(Page -13)
પણ હિમત ભેગી કરી ને બોલ્યા મહારાણી બોલ્યા દેવીસિંહ ….દેવીસિંહ ..ચૌહાણ જાગો હું રાણી સા …. તરત જ ચમત્કાર થયો હોય તેમ લાલ લાલ હિંગળાક જેવી આંખો આશુતોષે ખોલી ….એકદમ બેઠો થયો આશુતોષ ….માણેકે ઈશારા થી બધાને કમરા ની બહાર જવા જણાવ્યું …બધા ધીમે ધીમે બહાર સરકી ગયા …. પદ્મિની દેવી એ તેર વર્ષ ના આશુતોષ ના માથે પ્રેમ હાથ ફેરવ્યો … બેટા દેવી …જાણે પદ્મિનીદેવી ને પણ કઈક યાદ આવતું હોય તેમ તેમનું વર્તન બદલાતું ગયું આશુતોષ બોલ્યો રાણી સા માફ કરો …..મારે જીવતે તમે જોહર કર્યું ….મારો જીવ હજી ભટકે છે ….માફી રાણી સા માફી …..આશુતોષ બે હાથ જોડી ને ઉભો રહ્યો …. મહારાણી એ દોડી ને છાતી સરસો ચાપી લીધો આશુતોષ ને અને
બોલ્યા ..મારા દેવી તું તો મારા દીકરા કરતા સવાયો નીકળ્યો ….તે તો દેવી દીકરા એક નહિ , બે બે વાર પ્રાણ આપ્યો પણ મેવાડ ની રાજલક્ષ્મી તે કોઈ ને ના આપી ….જુગ જુગ જીવો રાજપૂત …તમે બે બે વાર પ્રાણ આપ્યો પણ વચન ના તોડયું ..માફી તો મેવાડ તમારી માંગે રાજપૂત ..માણેક ની સામે જોયું મહારાણી એ તરત જ માણેકબાઈ દોડી અને મહારાજ ને બોલાવ્યા …..મહારાજા આવ્યા તરત આશુતોષ મહારાણી થી દુર હતી ગયો …. પદ્મિનીદેવી એ એને પોતાની પાસે ખેચ્યો ….. દેવીસિંહ તું મારો દીકરો છે …. તારે તારી માં થી દુર ના જવાય ….મહારાણા એક વિનતી છે ….વચન આપો ….પદ્મિનીદેવી એ મહારાજ ને કીધું ….બોલો રાણી સા આપ્યું વચન ….મહારાજા એ વચન આપ્યું …મારે આ છોરો ગોદ લેવો છે .. આ બાળક માં મારો દેવીસિંહ છે એને એક નહિ બે બે વાર મેવાડ માટે પ્રાણ આપ્યા છે…..મંજુર ….મહારાણી
મંજુર …..મારો દીકરો થા દેવીસિંહ મહારાજા બોલ્યા …નાનકડો આશુતોષ રડવા માંડ્યો …હુકુમ મને આટલું બધું માન ના આપો … મને આપના ચરણો માં રાખો …હું જીવનભર સેવા કરીશ , મહારાજા બોલ્યા ..ના રાજપૂત ના તે તો જન્મો જન્મ ઘણી સેવા કરી …હવે આ જન્મ માં તું મેવાડ નો રાણો થા…… એ ના બને અન્નદાતા … મને મારું કામ પૂરું કરવા દો …..ત્રણ સદી થી ભટકું છું .. બોલ દેવીસિંહ .. બોલ કયું કામ કરવાનું છે તારે ….??? મહારાજા એ પૂછ્યું મેવાડ ની રાજલક્ષ્મી મેવાડ ના રાજા પ્રભુ એકલિંગજી ને સોપવાની છે……આશુતોષ બોલ્યો ….
No Comments