(Page -16)
વર્તમાન વફાદાર …..શું કરવું ખબર નોહતી પડતી ……લાલસિંહ ને બોલાવ્યો આખી વાત જણાવી …આશુતોષ ના મોઢે બોલાયેલા શબ્દો કેહવાયા ..આ તો કૃષ્ણરાજ સિંહજી ને મારવા આવ્યો છે .. અને રાણીસા ની મદદ માંગે ….અત્યારે જો કૃષ્ણરાજ સિંહજી ને મારવા માં મદદ કરે તો ગુન્હો કરે રાણીસા …અને મદદ ના કરે તો ઉપરવાળા ની સામે ગુનો કરે ..કરવું શું લાલસિંહ …?? અન્નદાતા મારું મન તો કહે છે અત્યારે છોરા ને ઉદયપુર લો ..જે કરવું હશે તે એકલિંગજી કરશે ..પાછલા બે જન્મ માં છોરા પર પેહલો હુમલો તમારા ભાઈ એ કર્યો છે ..તો આ જન્મ માં પણ પેહલો હુમલો એ જ કરશે દેવીસિંહ કે દેવચંદ એ બંને માંથી કોઈ એ પેહલો વાર નથી કર્યો ..ચાલો ઉદયપુર…મહારાજા ને ગળે વાત ઉતરી ગઈ….હવે તો તેલ અને તેલ ની ધાર જ જોવા ની રહી .આખો કાફલો ઉદયપુર આવ્યો ..જાનકી વેન્કી અને કામીનીદેવી સાથે આશુતોષ ની સાથે રાજમહેલ માં રેહવા ની વ્યવસ્થા કરવા માં આવી . કૃષ્ણરાજસિંહ ને અને આશુતોષ નો કોઈ રીતે આમનો સામનો ના થાય તેની તકેદારી રાખવા માં આવતી હતી …પણ કુદરત જયારે રમતી હોય ત્યારે માણસ ગમે તેટલો મોટો કેમ ના હોય પણ તેને એક ઝાટકે કુદરત પડી દે છે …..એક દિવસ રાજ મેહલ ના પ્રાંગણ માં જાનકી બેઠી હતી ,અને માલિની એને મળી ગઈ …જાનકી જાનકી કરી ને પાછળ થી કોઈ એ બુમ મારી …. પાછું ફરી ને જોયું તો માલિની હતી …. જાનકી સાથે કોલેજ માં ભણતી …ફ્રેન્ડ માલિની ઘણા દિવસે કોઈ પોતાનું એવું જાનકી ને દેખાયું …જાનકી માલિની ને ભેટી પડી અને વાતો કરવા બેસી ગઈ..ઘણા દિવસો ની કંટાળેલી અને કોઈ ઉકેલના આવતો હોવાથી કંટાળેલી જાનકી એ ઘણી બધી વાતો માલિની ને કહી દીધી …માલિની એજ સ્ત્રી હતી ઇડર ની ..કે જેની સાથે કૃષ્ણરાજ સિંહ નું લફરું ચાલતું માલિની ને આ રાજ્મેહલ ના રાણી બનવાના કોડ હતા .પોતાના થી વીસ વર્ષ મોટા કૃષ્ણરાજ સિંહ ને એણે બરાબર લપેટ્યા હતા ..આશુતોષ ના પુનર્જન્મ ની વાત માં એને જબરજસ્ત રસ પડી ગયો માલિની ઇડર ના ઠાકોર સાહેબ ના ડ્રાઈવર ની દીકરી હતી ..રાજ પરિવારો ના ઠાઠ મઠ જોઈ અને મોટી થયેલી ..એને અંતર માં રાજરાણી થવા ની અદમ્ય ઈચ્છા હતી ..અને તેના માટે ગમે તે હદ સુધી તે જવા તૈયાર હતી .રૂપ ની જોડે પુરુષ ને લપેટવા ની કળા એનામાં કુદરતી રીતે હતી ..અને એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો એ સારી પેઠે જાણતી ……
No Comments