ઉતરાયણ ૨૦૧૭.. બાપરે ભયંકર ઠંડી, ઠંડી એટલે બધી રીતે ઠંડી..!
ટેમ્પરેચર તો ઠંડુ હતું પણ પતંગ ચડાવવામાં પણ પ્રજા ઠંડી,અને પેલી ચાયનીઝ તુક્કલ અને રાત પડે ફટકડા ફોડવામાં પણ પ્રજા સાવ ઠંડી પડી ગઈ હતી..!
શું થઇ ગયું..? નેગેટીવ લખુ કે સાચું લખુ..? આપણને તો સાચું કે નેગેટીવ બધું જાય ભાડમાં જે દેખાયું અને લાગ્યુ એ લખવુ..!
આટલો મસ્ત અને માફકસરનો પવન હોવા છતા પણ આજ સવારથી જ પ્રજા પંતગો ઓછા ચડાવતી હોય એવુ લાગવા માંડ્યું હતુ, અને બપોર પડતા તો બધું સાવ થાકીને ઠૂસ થઇ ગયુ હોય એવું લાગ્યુ..નોટબંધી ની અસર..? ના ભાઈ હવે શું છે..? તો પ્રજા પતંગો કેમ ઉડાડતી ઓછી થઇ ગઈ..?
સખત ટોર્ચર
જીવદયાના નામે જે વોટ્સ એપ પર મેસેજ ફેરવ્યા છે લોકો એ જીવદયાના, અલ્યા ટોપાઓ જંગલમાં જઈને રહો ને અહિયાં અમારા મગજ પર કેમ હથોડા મારો છો?અને દરેક વખતે અમારા હિંદુના તેહવાર જ તમને નડે છે..? જો કે આ વખતે કડક દારૂબંધી ૩૧મીની પણ પથારી ફેરવી નાખી હતી..! પણ મને અહિંસાના નામે લોહી પીતા લોકો માટે જબરજસ્ત કમ્પ્લેઇન છે,એક વિચાર એવો આવે કે આ બધી પ્રજાને કાશ્મીર મોરચે મોકલીને અહિંસા કરાવો..જો કે એ પણ એમની જોડે કરાવવું ખતરાથી ખાલી નથી,ત્યાં પણ અહિંસા જ આચરે, એટલા જડ હોય કે ખરેખર પોતે મરી જાય પણ પેલાને ના મારે, ભલે એની બાયડી ઉઠાવીને પચાસ જણા બળાત્કાર કરે પણ એણે તો અહીસા પાળીને..!
સામાન્ય માણસને બિચારાને કોઈ દસ પંદર માણસ એમ કહી દે કે આ બકરુ નથી કુતરું છે અને એવું વારેવારે એમ કેહવામાં આવે કે તારે ઘેર બકરી નથી બાંધી તે એ કુતરું છે,એટલે છેવટે પેલો બાપડો માની લે કે બધા કહે છે તો બકરી નહિ કુતરું છે..છોડી મુકો આપણે આ કુતરાને..
બસ એકદમ એવો ઘાટ થયો છે અહિંસાના નામે ફટાકડા નહિ હોળી નહિ પતંગ નહિ, હવે બટાકા ખાવા ઉપરના મેસેજ ફરતા થયા છે એટલે ફરાળ પણ નહિ કરવાનું..બધાએ સન્યાસ લેવાનો અને સંસારનું કલ્યાણ કરવાનુ..!
વિચારો કે આખું જગત સન્યાસ લઇ લે તો કોણ કોને વોહરાવશે? સમાજ ઉપર અને પરોક્ષ રીતે હિંસા પર નભતા “અહિંસક” વિચારધારાવાળી પ્રજા કેટલો સમય ટકી શકે આ ધરતી ઉપર..?
અહિંસાના નાટકને હવે ક્યાંક રોકવું પડે એવું થયું છે,ખુલ્લે આમ હવે ગાળો આપવી પડશે..નહિ તો ધીમે ધીમે અહિંસાના નામે સામાન્ય જનસાધારણને એમના પોતીકા તેહવારથી વિમુખ કરી અને એક જબરજસ્ત મોટુ વટાળ પ્રવૃતિનું મોજું આવશે અને પછી એની સામે નહિ ટકી શકાય..
ક્યાં સુધી આવા વોટસએપ મેસેજ સમજ્યા વિચાર્યા વિના ફેરવીશુ..?
સરકારનો પણ વાંક છે,બાવીસ બાવીસ વર્ષથી કેહવાતી હિન્દુવાદી સરકાર કેટલા વર્ષોથી ક્રિસમસનો કાંકરિયા કાર્નિવલ કરી રહી છે..? કેમ સરકારને રથયાત્રા નથી દેખાતી..? કોણ રોકે છે રથયાત્રાનું નવીનીકરણ કરતા ? શા માટે તમે જ પ્રજાને ક્રિશ્ચિયાનીટી તરફ ધકેલો છો..? આ જ કાર્નિવલ ઉતરાયણ પેહલા કરો ને..? લઇ જાવ તમારા વાઇબ્રન્ટને આગળ ક્રિસમસમાં..!
વેલેન્ટાઇનનો વિરોધ કરો છો તો વસંતપંચમીને એનું સ્થાન અપાવો ને ..! કરવા દો પ્રેમ જેને કરવો હોય એને..તમારા રોકયે પ્રેમ થોડો રોકાવાનો..?બુરખે બાંધી રાખે છે તોય પાકિસ્તાનમાં છોડીઓ ભાગી જાય છે..!
