યસ બેંક નો ફુગ્ગો ફૂટ્યો અને લાઈનો પડી ગઈ, છાપા લખે છે એસબીઆઈ ને ગળે “ઘંટ” બાંધ્યો..!!!
એક બેંક ના રૂપિયા ડૂબે તો બીજી ને પરણાઈ દેવાની અને બીજી ના ડૂબે તો ત્રીજી ચોથી ને..!!
પબ્લિક મંડી છે હવે બે જ બેંક બચશે , એક બ્લડ બેંક અને બીજી સ્પર્મ બેંક ..
ના , ના સ્પર્મ બેંક પણ નહિ બચે ,
સ્ટ્રેસ લેવલ બહુ છે નવી જનરેશનને, એટલે સ્પર્મ કાઉન્ટ ઘટતા જાય છે એટલે એ બેંક તો વેહલી “ઉઠી” જાય તો નવાઈ નહિ..!!
ક્યા કારભારા કોણ ફૂટે એ જ સમજાતું નથી , એટલી બધી કોમ્લીકેટેડ બેન્કિંગ સીસ્ટમ કરી છે કે ખુદ બેન્કરો ને પણ હવે સમજાતું નથી કે એ લોકો ક્યાં “ઉભા” છે…!!!
કોઈ ને સાંધા
જ નથી મળતા..!
સામાન્ય માણસ લોન લેવા જાય તો એના જાંગીયા ની બ્રાંડ સુધ્ધા જોઈ લ્યે એટલી હદે બેંકોના ઓફિસર્સ એને નાગો કરે અને તો પણ એનપીએ થાય .!!!
કઈ ફાયનાન્સની સીસ્ટમમાં જીવી રહ્યા છીએ એની સમજણ પડતી નથી , રોજ નો એક કકળાટ ઉભો હોય છે આ સેક્ટરમાં..!
જુના ચિઠ્ઠા અને ચોપડા ખુલી અને બાહર આવી રહ્યા છે ૨૦૧૪ પેહલાના આંધળા ધિરાણ અત્યારે રૂંવે રૂંવે ફૂટી નીકળ્યા છે,
બેંકના ઓફિસર્સ ની હાલત સખ્ખત ખરાબ છે , હા પાડે તો હાથ કપાય છે અને ના પાડે તો નાક..!
એક બાજુ લોનો આપવા માટેના પ્રેશર અને બીજી બાજુ એનપીએ તો ના જ થવી જોઈએ,
રિસ્ક વિનાનો ધંધો જ કરવા નો…!
એને ધંધો કેહવાય ખરો..?
દેશ આખા ને વ્યાજના રૂપિયે ઘર ચલાવવા છે , દરેકના દિમાગમાં એક રકમ ફિક્સ છે કે “આટલા” રૂપિયા મને બેઠા બેઠા મળે તો બંદા
મોજથી ખાય..!
નદિયા બન જાય ઘી કી ઔર પત્તે બન જાય પૂડીયા ,બંદા
ઝબોલ ઝબોલ કે ખાય.!!
દેશ આખો રૂપિયાની બાબતમાં સનકી
થઇ ચુક્યો છે..
નીતી અને નિયત બધું જ લગભગ બગડી ચુક્યું છે મોટાભાગના લોકો નું..!!
આજ નું આર્થિક ચિત્ર મોર્ડન આર્ટ જેવું છે , આખા કેનવાસ ઉપર લપેડા જ લપેડા ,અને “ચિતારો” ચિતારા ની બદલે “કવિ” થઇ ને એમ બોલે જુવો આ આ બાજુ સંધ્યાના રંગો અને આ બાજુ ઉષાના અને એની વચ્ચે આ જુવો સરસ મજાની વાદળી ,
હજી ચિત્રકારમાંથી કવિ થયેલો બીજું કઈ બોલે ત્યાં તો બીજો તાજો તાજો જન્મેલો કવિ બોલે અહા હા હા .. આ તો જુવો આ બધા ની વચ્ચે મેઘધનુષ ના હિંચકે ઝૂલતો પ્રેમી અને આ એની ..
પછી મારા જેવો અકળાઈ ને એ લપેડામાં બધું શોધે અને છેલ્લે બોલે .. એ ઘોડીનાઓ તમારા કહું એની ટાંગ .. નર્યા લપેડા માર્યા છે રંગોના અને એમાં આવી વાર્તાઓ ગોઠવો છો , તારી તો કહું એને કુતરા પઈણે ,મેલ આ ધખારા ને છોની મા
ની બીજા કામધંધે વળગ હેંડ .. ના જોઈ હોય તે ..અને આવી કવિતાઓ કરવી હોય ને તો “કવિ” થવાય “ચિતારો” નહિ ..!!!
બસ આર્થિક જગતના કેનવાસ ને પણ આવું જ ચીતરી મુક્યું છે..!
નખ્ખોદ..
અમુક વિદ્વાનો જીડીપી ને બાજુ ઉપર મુકો અને નેશનલ હેપીનેસ ઇન્ડેક્સની વાત કરે છે..!!
