(Page -14)
જેવી તમારી મરજી રાજપૂત ….મહારાજા બોલ્યા …હુકમ કરો દેવીસિંહ ચૌહાણ , મેવાડ આખું તમારું દાસ છે ……સમય આવ્યે જણાવીશ અન્નદાતા ….જેવી મરજી આપની દેવીસીંગ મહારાજા એ કીધું …. ચાલો ઉદયપુર જઈશું ….ના મારે ચિતોડ રેહવું છે …. સારું હું તમારી સાથે રહીશ બેટા ,મહારાણી પદ્મિની દેવી બોલ્યા …જેવી આપણી આજ્ઞા આશુતોષ બોલ્યો….એકદમ પાછો આશુતોષ વર્તમાન માં આવી ગયો …. મહારાજા એ પોતા ના માણસો સાથે ચિતોડ છોડ્યું ….રાણી પદ્મીની દેવી અને માણેક થોડાક ચાકરો જોડે ,આશુતોષ જોડે ચિતોડ રોકાયા …. જાનકી અને વેન્કી માટે બધું અસહ્ય હતું દીકરા ની પીડા જોવાતી નોહતી … પણ બીજો કોઈ રસ્તો નોહતો ….પોતાના દીકરા ને સાજો કરવા રોકાવું જરૂરી હતુ. રાત પડી ,ભાદરવાની અમાસ ની રાત હતી …. અંધારું ઘોર હતું …. આશુતોષ ના કમરા ની બાજુ માં જ મહારાણી પદ્મિની દેવી અને માણેક રોકાયા હતા …. એકદમ અડધી રાતે આશુતોષ ઝબકયો ….રાણીસા રાણીસા …માણેકે જાનકી અને વેન્કી ને કમરા ની બહાર મોકલ્યા … તરત જ પદ્મિની દેવી એ અંદર આવી ને ….હા મારા લાલ દેવીસિંગ બોલ બેટા ..દીકરા …..આશુતોષ બોલ બેટા … રાણીસા ધોખો થયો હતો ..શું થયું હતું બેટા ….?? તમે મને પાંચસો રણબંકા જોડે મોકલ્યો હતો અમે છેક બનાસ સુધી બહાદુરશા ને મૂકી ને આવ્યા ચારસો રણબંકા વીરગતિ એ ગયા હતા …મારી જોડે જગતાપ સિંહજી હતા …. પદ્મિની દેવી એ માણેક ની સામે જોયું …. એણે તરત કહ્યું મહારાણા સાંગા ના છોટા ભાઈ …
જગતાપ સિંગ એ મને અડધો ખજાનો ક્યાં છુપાવ્યો છે તે પૂછ્યું …. મેં જવાબ ના આપ્યો ..મારી સાથે તલવારબાજી કરી પણ ના ફાવ્યો ….. એ પછી એ બહાદુરશા ની જોડે ગયો …. ધોખા થી મારા સો રણબંકા ને ઊંઘ માં મારી નાખ્યા …… અને તમારે જોહર કરવું પડ્યું ……મારા બીજા જન્મ માં પણ એણે જ મને માર્યો હતો …પણ આ જન્મ માં હું એને મારીશ …..મહારાણી ના ભવા ચડી ગયા અને બોલ્યા આ જન્મ માં કોણ છે એ..મેવાડ નો દુશ્મન …??ગદ્દાર ..??
આશુતોષ એકદમ ખામોશ થઇ ગયો …. મહારાણી એ ફરી પૂછ્યું દેવીસિંહ કોણ છે એ ગદ્દાર મેવાડ નો બોલો , અભય વચન બોલો બેટા બોલો , મહારાણી એ આશુતોષ ને પકડી અને આખો હચમચાવી નાખ્યો , પછી આશુતોષ બોલ્યો અહિયાં જ છે .મેવાડ મા.. (cont.page-15)
No Comments