(Page -12)
મહારાણી પદ્મિની દેવી ને બોલાવ્યા આખી વાત ફરીથી કેહવાઇ …રાત ની ઘટના થી થોડા ડઘાઈ ગયેલા મહારાણી માં હિમત આવી …..ચાલો એ બાળક પાસે જઈએ એવું નક્કી થયું …. મહારાજા અને મહારાણી સાથે લાલસિંહ અને માણેકબાઈ, બધા આશુતોષ ના કમરા પાસે પોહચયા … લગભગ સાંજ પડી હતી ….. આશુતોષ જાગ્યો હતો … જેવા મહારાજા અને મહારાણી તેના રૂમ માં પ્રવેશ કર્યો કે તરત જ એકદમ ઉભો થઇ અને નત મસ્તક થઇ ગયો અને બોલ્યો …..ખમ્મા ઘણી હુકુમ ,અન્નદાતા હુકુમ કરો મહારાણી એ કહ્યું આપ હમારે ..સાથ ચલે …. જાનકી થોડી ઘભરાઈ …. મહારાણી તરત જાનકી પાસે ગયા અને બોલ્યા બહેનજી આપકે બેટે કો કુછ નહિ હોગા …. આપ બિલકુલ ફિકર ના કરે , આ રાજ્પુતાણી નું વચન છે …
આશુતોષ સંપૂર્ણ કહ્યાગરો થઇ ને સાથે ચાલવા માંડ્યો ….બધા ગાડી માં ઉદેપુર થી એકલિંગજી પોહચ્યા …દર્શન થયા ….આખો શાહી કાફલો અને પોલીસ એસ્કોર્ટ આગળ પાછળ ……રસ્તા માં મહારાણી પદ્મિની દેવીએ એક નાનકડા બાળક ની સાથે બાળસહજ વાત કરવા ની કોશિશ ઘણી કરી પણ કોઈ જવાબ ના આવ્યો ..રાત્રે કાફલો ઉદયપુર પાછો આવ્યો …બીજે દિવસે સવારે આશુતોષ ની સાથે બધા એ ચિતોડ જવું એવું નક્કી થયું ….મહારાજા અને મહારાણી ની સાથે આશુતોષ ને બેસાડવા માં આવ્યા ડોકટર અને પોલીસ .. મેહલ ના ચાકરો ..જાનકી અને વેન્કી અને કામિની દેવી બધા બીજી બધી ગાડીઓ માં નીકળ્યો,આખો કાફલો ચિતોડ પોહચ્યો …હવે રાત થાય તો રાત , પણ ચિતોડ રેહવા ની તૈયારી સાથે જ બધા આવ્યા હતા …. ચિતોડ ના ખંડેરો માં આશુતોષ એકલો ઘુમવા લાગ્યો પાછળ પોલીસ અને મેહલ ના ચાકરો અને વેન્કી દોડતો હતો, જોહર કુંડ આગળ આવ્યો અને એકદમ આશુતોષ ના શરીર માં ખેચ આવવા ની ચાલુ થઇ , એને તાત્કાલિક ડોક્ટર પાસે લવાયો ….કઈ દેખાતું કારણ નોહતું ખેચ આવવાનું … દવા ની અસર ના થઇ, માણેકબાઈ એ મહારાણી પદ્મિની દેવી ને બોલાવાયા , મહારાણી દોડી ને આવ્યા.. આશુતોષ ને ખોળા માં લીધો બેટા આશુતોષ ….બેટા આશુતોષ ….કઈ જવાબ ના આવ્યો માણેકે કહ્યું …આશુતોષ નહિ રાણી સા , દેવીસિંહ કરી ને બોલાવો રાણીસા…..પદ્મિની દેવી ની જીભ નોહતી ઉપડતી (cont.page-13)
No Comments