(Page -4)
અને આ બાજુ જાનકી વેંકટેશ અને આશુતોષ નું પ્લેન ઉદયપુર એરપોર્ટ પર લેન્ડ થયું …. જેવો આશુતોષ એ ઉદયપુર ની ધરતી ઉપર પગ મુક્યો કે તરત જ તેના હાવભાવ બદલાઈ ગયા તેના ચેહરા પર કરડાકી આવી ગઈ ચલ અને છટા બદલાઈ ગયા … તેર વરસ નો ટેણીયો એક છટાદાર રાજપૂત ની જેમ ચાલવા માંડ્યો …કામિનીદેવી નો દીકરો અને જાનકી નો માસીઆઈ ભાઈ જગતસિંગ …જાનકી ના પરિવાર ને લેવા ગાડી લઇ ને ઉદયપુર એરપોર્ટ આવ્યો હતો.. ગાડી માં એકદમ આગળ ની સીટ પર આશુતોષ બેઠો અને હુકમ છોડયો સીધે લે ચાલો …જાણે ઉદયપુર ની ગલી ગલી ને ઓળખતો હોય તેમ રસ્તા બતાવ લાગ્યો …. સખત અચરજ થી જાનકી વેંકટેશ અને જગત જોવા માંડ્યા … ડુંગરપુર ના રસ્તા ને બદલે ને બદલે ગાડી શિકારબાડી લેવડાવી . શિકારબાડી માં મહારાજા ના ઘોડા અત્યારે પણ રાખવા માં આવે છે .. ગાડી પોર્ચ માં ઉભી રહી સીધો ઉતરી અને મહારાજા ના રૂમ તરફ ધસી ગયો આશુતોષ ….દરવાને રોક્યો … ઉસ તરફ નહિ જા સકતે આપ બેટા …. એકદમ કરડાકી થી દરવાન સામે જોયું આશુતોષે અને કુદકો મારી અને ભીત પર લટકતી શોભા માં મુકેલી તલવાર ઉપાડી હાથ માં લઇ લીધી…..કુદી ને દરવાન ને છાતી માં લાત મારી ને જમીન પર પાડી દીધો અને તેના ગળા પર તલવાર મૂકી દીધી ..જાનકી વેંકટેશ અને જગત આશુતોષ ને પકડવા ગયા …આશુતોષ તો જાણે તેમને ઓળખાતો ના હોય તેમ ખુલ્લી તલવાર તેમની સામે ધરી ….
અને દરવાન ને ઉભો થવા દીધો આશુતોષે … પોતાના કાંડે સુરજ ની નિશાની બતાવી અને બોલ્યો ઇસે નહિ પેહચાંતે ક્યા ..?? ધમાલ માં બીજા ચોકીદાર અને શિકારબાડી નો સ્ટાફ આવી ગયો હતો લગભગ ચાલીસ પચાસ માણસ ભેગું થયું હતું ….આશુતોષ એ એકદમ ત્રાડ પડી કોઈ આગે નહિ આયેગા …અને અચ્છા તલવારબાજ ની જેમ તલવાર હવા માં વિઝ્વા ની ચાલી કરી …. શિકારબાડી માં ધમાલ ધમાલ થઇ ગઈ હતી જાનકી વેંકટેશ અને જગત ત્રણે ને કઈ સમજ તું નોહતું … અચાનક એક બારી માં થી કુદકો મારી અને આશુતોષ બહાર પડ્યો અને ખુલ્લી તલવારે …. દોડી અને એક મોટા અને એકદમ ઘોડા પર ચડી અને ઘોડો દોડાવી ગયો …. (cont.page-5)
No Comments