(Page -19)
અને માલિની રાજ્મેહલ છોડી ભાગી ગઈ ..છેક રાત્રે આશુતોષ ભાન માં આવ્યો .મહારાજા અને મહારાણી પણ દિવાળી ઉજવવા પાછા આવી ગયા હતા …
કૃષ્ણરાજ મહેલ માં દેખાતા નોહતા ..તપાસ ચાલી …પદ્મિનીદેવી ને શક ગયો અને આશુતોષ ની પાસે આવ્યા …ખમ્મા ઘણી રાણીસા ….પદ્મિની દેવી આશુતોષ ને લઇ ને બહાર ગયા …દેવીસિંહ…. કૃષ્ણરાજ ક્યાં છે … પરધામ રાણીસા ….એકલિંગજી ભગવાન ને ઉસકા ન્યાય કર દિયા …..અબ વક્ત આ ગયા હૈ મેરે જાને .. મેવાડ કે મહારાણા કો બુલાવો ….મહારાણી ચમક્યા પણ એમને પેહાલે થી અંદાજ હતો કે આવું કૈક તો થશે જ … તાબડતોબ મહારાજા ને બોલાવ્યા ,આશુતોષ બોલ્યો …ખમ્મા ઘણી હુકુમ ચિતોડગઢ કે જોહરકુંડ કે દસ હાથ નીચે જમીન મેં દરવાજા હૈ જો સામને વાલે પાણી કે કુંડ કે નીચે ખુલતા હૈ ઉસકે અંદર એક ચાબી હૈ ….દુસરી ચાબી …મહાદેવ કે મંદિર મેં….. શિવલિંગ કે પૂર્વ મેં ગજરાજ કે મૂર્તિ હૈ ઉસકે નીચે ચાબી રખ્ખી હૈ … ચિતોડ ગઢ કે ઉત્તર દ્વાર સે નીચે ઉતરકે ચાલીસ પગથીયા નીચે પાણી કે કુંડ કે અંદર પાણી કે નીચે ..એક ઔર દરવાજા મિલેગા …દોનો ચાબી લગને પર વો દરવાજા ખુલેગા ..વહા મેવાડ કી રાજલક્ષ્મી હૈ સુરક્ષિત હૈ … એની ઉપર ભગવાન એકલિંગજી નો અધિકાર છે ….જો કોઈ પણ લઇ ગયો તો તેનું ધનોત પનોત જશે … આટલું બોલી બેહોશ થઇ ગયો આશુતોષ બીજે દિવસે એકદમ સામાન્ય બાળક ની જેમ આશુતોષ બોલ્યો ….મમ્મી ચાલો ને ઘરે ..…એ જ દિવસ ની ફ્લાઈટ માં ત્રણે જણા બેંગ્લોર …કૃષ્ણરાજસિંહ ની લાશ નો પણ આજ દિન સુધી અતોપતો નથી ..પોલીસ ના ચોપડે ફાઈલ ચાલુ છે .
–સંપૂર્ણ
આ સંપૂર્ણ કાલ્પનિક વાર્તા છે ઈતિહાસ ને કે મેવાડ ના રાજઘરના ને આ વાર્તા સાથે કોઈ જ પ્રકારે કશી જ લેવાદેવા નથી …. જેથી કોઈ પણ રીતે ઈતિહાસ ની સાથે આ વાર્તા ને જોડવી નહિ …
1 Comment
Thanks
I read the story “” veer””
Nice story!
Thanks again.
R. Parekh