ઉપરના ફોટા વોટ્સ એપ પર આવ્યા.અને સગી આંખે પણ રીવરફ્રન્ટ પરથી પસાર થતા પણ જોયુ છે અહા હા હા ..
વેલેન્ટાઈનની વસંત પુરબહારમાં ખીલી છે..નહિ ઠંડી નહિ ગરમી અને એક દુપટ્ટામાં કે એક બુરખામાં બે જણા ખોવાયેલા જોવાના,ખુલ્મ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો ઇસ દુનિયા સે નહિ ડરેંગે હમ દોનો..!
વાસંતી વાયરામાં જુવાની એના નશામાં એકદમ તરબતર થઈને એકબીજામાં ખોવાયેલી છે,આછા આછા વા`તા વાસંતી વાયરા એક બદનની ખુશ્બુ બીજાને ટ્રાન્સફર કરી જાય છે,
માઈન્ડ વેલ “બદનની ખુશ્બુ” કહું છું પરસેવાની ગંધ નહિ..!
વસંતની મજા જ આ છે,”એક્ચુલ” ખુશ્બુ મળે બાકી તો પરસેવો ચાલુ થાય એ ભેગો ડીઓ અને પરફ્યુમ ઠોકારે ..!
ભરબપોરે કોલેજમાંથી ગુટલી મારીને રીવરફ્રન્ટ જેવી કોઈ જગ્યા જવા નીકળવું એટલે વર્ષોના સેટ ટાર્ગેટનું એચીવમેન્ટ,બાઈક પાછળ બેસે ત્યાંથી જ ખબર પડેકે ચમનમાં ગુલ કયું ખીલશે, હાથ કમ્મરેથી સરકીને ઉપર સીધો એકદમ છાતીએ અને બે હાથેથી કચ્ચીને ભરડો લેવાઈ જાય,
એ પેલો ફરફર ઉડતો દુપટ્ટો મોઢે બંધાઈ જાય, હેલ્મેટના સહારે અસવાર પણ તન્દ્રામાં આવે,રાતના જોયેલા સપના દિવસે હકીકત બને, નાના નાના બમ્પ આવે તો પણ બાઈકની આગલી બ્રેક વાગે અને નાના નાના ખાડા પર પણ બાઈક પર ઝાટકા વધારે આવે,એક એક ઝાટકે જાણે કમ્મરેથી શરીરની અંદર ઉતરતી જાય, શ્વાસ ચાલે છે કે નહિ એની પણ ખબરના રહે..
આજુબાજુના પાંચ ગાઉ અચાનક ઉજ્જડ થાય, દુનિયામાં કોઈ બીજું છે નહિ..!
એક નાનકડુ એકાંત,પેહલા થોડા થોડા દુર બેઠા,હાથથી હાથ મળે એને નજીક આવે શ્વાસ સંભળાય,ધડકન તેજ ને અધર એક,તસતસતું આલિંગન,ત્રણ દિવસની ઉગેલી તીખી દાઢી ગળાથી નીચે જવા મથતી હોય અને દુપટ્ટો ઉંચકાય અને દાઢીને વક્ષમાં સંતાડી દે..
બસ આપડી એન્ટ્રી, એક ભીંત ભડાકો એની બાજુમાં ફોડવાનો અને દુનિયામાં પાછો લાવી દેવાનો..
ટોપા તારે હવે ગાર્ડન અને રીવરફ્રન્ટ છોડીને રૂમમાં જવાના દિવસો આવી ગયા છે,જા અહીંથી ઉભો થઇ જા અહિયા આટલુ જ હોય..! બાકીનું રૂમમાં જઈને કરજે..!
એક જમાનામાં પરિમલ ગાર્ડન કે એલિસબ્રિજ જીમખાનાની ગલી અંધારે બેઠેલા ને હેરાન કરવા પોહચી જવાનું ચાર પાંચ બાઈક અને આઠદસ અમે,સાથે થોડાક ભીંતભડાકા,એકદમ એકબીજામાં ખોવાયેલાને પકડવાના ટાર્ગેટ સેટ કરવાના અને ધડાધડ ભીંતભડાકા ફેંકવાના અને પ્રેમ ના દુશ્મનો પ્રેમી પંખીડાને કથ્થકકલી, ભરતનાટયમ, કથ્થક, કુચીપુડી, બધુ જ અડધી મિનીટમાં કરાવવાનું, આસુરી આનંદ લેવાનો અને ભાગી જવાનુ..!
