થઇ શકે એવું જાહેરનામું શ્રાવકોની સવલત માટે બહાર પાડેલી હતું..*
*રૂપાણી સાહેબ ગુજરાત આવા બીજા જાહેરનામાં ની રાહ જોઈ રહ્યું..!!*
ધીમા પગલે થઇ રહેલા નવરાત્રી ઉપર કુઠારાઘાત ને એક થઇ ને શાંતિપૂર્વક એક બાજુ પર હડસેલી દેવામાં સાર છે..નહિ તો ખોડલધામ હોય કે ઉમિયાધામ ખાલી રાજનીતિ ના કેન્દ્રો રેહશે અને સોમનાથને ભાંગવાનું મોટું કારણ એ પણ હતું કે ત્યાંથી રાજનીતિ વધારે થતી અને ભક્તિ ઓછી..
આ નવ દિવસ એવા છે કે પટેલ ની માં ઉમિયા કે ખોડલ, મોઢ ની માતંગી કે કચ્છીની આશાપુરા .. કે પછી સોરઠની ચામુંડા કે ઉત્તર ગુજરાત ની અંબા..કે પછી પાવા ની પટરાણી..કે સિંધ ની હરિસિદ્ધ..
કોઈ જાતપાત નો ભેદ નહિ ને નવે નવ રાત મારી માં ચોસઠે જોગણી એના સંતાનો હા`રે રમવા ની`સરે છે..!
રૂપાણી સાહેબ ગજબ નાં કરતા બાપલીયા..અને ગૃહમંત્રીશ્રી આપ તો જાડેજા છો બાપ..
જય ભવાની કરતી જાડેજાઓ ની તલવારું નીકળતી અને એક સો સો ને મારતી..!!
રૈયત ને રંજાડ નાં હોય..
અને તમને પણ આ વાતમાં રતીભાર પણ સચ્ચાઈ લાગી હોય અને “જગતજનની માં ભવાની” માં જરાક પણ શ્રધ્ધા હોય તો આ બ્લોગ ફોરવર્ડ કરજો..શેર કરજો ..
નહિતર ટ્રાફિકના નામે ગરબા રોકાશે ને મારી આરાસુરેથી રમવા નીસરેલી માં ને `એકલી` ગરબે રમવું પડશે..!!
બોલ શ્રી અંબે મા`ત કી જે ..
સાચી રે મારી સત્ત રે ભવાની માં અંબા ભવાની માં ..!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા