Y ક્રોમોઝોમ
કાલે થોડાક ફોટા વોટ્સ એપ આવ્યા , સ્વીમીંગ પુલ પાર્ટીના ….મેં સુરુચિ ભંગ ના થાય એટલે મોઢા છુપાવાની કોશિશ કરી છે ….મને કહે લખો … અને આજે સવારે એક ધ ગાર્ડિયનનો એક આર્ટીકલ વાંચ્યો …બાળલગ્ન વિષે નો….એક બાળલગ્ન કરેલી છોકરીએ કોર્ટમાં છૂટાછેડા માટે અપીલ કરી છે …
બંને કિસ્સમાં નાનકડી છોકરીઓ જ ઇન્વોલ્વ છે …લગભગ સોળ વર્ષની કે એનાથી નીચેની છોકરીઓ હતી બંનેમાં ….બાળ લગ્નો માટે ઘણું બધું લખાયું છે .. ઘણી જાગૃતિ પણ છે એ વિશે સમાજમાં, પણ હજી યુનેસ્કોનો ૨૦૧૪ નો સર્વે એવું કહે છે કે ભારતમાં ૪૮ % છોકરીઓના લગ્નો અઢાર વર્ષની થાય એ પેહલા થાય છે …..૪૮ % … આંકડો કેવો લાગે છે ..?? આમાં હિંદુ મુસલમાન બધા સામેલ છે …..હવે મારા માનવા પ્રમાણે પેલી સ્વીમીંગપુલ વાળી પાર્ટીની છોકરીઓને તમે બાળલગ્ન થયેલી કેટેગરીમાં જ મૂકી જોઈએ … એટલે હવે આ જ આંકડામાં પેલી સ્વીમીંગપુલ પાર્ટીવાળી .. ખૂણે ખાંચરે ઉભી રેહતી અને બીજું બધું જે થાય છે, એ તમને અને મને બધાને ખબર છે ..એટલે એ છોકરીઓને પણ જો જોડી દઈએ તો આ આંકડો ક્યાં પોહચે ..??? કેટલા ટકા માસુમ ને અબુધ છોકરીઓના જીવન બલી ચડે છે ..??
ક્યારેય આપણે કોઈએ , એ છોકરીના દર્દનો એહસાસ કર્યો છે ..??? બાળલગ્ન કે સ્વીમીંગ પુલ પાર્ટી પછી તરછોડાયેલી છોકરીનો …. બાળ લગ્નવાળી છોકરી સાસરેથી પાછી આવે તો પછી ક્યાં જાય ..? અને સ્વીમીંગ પુલ પાર્ટી અને પછીના થોડાક દિવસોની કે વર્ષોની મોજ મજા પછી છોકરીને એમ કેહવામાં આવે કે …લે બકા તું પણ છુટ્ટી અને હું પણ છુટ્ટો ….તો એ છોકરી ક્યાં જાય ..?? કેટલી સિગારેટો ફૂંકે ..?? એ પાર્ટીવાળી …છોકરી
હવે એક વાત ક્લીયર કરું …મધ્યમ વર્ગનાં કોઈપણ માણસ કે કુટુંબ માટે આ બંને સિચ્યુએશન બની જ નથી … એક સિચ્યુએશન ભારતના એકદમ ગરીબ વર્ગમાં બનતી ઘટના છે અને બીજી સિચ્યુએશન એકદમ અમીર વર્ગમાં થતી વાત છે….બાકી મધ્યમ વર્ગમાં છોકરા છોકરી લગભગ મોટે ભાગે માંબાપની નજર બહાર જાય એ વાતમાં બિલકુલ માલ નહિ .. એ પણ ખાસ કરીને જ્યાં જોઈન્ટ ફેમીલી હોય ત્યાં તો બિલકુલ શક્ય જ નથી .. સિવાય કે પછી છોકરી કે છોકરો બહુ જ હોશિયાર અને સ્માર્ટ હોય , અથવા માં બાપ કમ્પ્લીટ ભોટવા હોય …
ફોટામાં છે એ ટાઈપની પાર્ટી કરવી હોય એટલે દારૂ , જમવાના ,અને બીજું બધું વપરાતું હોય એ બધું લાવવું પડે અને પચાસ સો જણ પણ જોઈએ એટલે નાખી દેતા ચાર પાંચ લાખ રૂપિયા જાય, સબ્જેક્ટ ટુ સ્વીમીંગ પુલ પોતાના ઘરનો કે કોઈના ફાર્મનો હોય અને મફત મળે … અને આ બધી સગવડ અને રૂપિયા સામાન્ય રીતે મધ્યમ વર્ગના ટીનએજના છોકરાઓ પાસે ના હોય , આટલી મોટી રકમ તો ફક્ત છોકરો ઉચ્ચ અમીર વર્ગમાંથી આવતો હોય તો જ ખર્ચી શકે …
