બેંક કર્મચારીઓ એ બે દિવસથી હડતાલ પાડી છે..
“કામ વધારે” છે, અને પગાર પુરતો નથી, અમારા કરતા રેલ્વેવાળા નો પગાર પણ વધારે છે..
“કામ વધારે” છે એ વાત સાચી પણ કેમ “કામ વધારે” છે..?
અને શું એકલા બેંકના કર્મચારી પાસે જ કામ વધારે છે ?
જીએસટીના રીટર્નસ ફાઈલ કરતા પ્રાઈવેટ જોબમાં બેઠેલા લોકો પાસે પણ “કામ વધારે” નથી ?
આખા દેશમાં જેટલા લોકો સવારે દસ વાગ્યે ઓફીસ આવે છે અને સાડા પાંચ વાગ્યે ઓફીસ છોડે છે એ બધા જ પાસે “કામ વધારે” નથી ..?
પૂછો કોઈપણ ક્લાર્કને કે કામ છેલ્લા બે દસકામાં વધ્યું કે ઘટ્યું ?
બે કલાકનું પૂરે પૂરું ભાષણ સાંભળવા મળે..
દેશના દરેકે દરેક ક્લાર્ક લેવલે અને જે લોકો વીસ વર્ષના નોકરા કૂટ્યા પછી માંડ માંડ ઓફિસર થયા છે એ દરેક સરકારી કે પ્રાઈવેટ લેવલે “કામ વધારે” નથી ..?
ચોક્કસ કામ પુષ્કળ વધારે છે..
પણ કારણ શું આ “કામ વધારે” હોવાની ફરિયાદ પાછળ..?
સરકાર કે બીજા કોઈને ગાળો આપવાથી આ “કામ વધારે” હોવાની સમસ્યામાંથી છુટકારો નથી મળવાનો ..
આપણે આ કામ વધારે હોવાની ફરિયાદની પાછળ નું કારણ શોધવાનો પ્રમાણિક પ્રયત્ન કરીએ…
હવે આ “કામ વધારે” હોવાની ફરિયાદ કરતી ડોસી ડગરી અને હણહણતી જુવાન પેઢી બંને ને એક સવાલ પૂછો ..
એ એસ ડી એફ જી ,સેમી કોલન એલ કે જે એચ… એ શું છે ..??
જવાબ ના મળ્યો ..
બીજો સવાલ પૂછો
કયુ ડબ્લ્યુ ઈ આર ટી .પી ઓ આઈ યુ વાય .. શું છે ..?
જવાબ ના મળે તો એને કેહ્વાનું કે સાલા ઢોર.. બળદ.. તું કામ વધારે કરવા ને જ લાયક છે.. જા ઝૂડાવ ..બીજી ગાળો આપવી હોય તો પણ આપી શકાય..
મને બેંક હોય કે રેલ્વે કે પછી પ્રાઇવેટમાં કામ કરતા દરેક માણસ ની “કામ વધારે” હોવાની ફરિયાદ પાછળ જે સૌથી મોટ્ટું કારણ દેખાયું છે એ છે ટાઈપીંગ નહિ આવડવું..
આજે તમામ ક્લાર્ક લેવલે જિંદગી કી બોર્ડ ઉપર જઈ જ રહી છે, અને આજે એકવીસમી સદીમાં કામ કરતો એક પણ ક્લાર્ક ભૂલથી પણ ટાઈપીંગ શીખ્યો નથી, અને જે છોકરો ટાઈપીંગ શીખેલો હોય એને જે કામ પતાવતા દસ સેકન્ડ લાગે એ જ કામ પતાવવા માં પેલા ટાઈપીંગ ના શીખેલા ઢોર ને પાંચ મિનીટ જ લાગે,
કેમકે પધ્ધતિ સર નું ટાઈપીંગ શીખેલો દસ આંગળીઓ નો ઉપયોગ કરે છે જયારે ટાઈપીંગ નથી શીખ્યો એ એક એક આંગળી નો ઉપયોગ કરે છે, અને દસ ગણો સમય બરબાદ કરે છે અને પછી રડે છે કે મારે માથે કામ ના ઢગલા પડ્યા છે…
જ્યાં દસે આંગળીઓ નો ઉપયોગ થવો જોઈએ ત્યાં છૂટ્ટક છૂટ્ટક એક એક આંગળી વપરાય પછી શું થાય ..?
હવે બેંકમાં અત્યાર નો સીન એવો છે કે “ઘરડો” જેને ટાઈપીંગ આવડતું નથી એ દસ ગણો સમય લઇ ને કામ ઓછું કરે છે, અને જે હણહણતો “જુવાન” છે જેને ટાયપીંગ આવડે છે, એને પોતાનું અને બીજું પેલા “કાકા” નું બાકી રહેલું કામ આવે છે..કેમકે એક નક્કી ટાઈમ ફોરમેટ માં જ તમામ કામ કરવા પડે છે ..
એટલે સરવાળે “કાકો” અને “ભત્રીજો “ બંને “કામ વધારે” હોવાની બુમો મારે છે…
પીળા શેડવાળા ભગવાધારી સરકારને અકબર ને કાઢી અને મહારાણા પ્રતાપ ભણાવવામાં ઘણો રસ છે ,
પણ પીળા શેડવાળા ભગવાધારી ભ્રાતાઓ અને ભગિનીઓ ભૂતકાળ નું જે કરવું હોય તે કરજો પણ ભવિષ્ય તો કી બોર્ડ ઉપર જ જવાનું છે, અને એના માટે વર્તમાનમાં કી બોર્ડ પદ્ધતિસરનું શીખવાડવું બહુ જરૂરી બને છે..