પાછા અડ્ડે આવીને પરાક્રમના મીઠું મરચું નાખીને વર્ણન કરવાના..બિચારો ધાર્મિક બોલતો પાપમાં પડશો આવી રીતે કોઈને હેરાન કરો છો તો, અને અસુર બોલે કેમ ઘર નથી તે બહાર આવા ખેલ કરે છે,એ ખેલ કરે ને હાલત આપડી બગાડે જોઈ જોઈ ને..
ધાર્મિક જવાબ આપતો બધા ને કઈ તમારી જેમ ઘરમાં પ્રાયવસી ના મળતી હોય..! ધાર્મિકની વાત સાચી હો પ્રણયક્રીડામાં રત થવાની પ્રાયવસી ના મળતી હોય તો જનતા પબ્લિકમાં પણ પ્રાયવસી છે એમ માની લઈને મંડી પડે છે..
હવે આજે તો આઈ-પીલના બોતેર કલાક પણ પુરા થઇ ગયા,બસ્સો રૂપિયા કે પાંચસો હજાર વાળી હોટેલના રૂમમાંથી બહાર નીકળેલી શકુંતલા એના ભરત ને લઈને દુષ્યંતકુમાર પાસે જશે અને દુષ્યંત કેહશે ના હો આ આપડુ નહિ..!
વિવાહ “ગંધર્વ” અને “તલાક” તીન ..
મહાકવિ આ તો ઘોર કળજગ..આઈ-પીલ નો જમાનો..સિગારેટના પેકેટ લેવા શકુંતલા ગઈ હોય ત્યારે જ પ્રોટેક્શન લઇ છે અને ખુશ્બુ તો માંગો એ ફ્લેવરમાં મળે..!
અમારા જમાનામાં મેરી સ્ટોપસ કલીનીક ઠેર ઠેર ફૂટી નીકળ્યા હતા,એમાં કામ કરતા એકને પૂછ્યુ હતુ..કે અલ્યા કોણ આવે છે અહિયા..? ગોમ્ડે થી બૌ લોક આવ સી, સેર ની તો બધું હમજી વે
ચારે પસ કઈ કરે..!
ત્યારે અમારી માન્યતા ચુર ચુર થઇ ગઈ કે શેર આગળ છે, ગોમ કે શે
ર બધું ય હરખુ..! લપસ્યા એટલે લપસ્યા..
એક પટાવાળાની પેહલા વાત કરી હતી..જેટલી વેલેન્ટાઇન એટલા સીમકાર્ડ, બે સીમવાળા ચાર મોબાઈલ જોડે રાખે અને દરેકને ટાઈમ સ્લોટ એલોટ કરેલા જુદા જુદા સમયે જ જુદા જુદા ફોન ચાલુ થાય અને બંધ થાય..આપડે સળી કરી તારો ફોટો આ`યો છે રીવર ફ્રન્ટ પર બેઠેલોને પેલી લાલ દુપટ્ટાવાળી જોડે..
કેટલા વાગે..?
બપોરે..
ખોટ્ટી વાત મુ લાલ વાળી જોડે તો હોન્જે બેઠો તો..બપોરે તો..
આપણે કીધું તુ સાચવે કેમની અલ્યા આટલી બધી..?
છપ્પનની છાતી જોઈએ..!
સાલાની છવ્વીસની કમ્મર છે,અને આખો સીધે સીધો ઉપર જાય છપ્પનની છાતી તો છોડો પણ અઠ્યાવીસની પણ નહિ હોય..પણ સાત આઠ સીમકાર્ડ છે અને આપણે અડતાલીસની છાતી થઇ તોય…
અરે હા કાલ રાત ની બીજા છેડાની વાત..
ચોકીદારીએ નોહતો, ખાલી આંટો મારવા જ નીકળ્યો એક હેન્ડસમ હલ્ક જોડે હતો એ પ્રોફેશનલ મોડેલ અમદાવાદમાં,એના વેડિંગ સૂટમાં જાણીતી બ્રાંડના એસ.જી. અને સી.જી. પર પાટીયા(હોર્ડિંગ) ચડેલા છે,પરફેક્ટ બોડી એના ત્રણ લાખના બાઈક પર.. નવરંગપુરાના કોલેજ વિસ્તારમાં સમય રાતનો સાડા દસ અને જગ્યા એક જાણીતો એ.સી.વાળો પાનનો ગલ્લો..