પોતે જ કામ અવળા કરવા છે અને પ્રજાને ભેરવે છે હવે ચાયનીઝ તુક્કલોનો તઘલખી પ્રતિબંધ જ જોઈ લ્યો..
જે સંખ્યામાં ચાયનીઝ તુક્કલો ઉતરાયણની રાત્રે પ્રજા હવામાં તરતી મુકતી હતી અને આકાશનો જે જોરદાર નજારો થતો હતો.. જુગ્નુ હૈ યા ઝમી પે ઉતરે હુએ સિતારે..!
ચારેકોર ચાયનીઝ તુક્કલોથી અમદાવાદનું આકાશ છવાઈ જતુ અને એક નવોઢા ની જેમ અમદાવાદનું આકાશ શણગાર સજતું.. એ જોઈને મન તરબતર થઇ જતુ હતું..અને એની સામે આજે ૨૦૧૭ની ઉતરાયણની અમદાવાદની રાતે રંડાપો માથે ઓઢી લીધો..!
પણ ખરેખર કેટલા બધા આસુરી જીવોને આનંદ થયો હશે કે એ જુવો જુવો રાંડી રાંડ જેવી આ રાતને જોઈને.. કેવો મસ્ત સન્નાટો છવાયો છે? બધા મ્યુઝીક સાંજ પડતા તો બંધ થઇ ગયા અને લોકો ધાબા છોડીને નીચે આવી ગયા..! પ્રજા આનંદ કરે જ કેમ..?
મુકો ઠુઠવો ત્યારે ..હાય..હાય રે મોદી સાહેબ તમે ક્યાં દિલ્લી જતા રહ્યા..? અમદાવાદની ઉતરાયણની રાતને માથે રંડાપો આવ્યો..એકદમ વિધવાની જેમ ચમકતો એકલો અટૂલો ચંદ્ર અને બે ચાર તારા..ચાયનીઝ તુક્કલ તો છોડો પેલી પારંપરિક તુક્કલો પણ દેખાઈ નહિ..!
ઓ મોદી સાહેબ..અરે..રે..તમે અહિયા હોત તો કચ્છનું કુચાવી મારે એવા રણને તમે વેચી અને દુનિયાના નકશા ઉપર સ્થાન અપાવી દીધું એમ અમદાવાદની ઉતરાયણની સાંજને તમે દુનિયાના નકશે લાવીને મૂકી દેત..
હાય હાય રે ..અરે રે રે…આ ક્યા લોકોના પનારે તમે અમને મૂકીને જતા રહ્યા..!
દરેક કાયદાના કડક પાલનમાં તેહવારોનો ખો નીકળતો જાય છે બાર વાગ્યે નવરાત્રી બંધ..!
તેહવારો સંસ્કૃતિનો અતુટ ભાગ છે.. આવા હુકમો તો મોગલકાળમાં પણ નોહતા થયા..જજિયાવેરો નાખો હવે તો એ જ બાકી રહ્યું છે..
એક એક પતંગ અને ચાયનીઝ તુક્કલ ઉપર પચાસ રૂપિયાનો ટેક્ષ નાખો એટલે જીવદયાવાળાને સરભર થઇ જશે..
આમ પણ જીવદયાવાળાને રૂપિયા મળતા હોય તો કોઈ નું માથું વધેરી લેતા બિલકુલ અચકાતા નથી, લઇ કૈક લોકોના પેમેન્ટ દબાવી અને ગૌશાળામાં દાનપુણ્ય કરતા હોય છે..!
“સુખડી” કાપી લેતા એક જમાનામાં ન્યુક્લોથ માર્કેટમાં પેમેન્ટમાંથી,અને પછી બિચારો સપ્લાયર બળતા જીવે જે રૂપિયા આપે એ લઇ લેતો અને પેલો અહિંસાવાદી એ કાપી લીધેલા રૂપિયાથી અહિંસા કરતો ગૌશાળામાં રૂપિયા આપતો..!
દિવાળીના દીવા પણ નડે છે આ લોકોને કેટ કેટલુ નડે છે પણ છે કોઈ માઈ નો લાલ?
સવિનય કાનુન ભંગ કરવાનો તેહવારને ઉજવવા માટે..? બાપડી પ્રજા એના રોજના દાળ રોટીના ચક્કરમાંથી માંડ છૂટી અને બે તેહવાર માણવાની કોશિશ કરતી હોય એમાં સવિનય કાનુન ભંગ ની બબાલમાં ક્યાં પડે..?
અલ્યા હિદુવાદીઓ કોઈક તો જાગો ? મહારાણા પ્રતાપ અને શિવાજીએ અહિંસાનો આશરો લીધો હોત તો અત્યારે શું થયું હોત..?
બસ કરો હવે અને તેહવારોને ઉજવવા દો અને પ્રજાને માણવા દો..! આમ પણ નવી પેઢી મોબાઈલ પર જ પતંગ ઉડાવે છે જેટલા મેસેજ ઠોક્યા હેપી ઉતરાયણના એનાથી અડધા પતંગ પણ નહિ ચડાવ્યા હોય..! તુક્કલ તો બહુ દુર રહી ગઈ..!
શુભ રાત્રી
શૈશવ વોરા