(Page -7)
પાછળ ની સીટ પર રાજસ્થાન પોલીસ ગોઠવાઈ ….પાછળ બીજી ગાડી માં જાનકી વેંકટેશ અને કામીનીદેવી ….પાછળ પોલીસ ની જીપ…સીટી પેલેસ ના તોરણ પોલ થી ગાડી અંદર આવી અને ઉભી રહી . દરવાને ગાડી નું બારણું ખોલ્યું પણ આશુતોષ ઉતર્યો નહિ …. યે કહા લાયે હમે લાલસિંહ ..? રાજમહેલ હુકુમ … કિસકા મહેલ હૈ યે .. લાલસિંહ …?? મેવાડ કે મહારાણા કા હુકુમ …? એકદમ ત્રાડ પડી અને ગુસ્સા થી આશુતોષ બોલ્યો લાલસિંહ …અને ગાડી માંથી ઉંધો ફરી ને આશુતોષ દોડવા માંડ્યો જેવો બહાર નીકળ્યો તોરણ પોલ થી તરત જ જમણી બાજુ દોડયો … એની પાછળ બે ચાર મેહલ ના ચાકરો અને પોલીસ દોડી ….આશુતોષ રેલીંગો કુદી અને શીવનિવાસ પેલેસ માં ઘુસ્યો …પાછળ થી મહેલ ના ચાકરો એ આગળ ઉભેલા દરવાનો ને દરવાજા ખોલી નાખવા નો હુકમ કર્યો આશુતોષ મહેલ માં દોડતો ગયો …..અને એક જગ્યા એ આવી અટકી ગયો … ત્યાં બધા નાના નાના કમરા હતા ,પડદા પડેલા હતા , અને આશુતોષે બુમ મરી રાણી સા રાણી સા , સામે થી કોઈ જવાબ ના આવ્યો એટલી વાર માં લાલ સિંહ પાછળ થી હાંફતા હાંફતા આવ્યા …. હુકુમ …રાણી સા કોણ સી …એક સટાક કરતો એક લાફો માર્યો લાલસિંહ ને …બડી રાણી સા કો …બુલા ઓ ..દાસી કો …. લાલસિંહ અંદર કમરા માં જવા ગયા …. આશુતોષ વચ્ચે આવી ગયો … જનાની કી દેવડી મેં જાઓગે ક્યાં..??? દાસી કો બુલાઓ …..લાલસિંહ તરત સમજી ગયા અને અટકી ગયા ….જુના જમાના માં રાણીવાસ માં પુરુષો ને જવા પર પ્રતિબંધ હતો …..મેહલ ના એક ચાકર એ પાછળ થી એક દાસી ને મોકલી ….એણે કીધું બડી રાણીસા સજ્જનસિંહ કી કોઠી પે ગયે હૈ …આશુતોષ તરત પાછો ફર્યો …. અને મહેલ ના એકાઉન્ટ વિભાગ પાસે ગયો … અને ત્યાં ની નજીક ના એક રૂમ પાસે આવી અને અટકી ગયો … કોણ હૈ મેરે કમરે મેં ….? તરત જ લાલસિંહ પામી ગયા આતો દેવચંદ રાઠોડ છે એનો કમરો છે આ …… લાલસિંહ એ બુમો મરી અને સ્ટાફ ને ભગાડ્યો ….હુકુમ થોડી દેર આપ આરામાં કરો મૈ સબ કરાવતા હું ,એમ કરી એક બીજા રૂમ માં આશુતોષ અને સાથે આવેલી પોલોસ ,જાનકી બધા ને એક રૂમ માં રાખ્યા ….આખો કમરો તરત જ ખાલી કરવા માં આવ્યો ,અને જુનું ફર્નીચર પાછું ગોઠવાયું, મહારાજા સાથે ફોન થી વાત કરી દેવચંદ રાઠોડ છે આ તો ,શું કરવું આનું ….? (cont.page-8)
No Comments