(Page -9)
લાલસિંહ માંડી ને વાત કરો દેવચંદ રાઠોડ ની…. જેવી આજ્ઞા અન્નદાતા પણ માણેકબાઈ ને બોલાવો તો મને સરળ રેહશે વાત કરવા માં … માણેકબાઈ અડધા કલાકે આવી …. એક પાસઠ વર્ષ ની પાણીદાર આંખો વાળી સ્ત્રી માણેક .. લગભગ દસ પેઢી થી મહેલ ની વફાદાર . લાલસિંહ એ શરુ કર્યું …હુકુમ ….. દેવચંદ રાઠોડ એ દેવીસિંહ ચૌહાણ નો અવતાર હતો. દેવીસિંહ ચૌહાણ ને મહારાણી કનકદેવી મહારાણા સાંગા ના પેહલા રાણીસા પોતાને પિયર થી સાથે ચિતોડ લાવ્યા હતા , દેવીશિંહ એક અચ્છા તલવાર બાજ હતા અને મહારાણા સાંગા ના રણબંકાઓ ની સેના ના સેનાપતિ હતા , એમનો એક એક રણબંકો દુશ્મન ના પાંચસો સૈનિક ને મારતો અને દેવીસિંહ એકલા એક હજાર દુશ્મન ને મારતા હતા,
ગુજરાત ના સુલતાન બહાદુરશાહ ની ફોજ ને દેવીસિંહ ના રણબંકાઓ એ એકલે હાથે મેવાડ ની બહાર ખદેડી મૂકી હતી….છેક બનાસ ના કાંઠે મૂકી અને આવ્યા હતા .. પણ એક વાર ચિતોડ પર સંકટ આવ્યું … મહારાણા મુઘલ સેના સાથે જંગ કરવા મેવાડ થી છેક અજમેર સુધી જતા રહ્યા હતા ….ચિતોડ દેવીસિંહ અને તેના પાંચસો રણબંકા ને સોપેલું હતું ….અને ગુજરાત ના સુલતાને પૂરી તાકાત થી ચિતોડ પર હુમલો કર્યો મેવાડ ના ચારસો રણ બંકા હણાયા હતા સામે બહાદુરશાહ ની ફોજ ને પણ મોટું નુકસાન હતું ….જો ચિતોડ ગઢ પડે , તો મેવાડ નો ખજાનો બહાદુરશાહ ના હાથ માં આવી ચડે અને મેવાડ ને ફરી બેઠા થવા માં બહુ સમય નીકળે ,એટલે સમય વરતી ને મહારાણી કનકદેવી એ રાજ ના ખજાના ને બે ભાગ માં વેહ્ચાવ્યો , એક ભાગ લઇ અને દેવીસિહ ચૌહાણ ને આપ્યો , જે રાતોરાત દેવીસિંહે છુપાવ્યો અને બીજો ભાગ એકલિંગજી રવાના થયો ….ત્યારપછી દેવીસિંહ અને એના બાકી બચેલા સો રણબંકાઓ એ કેસરિયા કર્યા .... સતત ચાર રાત અને દિવસ દેવીસિંહ અને એના સો રણબંકાઓ એ ઝીંક લીધી, મહારાણા ને સમાચાર પોહચ્યા ચિતોડ ગઢ ઉપર આવેલા ના સંકટ ના , સૈન્ય અડધું લઇ ને મેવાડ તરફ પાછા વળ્યા પણ …..
આ તરફ ચિતોડ હાથ માંથી જાય એવું લાગતું હતું મહારાણી કનક્દેવી ને કોઈ પણ પુરુષ ગઢ માં બચ્યો નોહતો …. ફક્ત સ્ત્રી અને બાળકો બચ્યા હતા ……એટલે મહારાણી કનકદેવી એ જૌહર ની ઈચ્છા કરી (cont.page-10)
No Comments