(Page -8)
સામે થી સુચના આવી, એને કેટલું યાદ આવે છે તેની પેહલા તપાસ કરો …. મેહલ કે રાજપરિવાર ના કેટલા રાઝ જાણે છે તે તપાસો પેહલા ..અત્યાર ના રાજપરિવાર ની કોઈ વિગતો તેને ના આપવી …મીડીયા થી કમ્પ્લીટ દુર રાખો ..શિવનિવાસ માં જ રેહવા દો ..લાલસિંહ એ કહ્યું મારે માણેકબાઈ ની જરૂર પડશે મોકલો માણેકબાઈ રાજ્મેહલ ની પેઢીઓ થી વફાદાર હતી અને રાજપરિવાર અને રાજમેહલ ના ઘણા અંદર બહાર જણાતી હતી ..મોકલું છુ ….ફોન કપાયો .. રાજમહેલ માં તખ્તો ગોઠવાયો મહારાજા એ વફાદારો ને તેડાવ્યા …..દેવચંદ રાઠોડ હોય તો તો ચિતોડગઢ થી જે અડધો ખજાનો જ એકલિંગજી આવ્યો છે અને બાકી નો ખજાનો ક્યાં છે એની ભાળ ચોક્કસ મળે …..પેહલી વાર આશુતોષ એ શિવ નિવાસ પેલેસ માં રાત ગુજારી….ચોવીસ કલાક નો ચાંપતો પેહરો ગોઠવાયો હતો ….રાજસ્થાન પોલીસ ને સમજાવાઈ ને રાજમહેલ ની બહાર મોકલી દેવાઈ હતી ……
મધરાત ના ત્રણ થયા આશુતોષ પથારી માંથી ઉઠયો …જાનકી ,વેંકટેશ ,કામિનીદેવી પાછલા પોહર ની ગાઢ નિંદ્રા માં હતા …. ફક્ત બે ચોકીદાર જાગતા હતા …. બારી માં થી આછું અજવાળું ડોકાતું હતું અને પીછોલા લેક અને એમાં રહેલો લેકપેલેસ અને જગમંદિર ની આછી લાઈટ દેખાતી હતી, આશુતોષ ઉઠયો ….ધીમે ધીમે રાણી વાસ તરફ ગયો …..રાણીવાસ માં અંદર પ્રવેશી અને જ્યાં મોટી રાણી સા રેહતા , અને હાલ ના મહારાણી રહે ત્યાં ગયો …. હળવે થી સાદ પાડયો રાણીસા રાણીસા ….હું દેવચંદ ….તરત જ મહારાણી પદ્માંદેવી એ લાઈટ કરી અને ચીસ પાડી ….તાબડતોબ મહેલ ની સિક્યુરીટી આવી ગઈ અને આશુતોષ ને પકડ્યો ……ક્યાંક થી ઊંઘ માંથી ઉઠેલા લાલસિંહ આવ્યા, આશુતોષ ને છોડવા નો હુકમ કર્યો ,પછી રાજમહેલ માં ધમાલ થઇ, એક વાત સો ટકા ની થઇ ગઈ કે આ દેવચંદ રાઠોડ છે …. આશુતોષ ને એના કમરા માં લઇ જવાયો અને ડોકટર ને બોલાવી ઊંઘ ની ગોળી નો એકદમ ઓછો ડોઝ અપાવ્યો …અને સુવડાવ્યો ……. સવાર પડી મહારાજા ના વફાદારો સાથે મીટીંગ થઇ …. દેવચંદ રાઠોડ સાથે થયું તેવું ફરી ના થવું જોઈએ બધા ની વાત નો એક જ સુર હતો , આને કોઈ પણ રીતે જિવાડો અને મેવાડ ની ખોવાયેલી અડધી રાજલક્ષ્મી ને ખજાના માં પાછી લાવો , મહારાજા એ બધા ને જવા દીધા ,લાલસિંહ ને રોક્યા …. (cont.page-9)
No Comments