હવે બીજા કિસ્સામાં તદ્દન અભણ અને જાહિલ પ્રજા આ ખેલ કરે ….જેને માટે એક સામાજિક બંધન અને રીત રીવાજો બહુ જ અગત્ય નાં હોય છે … મોટેભાગે મધ્યમ વર્ગમાં રેહતા આપણને તો ખબર જ નથી કે સામાજિક બંધન કે રીત રીવાજ કોને કેહવાય …નાતનો જમણવાર હોય તો પણ આજકાલના મધ્યમવર્ગના ટીનએજ છોકરા આવવાની ચોખ્ખી ના પાડે અને માં બાપ કઈ જ ના કરી શકે .. પણ અમુક વર્ગોમાં , હજુ પણ સમાજએ બહુ જ મોટું કમ્પલ્સન છે … સમાજ ના ટેકા વિના એ છોકરી નો બાપ પોતાની જાણે કોઈ હસ્તી છે જ નહિ એવું માની લેતા હોય અને આવી પરિસ્થિતિમાં સમાજનો કોઈ કેહવાતો આગેવાન છોકરીને બાળલગ્ન સુધી દોરી જાય અને પછી ખેલ થાય ….અને બીજું કારણ માબાપને પણ દીકરી જન્મે એવી તરત જ સાપ નો ભારો લગતી હોય અને કેટલો જલ્દી આ ભારો છોડું બસ એની તલપ લાગી હોય …..
હવે જયારે જયારે આ બને પરિસ્થિતિમાં ફસાયેલી છોકરી ને તરછોડી મુકવામાં આવે ત્યારે શું ..?? બાળલગ્નોમાં તો કાનુન અને મોર્ડન સમાજ હવે ઘણો છોકરીને મદદરૂપ થાય છે … પણ પેલી પાર્ટીવાળી છોકરીનું શું ..?? બે પાંચ દિવસની મજા કરી એ છોકરીએ એટલે એની સજા એને ક્યાં સુધી અને કેટલી વાર ભોગવવાની..?? કોઈ કાનૂની રક્ષણ ખરું ..?? સામાજિક રક્ષણની તો વાત જ નાં થાય સમાજમાં ,આપનો સમાજ એ છોકરીને તો બહુ જ ખરાબ રીતે સમાજની મુખ્યધારામાંથી ફેંકી દે છે …આ વાત નું ઉત્તમ ઉદાહરણ પીકું ફિલ્મ માં અમિતાભ બચ્ચન નો એક ડાયલોગ છે .. એ હમારા બેટી હય .. શાદી નહિ હુવા અભી લેકિન વર્જિન ભી નહિ હય …અને દીપિકા ઘણા અણગમા સાથે બોલે છે કે આખા ગામ ને એ વાત કેહવાની શી જરૂર છે ..!!!
હવે એ છોકરી ને પાર્ટીમાં લઇ જનારા કે સાથે રાખનારા છોકરાઓ તો બહુ જલ્દી બીજી પાર્ટીના એરેન્જમેન્ટ માં જ પડ્યા હોય છે ….
દોસ્તો મારે તો ફક્ત એક ધ્યાન દોરવા પુરતો જ હું એક મુદ્દો ઉપાડું છું … સ્વીમીંગપુલ પાર્ટી ઘણા બધા પુરુષના સ્વપ્ન સમાન હોય છે… પણ એના પછીની વરવી હકીકતની જવાબદારી સ્વીકારવા કોઈ તૈયાર થતું ..??નથી આ એક એવી વાત છે કે બેંગકોક જઈને મજા કરીને પાછા આવતા પુરુષો પછી ઇન્ડિયા આવી આને ત્યાની ગંદકી ને વખોડે છે …
મારે ખાલી સવાલ એક જ પૂછવો છે ..આ પુરુષ પ્રધાન સમાજને અને એ સમાજ ને સમર્થન આપતા પુરુષોને … કે તારી પાસે ખાલી Y ક્રોમોઝોમ વધારે છે એટલે તું તને શો હક્ક છે ..?? તું શા માટે આ ધંધા કરે છે ..??
સવાલ બહુ ધાર વાળો છે ..પણ કદાચ સવાલ માં જ જવાબ છુપાયો છે …. Y ક્રોમોઝોમ ….
આજે આટલું જ
શુભ રાત્રી