હિન્દુસ્તાનમાં સદભાવનાનું વાતાવરણ નથી અને હિન્દુસ્તાનમાં એવોર્ડ પાછા આપનારાઓનું પાકિસ્તાનમાં સ્વાગત છે – હાફીઝ સઈદ
હા હાહા હા … મજા પડી ગઈ બાપુ …હાફીઝ સઇદ એ દે ધનાધન એક પછી એક ટવીટ કર્યા ..અને છેલ્લે બધા એવોર્ડ પાછા આપનારાઓને પાકિસ્તાન બોલાવી લીધા …
ચાલો ચાલો જલ્દી જલદી સમજોતા એક્સપ્રેસની ટીકીટો કાઢી આપો બધા ટોપાઓ ને ઇન્ક્લુડીંગ શાહરૂખખાન , જાવ જલ્દી જાવ લાહોર ..તમારા તો દુરના મામા પણ પાકિસ્તાન ના લશ્કરમાં છે.. રાહ કોની જુવો છે હે ભાઈ ?
હવે તમારી કોન્ગેસી માતા નહિ રોકે તમને હો જાવ હોં નીકળો …મામા બોલાવે છે .
એક જબરજસ્ત અરણ્ય રુદન કરી રહી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ..
ખરેખર દુનિયામાં તમારું નસીબ આડું ચાલતું હોય ને તો ગમે તેટલા સીધા કામ કરવા જાવને તો પણ બધું ઊંધું જ પડે ,આજે કોંગ્રેસની પણ આવી જ હાલત થઇ ,મોટે ઉપાડે બહુ મોટી રેલી કાઢી દિલ્લીમાં , સદભાવના નથી રહી અને ઢીકણું નથી એવા બધા બખાળા કરવા મોટે ઉપાડે આજ નો આખે આખો દિવસ કાઢ્યો અને માસ્ટર સ્ટ્રોક માર્યો હાફીઝ સઈદએ ..
બધા એવોર્ડ પાછા આપનારાને પાકિસ્તાન બોલાવી લીધા …પત્યું હવે શિવસેના અને બીજેપી બધા જોરદાર રીતે તૂટી પડશે કે આ એવોર્ડ પાછો આપનારા બધા પાકિસ્તાન પ્રેરિત છે .. અને આવું કરી અને તમે દેશના દુશ્મનો ને મદદ કરો છો …
ખરેખર રાહુલ ગાંધી માટે તો અક્કરમીનો પડીયો કાણો છે , મોટે ઉપાડે બધું ઉભું કર્યું અને આ હાફીઝ સઈદએ આવું બયાન આપી અને કોંગ્રેસ અને સામ્યવાદીઓના એવોર્ડ પાછા આપવાના આખા કેમ્પેઈનને રાષ્ટ્ર વિરોધી સાબિત કરી નાખ્યું ..માં બેન એક થઇ ગઈ આખા એવોર્ડ કેમ્પેઈનની તો..
અને હજી આવીને આવી મુર્ખામી ચાલુ રેહશે તો પછી કોંગ્રેસ તો ગઈ કામથી ..આમ તો ત્રીજે ત્રિકમલાલ જાગે,પણ હવે ત્રીજે ના જગ્યા તો ચોથે જાગ્યા , ત્રિકમલાલ જાગી તો ચોક્કસ ગયા છે ..
કોઈ ને આ કેહવત ના સમજાઈ હોય તો થોડું એક્સ્પ્લેન કરું .. ત્રીજે એટલે ત્રીજી પેઢીએ ત્રિકમલાલ ઉપયોગ થાય અને ગમે તેટલી મોટી હવેલી હોય એ ત્રિકમથી ભોંય ભેગી થાય …
કોંગ્રેસની મોટામાં મોટી કમબખ્તી એ છે કે કોઈ ચોક્કસ વિચારધારા નથી રહી ઇન્દિરા ગાંધીના ગયા પછી રાજીવ ગાંધીને જોરદાર બહુમતી મળી પણ પછી એ જાળવી ના શ્ક્યા અને પતનનો દોર ચાલુ થયો ..
આ દેશમાં અત્યારની પરિસ્થિતિમાં સંપ્રદાયિકતાનો મુદ્દો ગમે તેટલો ચગાવો પણ એ બાઉન્સ બેક જ થવાનો છે , સ્યુડો સેક્યુલારિઝમને કોંગ્રેસે જનમ આપ્યો પણ છેવટે એ સ્યુડો ના ઓઠા હેઠળ થતું તુષ્ટિકરણ પણ ઉઘાડું થઇ ગયું અને એનું મોટામાં મોટું ફળ આપણેને પ્રાપ્ત થયું એ છે ઓવેસીઓ ..
કોંગ્રેસના ઘણા બધા પાપો છે જે આ દેશમાં વિષવૃક્ષ બની અને ફાલી અને ફૂલી રહ્યા છે..
