(Page -11)
મહારાણી લક્ષ્મી દેવી કે બડે ભાઈ જયદીપસિંહજી રાઠોડ મેરે દસમી પીઢી કે દાદાજી લગતે હૈ ઔર તભી સે હમ લોગ મેવાડ કે રાજપરિવાર કી સેવા મેં હૈ ….. એવું કેહવાય છે કે મહારાણા સાંગા નો બીજો અવતાર મહારાણા સજ્જન સિંહ હતા અને મહારાણી કનકદેવીજી કે દુસરે અવતાર મહારાણી લક્ષ્મીદેવીજી થે …..દેવચંદ રાઠોડ ને સીધા ઉદયપુર લાવવા માં આવ્યા હતા જ્યાં શુધી દેવચંદ રાઠોડ ચિતોડ નોહતા ગયા ત્યાં સુધી એમણે એમના આગળ જન્મ નું ભાન નોહતું થયું ….પણ મહારાણી લક્ષ્મીદેવી અને મહારાજા સજ્જન સિંહ તેમના ઉપર પૂરો વિશ્વાસ મુકતા ….દેવચંદ રાઠોડ ને મેવાડ ના ખજાના ની રખવાળી મહારાણા એ સોપી હતી .. એકવાર કોઈ કામ થી પેહલી વાર દેવચંદ રાઠોડ ચિતોડ ગયા અને ત્યાં એમને એમનો આગલો જન્મ યાદ આવી ગયો અને ભૂલ ભૂલ માં એ વાત મહારાણા ના નાના ભાઈ મહેન્દ્રસિંહજી ને કરી ….મહેન્દ્ર સિહ એ સીધી તલવાર દેવચંદ રાઠોડ ના ગળે મૂકી અને ખજાના ની લાલચ માં દેવચંદ રાઠોડ ને મહારાણા સજ્જન સિંહ ની જાણ બહાર કેદ કરાયા …..ઘણો સમય દેવચંદ રાઠોડ ના નહિ દેખાવા ને કારણે મહારાણી લક્ષ્મીદેવી એ ભાળ કઢાવી ….ત્યારે માલુમ પડયું કે દેવચંદ રાઠોડ કેદ કરાયો છે …ચિતોડ માં છે , મહારાણા ને વાત કરી ….થોડી ઉતાવળ થઇ …મહારાણા જાતે સેના લઇ ને ચિતોડ જવા નીકળ્યા અને મહેન્દ્રસિંહ એ વાત ની જાણ થઇ ગઈ .. એને તરત જ દેવચંદ રાઠોડ ને મારી નાખ્યો …..મહારાણા સજ્જન સિંહ ચિતોડ પહોચ્યા પણ મોડું થયું હતું ….. દેવચંદ રાઠોડ ની લાશ મળી એમને , અંતે મહારાણા એ જાતે દેવચંદ રાઠોડ ના અગ્નિ સંસ્કાર કર્યા ……
માણેક બોલતા અટકી ….. હુકુમ નાને મોઢે મોટી વાત કહું છું ….. આપ રાણા સાંગા અને રાણા સજ્જન સિંહજી નો અવતાર છો અને મહારાણી પદ્મિનીદેવી કનકદેવી અને લક્ષ્મીદેવી નો અવતાર છો ….આપ એ બાળક ને લઇ ને મહારાણી પદ્મિનીદેવી સાથે ચિતોડ જાવ , મેવાડ ની રાજલક્ષ્મી જરુર થી પાછી આવશે ,આ વખતે મોડા ના પડશો હુકુમ …….મેવાડ કે રાજઘરાને પે મેવાડ કે મહારાણા પ્રભુ એકલિંગજી કી કૃપા બરસી હૈ …… તરત જ હુકમો છૂટ્યા …..
No Comments