ઉડાવી મશ્કરી કરવી …
કોઈ ની ખેંચી નાખવી … સ્વભાવ કે આદત … આવા પ્રાણી ને મશ્કરા તરીખે ઓળખવા માં આવે છે … અને એક્વાયર કરેલી આ વારસાગત આદત છે … મોટેભાગે બાળપણ માં જયારે સેન્ટર ઓફ એટ્રેક્શન બનવા ની નાના બાળક ને ટેવ હોય પણ જે બાળક ને તે સેન્ટર ના મળે તે થોડો મોટો થતા વાકપટુતા કેળવે અને મશ્કરા માં કન્વર્ટ થાય … !!!
મશ્કરા પાસે એક સરસ ક્વોલીટી હોય છે કોઈ પણ બે ઘટના ને સ-રસ પૂર્વક વણી લે અને હાસ્ય પેદા કરે … નોલેજ પણ ગજબ નું હોય છે છાપા ટીવી રોજ અપડેટ થવું અને પછી કોઈ ઢીલો દેખાય તેને ખેંચી પાડે…!!!!
સમાજ કે આજુ બાજુ માં છવાયી જવું એ મનુષ્ય નો પ્રાણીગત સ્વભાવ છે ..
મશ્કરા ઘણી બધી સફળતા મેળવે છે દરેક કુટુંબ કે ગ્રુપ માં આવા મશ્કરા હોય જ પણ જયારે કોઈ કૃશીયલ નિર્ણય સમૂહ માટે લેવાનો હોય ત્યારે સૌથી પેહલો મશ્કરો ભાગી છૂટે … જવાબદારી લેવી તે તેની પ્રકૃતિ થી વિરુદ્ધ નું કાર્ય છે .. …. આ આદત ભયાનક નુકસાન પણ આપે છે આમારા એક મશ્કરા મિત્ર ને પરણવા માટે ઘણી બધી સારી છોકરી ના પાડી ગઈ હતી …
જયારે છોકરી પૂછ્યું કેમ ના પાડે તો જવાબ અરે યાર આખો વખત ખેંચ ખેંચ કરે છે સીધા મોઢે વાત જ નથી કરતો … આની જોડે જિંદગી કેમ જાય..
એક આધેડ મશ્કરા ને ઘર માં કામ સિવાય મોઢું ખોલવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે … !!!
બીજા પ્રૌઢ મશ્કરા ની કાકી સખત ડીપ્રેશન માં છે …!!!
મશ્કરા ના જીવન ના અંતિમ પડાવ બહુ એકલવાયા હોય છે .. પોતાની જાત સિવાય ની આખી દુનિયા ને ખેંચી કાઢી હોય … ધીમે ધીમે પત્ની સંતાનો પણ આ આદત થી કંટાળ્યા હોય અને થોડો આર્થિક કે શારીરિક રીતે મશ્કરો ઢીલો પડે એટલે ગયો………… ખાલી પડછાયો અને એ પોતે બસ..! સેન્સ ઓફ હ્યુમર અને મશ્કરી નો ભેદ બહુ મોટો છે …….!!
અંધ ના પુત્ર અંધ જ હોય … દ્રૌપદી ની આ મશ્કરી મહાભારત નું મૂળ હતું ….
અને જશોદાબેન ગોપીનાથ મુંડે ના બેસણા માં ગયા હતા બોસ … જબરું કેહવાય હોં ….
સુપ્રભાત
– શૈશવ વોરા