હકીકત એ છે કે સદભાવના અને અસલામતીનું વાતાવરણ ખરેખર તો કોંગ્રેસના રાજમાં જ સૌથી વધારે રહ્યું છે , એકપણ એવો કોંગ્રેસી મુખ્યમંત્રી નહિ હોય કે જેના સમયમાં તેના રાજ્યમાં ભયાનક કોમી હુલ્લડો ના થયા હોય ..!!!
૧૯૮૪ ના દંગા ને યાદ કરવા ,એના કરતા તો ભીન્દરાવાલે જેવો સાપ કોણે પાળ્યો હતો ? એ સવાલ પૂછો ને ..૧૯૭૧નો ઝળહળતો વિજય ઓપરેશન બ્લુ સ્ટાર ખાઈ ગયું અને ઇન્દિરા ગાંધી ની બેલેન્સશીટ ઝીરો ઝીરો થઇ ગઈ ..
હવે અત્યારે કોની બુધ્ધીએ કોંગ્રેસનું આલા કમાન ચાલી રહ્યું છે એ બહાર નથી આવતું ,પણ બહુ જ અવળી બુદ્ધિ છે જે છે એ , આમ તો એક ગુજરાતીની જ હોય એવું લાગી રહ્યું છે પણ જે હોય તે..
દરેક ખોટી બાબત ઝાલી અને મોદી સરકારને કનડે છે કોંગ્રસ અને મોદી સાહેબના કાન પર જૂ પણ નથી રેન્દતી ..જો આમ ને આમ પાંચ વર્ષ નરેન્દ્ર મોદી સરકાર ખેંચી ગઈ અને યુપી બિહાર માંથી એકપણ સાહેબના હાથમાં આવ્યું તો ચોક્કસ ૨૦૧૯ કોંગ્રસ મુક્ત ભારત હશે ..
અને હવે કઈ બહુ જોર લગાડવાની જરૂર પણ નથી , દુશ્મન પોતાની જાળમાં ભરાઈને જ મરતો હોય તો આપણે ક્યાં ધક્કા મારવા ?
મહામહિમ પણ કયારેક હજી ખાદીના કપડા પેહરી લેતા હોય એવું લાગે છે , મોટેભાગે ભારતના રાષ્ટ્રપતિઓના વર્તન નો ગ્રાફ એક સરખો રહ્યો છે , રાયસીના હિલ્સના પેહલા ત્રણ વર્ષ સરકાર જોડે સરખી રીતે કાઢે અને જો આવનારી ટર્મ માં કોઈ બીજાની શક્યતા છે આપણો નબર નથી , તો પછી ના છેલ્લા બે વર્ષ રાષ્ટ્રપતિ સરકાર જોડે સીધા સંઘર્ષમાં ઉતરી પડે …
આ એક જનરલ ઓબ્ઝર્વેશન છે , પ્રણવ મુખર્જી સાહેબ અત્યારે તો માપી માપી ને પગલા લે છે પણ સરકાર સાથેના મનભેદ ચોક્કસ દેખાય છે, આપણે ભલે કહીએ કે નદી નું મૂળ અને ઋષિનું કુળ ના જોવાય પણ .. પાણી તો મૂળેથી જ આવવાનું ને …
મૂળે તો કોંગ્રેસી જ ને .. એટલે ક્યાંક ક્યાંક તકલીફ તો રેહવા ની જ રાષ્ટ્રપતભવનમાંથી બયાન ના આવે તો શર્મિષ્ઠા મુખર્જી આપે , આપણે સામાન્ય માણસતો બધું એક જ માને …
કોંગ્રેસીઓ માટે એક બહાર નીકળવાનો રસ્તો છે … હાફીઝ સઈદને નરેન્દ્ર મોદીનો એજન્ટ બતાવી દો ,,અને એના માટે પેલી લીંક વાપરો કનેક્ટ કરવા માટે પેલા પત્રકારે ઈન્ટરવ્યું લીધો હતો યાદ છે નામ ?? વેદ પ્રતાપ વૈદિક …
બસ નાખો આળ એમના માથે કે આ બધું તો ગોઠવેલું છે એમના થાકી એટલે હાફીઝ સઈદ આવું બોલે છે ….
જો કે આવું કરે તો ફરી પાછી બીજી બે ચાર સીટો ઘટે હો કોંગ્રેસની ,પણ આ તો રોજના બફાટો કરે છે તો ભેગા ભેગો એક વધારે ઠોકો ..
જુઠ્ઠાની માં ને જુઠ્ઠો પઈણે ….ત્યારે શું ?
એક ના જોઈતો વિવાદ ઉભો કરી અને કોંગ્રસ દેશને પાછળ ખેંચી રહી છે ,જો સકારાત્મક વિપક્ષની ભૂમિકા કરતે તો થોડું મોડું ફળ આપતે પણ સાચું અને સારું ફળ આપત ..આ તો બધું ડૂબશે ..
જય હિન્દ
શુભ રાત્રી
શૈશવ વોરા
કેમ જય હિન્દ કેહવુએ કઈ કોંગ્રેસની પેટન્ટ નથી …!!