તદ્દન બે મોઢાની વાતો , જીડીપી વધે તો છાપરે ચડી ચડી ને જશ લેવાના અને ઘટે તો અમને તો એની પડી જ નથી ઉંહ ..હટ આઘો ખસ જીડીપી બળ્યું એમાં શું છે ? લોકો કેટલા સુખી છે એ મહત્વનું છે કેટલું પ્રોડક્શન થાય છે એ નહિ જોવાનું..!!
અલ્યા ભાઈ મારા તો પછી તો જેમ ખૈબર ને પેલે પાર ગાંજો ઉગે છે ને એમ અહિયાં ચારૂતરની ધરતી ઉપર પણ ગાંજો વાવો તો ઉગે જ છે ,વાવવા નો ચાલુ કરી દો ,રોજ ના બે સુટ્ટા મારો એટલે બધું ય મોજ માં …
નેશનલ હેપીનેસ ઇન્ડેક્સ “ટોપ” ઉપર એન્ની માં ને..!!
ભૂતાન ની જોડે સરખામણી થાય છે..!!
ખોટું છે ,
બે છોકરાવાળું ઘર ચલાવવું અને બાવીસ છોકરાવાળું ઘર ચલાવાવું એનો ફેર તો પડે..!!
બાવીસના આ વસ્તારમાં બધાય ને બેઠા બેઠા જ ખાવું છે અને બધા પાસે જીવન જીવવાની પોતાની થીયરી છે ,હું કહું એ જ સાચું અને હું કહું એમ બધા કરે અને પછી જે થાય છે ઘરમાં..ઘમાંઘમ ..!!
જગત આખું ત્રિભેટે આવીને ઉભું છે ,
કોઈએ ધરમ નો દારુ પીધો છે તો કોઈએ સત્તા નો , દરેક કોઈ ને કોઈ નશામાં જીવી રહ્યું છે..!!
મહાન અર્થશાસ્ત્રી ના દિવસો ગયા સામાન્ય ના આવ્યા ,પણ આપણે તો કોઈ ને કોઈ પ્રકાર નો ગાંજો પી ને જમીનથી અધ્ધર ચાલવાનું , હેપીનેસ ઇન્ડેક્સ..
માનસિક નશો કરી ને સુખી રેહવાનું ..
જય હેપીનેસ ઇન્ડેક્ષ..!
જય સેન્સેક્સ ..
એક જીમ નો હરામી કહે મારા છોકરાનું નામ જય
રાખવા નું છે અમે પૂછ્યું કેમ ? તો કહે મારી કોઈ જય બોલાવવાનું નથી જીવનમાં પેલો xxx જ્યાં ફોર્મ ભરશે ત્યાં તો જય xxx xxx લખશે .. મારા નામની આગળ ક્યાંક જય તો બોલાશે.!!
જય એબીઆઈ ..
જય એલઆઈસી..
“જય” `લા બહુ વધી ગયા નહિ ..???
જય હો..!!
યસ બેંક ની જય હો..!!
ખેડૂત જગત નો તાત છે તો ઉદ્યોગ જગતની માત છે સુખાકારી ઉદ્યોગ આપે છે ક્યારેક એ તરફ પણ જો જો..
હેપીનેસ ઉર્ફે સુખાકારી ગાંજા વિના ત્યાંથી પણ આવે છે આર્થિક જગત જોડે જોડાયેલા મિત્રો..!!!
અત્યારે સહુ ને “પરમસુખ” આપી રહેલું મોબાઈલ નામનું રમકડું બોલી બોલીને જીભડા ના ધંધા કરીને કે નકરા ચોપડા ફાડી ખાવાથી નથી પેદા થતું..!!
ચોપડા તો ઉધઇ પણ ખાઈ જાય છે એ ચોપડામાંથી પ્રોડક્ટ બાહર કાઢવી પડે , બસ્સો એમએલ નું વીર્યપાત નક્કામું , અંદર કાઉન્ટ હોવા જોઈએ ત્યારે સૃષ્ટિનું પરમઆશ્ચર્ય અને ઈશ્વર નું સાક્ષાત સ્વરૂપ એવું બાળક જન્મે અને ઘરમાં કેકારવ ગુંજે..
બાજુવાળા ના છોકરા રમાડીને કે ઈશ્વરના બાળ સ્વરૂપ ની માનસિક પૂજાઓ કરીને કેટલા સુખ મળે..?
જે સુખ ઘોડિયા ઝુલાવી ને મળે એ બીજે ક્યાય ના મળે..!!!
જીવતું એ જીવતું અને નિર્જીવ એ નિર્જીવ..!!!
સો વાત ની એક વાત …!!
જીડીપી અને હેપીનેસ ઇન્ડેક્સ નો આ ફર્ક છે..!!
આપનો દિન શુભ રહે
શૈશવ વોરા
(ચેતવણી :- આ બ્લોગને પોતાના નામે કે પછી મૂળ લેખકના નામ વગર કે તેમાં કોઈપણ જાત ના ચેડા કરીને મુકવો તે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે , જે કોઈ વ્યક્તિ તેવું કરશે તો કોપીરાઈટ એકટ નો ભંગ ગણાશે અને તે પ્રમાણે કરનાર સામે કાયદેસર કાર્યવાહી ચોક્કસ કરવામાં આવશે..)