મેહરબાની કરીને બાળકોને નાનપણથી જ દસે આંગળીએથી કીબોર્ડ પર
એ એસ ડી એફ જી ,સેમી કોલન એલ કે જે એચ
અને
કયુ ડબ્લ્યુ ઈ આર ટી .પી ઓ આઈ યુ વાય
અને બીજા બધા કીબોર્ડ ફન્કશન શીખવાડો એટલે ભવિષ્યમાં મોટો થઇ ને આવી હડતાલો ના પાડે “કામ વધારે” છે ..
સાતમાં કે આઠમાં ધોરણ માં ટાયપીંગ શીખવાડી દેવું કમ્પલસરી હોવું જોઈએ અને ટાયપીંગ એ સ્વીમીંગ અને સાયકલીંગ જેવું છે એકવાર શીખ્યા પછી ભૂલાય નહિ ..હા સ્પીડ માં વધારો કે ઘટાડો ચોક્કસ થઇ શકે છે…
પણ મુદ્દો એ છે કે આવડવું જોઈએ…!!
ટેબલ જોબ ઉપર બેઠેલાની મીનીમમ ટાયપીંગ ની સ્પીડ 34 શબ્દ પર મિનીટ થી ઓછી ના હોવી જોઈએ અને ગુગલી એવું કહે છે ભારતની એવરેજ મેક્સીમમ ટાયપીંગ સ્પીડ ૬૪ શબ્દોની છે ..
જો કે વર્લ્ડ રેકોર્ડ તો ૨૧૨ શબ્દો પર મિનીટ નો છે …
એટલે એના કરતા દસ ગણી ઓછી સ્પીડ હોય તો પણ ચાલશે ..
પણ સ્પીડ જોઈએ અને સ્પીડ માટે પદ્ધતિસર ટાયપીંગ નું સ્કુલ લેવલે જ ભણાવવું પડશે..!
ક્લાર્ક નહિ પણ બીજી કોઈપણ જોબ કરતા કે પોતાના કામ માં પણ ટાયપીંગ શીખેલું હશે તો પુષ્કળ કામ લાગશે..
સ્પીડમાં ટાયપીંગ થાય તો સમય ની પુષ્કળ બચત થાય છે..અને એના માટે દરેક અક્ષર માટે નક્કી થયેલી જ આંગળી વાપરવી પડે ..
હાર્મોનિયમમાં જેમ અંગુઠો કાળી ઉપર ના આવે તેમ સ્પેસબાર ઉપર પણ ક્યારેય કોઈ આંગળી ના જ આવવી જોઈએ..
જો કે મને તો હાર્મોનિયમ અને કોમ્પ્યુટરનું કી બોર્ડ બંને જીવનમાં બહુ જ વેહલા ઝલાવી દેવામાં આવ્યા હતા એટલે બંને નું અધકચરું નોલેજ લઈને છોડી દીધેલા ..
પણ હા હું દસ આંગળીની બદલે સાત આઠ આંગળી નો ઉપયોગ ચોક્કસ કરી લઉં છું એટલે આઠસોથી હજાર શબ્દોનો બ્લોગ લખતા અડધા કલાકથી વધારે નથી જતો…
મને બહુ બધી વાર પુછવામાં આવતા સવાલ એ આટલું લાંબુ લાંબુ લખવામાં ટાઈમ કેટલો જાય..?
નથી જતો બહુ ટાઈમ અડધું શીખેલો છું ટાયપીંગ અને જો કદાચ પૂરું શીખી ગયો હોત તો દસ જ મિનીટમાં આટલું લખી ને ફેંકી દેતો હોત…
અડધો ઢોર તો હું પણ ખરો ..
તમે શેમાં આવો ..?
હેં ..?
ઢોર ..ને .. ઢોર..ને … સાચ્ચું બોલો તો નથી આવડતુંને ટાયપીંગ
ઓન લાઈન મફત બહુ જ ઓપ્શન અવેલેબલ છે ટ્રાય કરો કઈ જ ખોટું નથી મચી પડો.. લાઈફ બહુ જ ઇઝી થઇ જશે ખાલી આ ટાયપીંગ જેવી નાનકડી એક જ સ્કીલ ડેવલપ કરવાથી…
અને હા બેંકો વાળા તો હડતાલો પાડ્યા કરશે , બે દિવસની હડતાલ પછી પેન્ડીગ કામ કરતા ઠુંસ્ડી નીકળશે એન કરતા કામ કર્યા હોત તો..
એવું નક્કી કરો કે ત્રણ મહિનામાં ચાલુ કામમાં અમે એક કલાક ટાયપીંગ ની પ્રેક્ટીસ કરીશું અને ૬૫ શબ્દોની પર મિનીટ સ્પીડ મેળવીશું ,,પછી કદાચ “કામ વધારે” ની ફરિયાદ નહિ કરવી પડે…
આપનો દિન શુભ રહે…
શૈશવ વોરા