ગલ્લાની બહાર ઓટલે ત્રણ અને એમનો ચડ્ડો..
અમે બાઈક પાર્ક કર્યું સિગારેટ લેવા મારો હીરો અંદર ગયો..ત્રણ વત્તા એક ચારેય ની આંખો અમારી ઉપર ફરી ગઈ, ત્રણે ના શ્વાસ ચડી ગયા મારા જોડે આવેલા હીરોને જોઈ ને..
હીરો બહાર આવ્યો સિગારેટ સળગાવી મને મારી વિકસનો ગોળી આપી એણે નજર ફેરવી, પણ આપડી અનુભવની આંખ પેહલા જ ફરી વળી હતી..પડી ગઈ છે લ્યા..હીરો બોલ્યો મારો વાંક..! આપણે જવાબ વાળ્યો એ માપમાં હો આપડી જોડે નહિ..
પેલી ત્રણે ખેલ ચાલુ કર્યા ઓટલે બેઠા બેઠા પેલા ચડ્ડી પેહરેલા જોડે હાથની મસ્તી ચાલુ કરી..નજર અમારી બાજુ મસ્તી ત્યાં ચાલે, છેવટે એ ચારેય એ સિગારેટ સળગાવી..હીરોની સિગારેટ પૂરી થઇ મેં કીધું જઈશું હીરો બોલ્યો ક્યાં આ લોકોની રૂમ પર..મેં કીધું તું જા મારે તો ઘેર છે..એક અછડતુ સ્માઈલ ફેંકીને અમે હીરોની બાઈક પર બેઠા, ચાવી મેં લઇને સેલ માર્યો હીરો પાછળ હજી તો ઝેવિયર્સ કોલેજ આવી ત્યાં તો પાછળથી એક બાઈક અને એક એકટીવા પેલી ત્રણ, પેલો સાથે .. અમને આંતર્યા અને અમારા હીરો ને કહે એક સેલ્ફી પ્લીઝ..
મેં કીધું જા ભાઈ ઠારી દે આમને .. હીરો બોલ્યો તમે પણ..મેં કીધુ ગાળ ગાળ ગાળ..માંડ કાળા કરેલા ધોળામાં ક્યાં ધૂળ નાખવી સેલ્ફા લઈને..પણ સેલ્ફો લેવામાં લેવામાં મારા હીરોને આખો મચડી નાખ્યો ત્રણે જણીએ..અને એકે બિન્દાસ્ત પપ્પી કરી લીધી એમના ભાઈને..આપડે જલી ગયા એટલે હીરો જેવો બેઠો એ ભેગુ કહી દીધું તને ભાઈ સમજીને પપ્પી કરી છે.. ખોટો હવામાં ના ઉડીશ..મારા હીરો એ કીધું મારી બેનની મમ્મીનો નંબર તમને..જોરદાર બ્રેક મારી ..ચલો ચાલો આગળ જવાદો હવે..!
છોકરા છોકરીનો ભેદ જ નથી રહ્યો..મર્યાદા એ તો ઘરેણું પણ કોનુ..? પેહરવુ હોય એને ને ..અત્યારે તો ઘરેણા બધા સાચવીને લોકરમાં જ પડ્યા હોય છે, ચારેબાજુ ઈમિટેશનના જમાના ચાલે છે..!
પ્રેમમાં ચાલને ચકચૂર થઇ ચાલ્યા કરીએ..
સૂર્યની આંખે અજબ નૂર થઇ ચાલ્યા કરીએ..
આને બદનામી કહે છે આ જગતના લોકો..
ચાલને આપણે મશહૂર થઇ ચાલ્યા કરીએ..
એના ધસમતા પ્રવાહે બધું આવી મળશે..
પ્રેમ નું કાઈ અજબ નૂર થઇ ચાલ્યા કરીએ..
જય વેલેન્ટાઇન
આપનો દિવસ શુભ રહે
શૈશવ વોરા