સાંજ થઇ ગઇ …
સાહેબે આદત અને અનુભવ પ્રમાણે જોરદાર રીતે ઇવેન્ટ મેનેજ કરી …… એકાદ બે ઇવેન્ટ જયારે સી.એમ. હતા ત્યારે માણવા નો મોકો અમને પણ મળેલો છે….મોજ આવે …
ચાઇનીઝ પ્રમુખ ને જબરજસ્ત મેનેજ કર્યા એક કાંકરે ઘણા બધા પક્ષી માર્યા … રિવર ફ્રંટ દુનિયા આખી ને બતાવ્યો .. ગુજરાત ને પ્રમોટ કર્યુ અને પોતાની તાકાત બતાવી….
થોડુ વધારે હોમ વર્ક કરી અને ચાઇનીઝ પ્રમુખ ના પત્નીને સાચવવા ની જરૂર હતી… ખુબ મોટા સિંગર છે તેઓ અને ખુબ જ લોકપ્રિય છે ચીન માં એકાદ સંગીત ના જાણકાર જોડે બેસાડયા હોત તો કામ થોડુ આસાન રહેત .. અને ચાઇનીઝ પ્રમુખ પર તેમના પત્ની નો પ્રભાવ પણ બોડી લેંગ્વેજ પર થી વધારે લાગ્યો ..
આનંદીબેન ને બરાબર ખખડાવયા હોય તેવુ લાગે છે .. ત્રણ સીટ હાથ માંથી ગઇ અને એ પણ ગુજરાત આવતા ની સાથે જ … લાગે છે કે
છ બાર મહિના મા નવા મુખ્યમંત્રી ગુજરાત ને મળશે …. સંઘ માં થી સીધા આવશે ખોટી કલ્પના ના ઘોડા ના દોડાવશો … જેમ સાહેબ આવ્યા હતા તેમ ..
આજે તો સાહેબ પી.એમ. નહી સી.એમ. હતા …અને સી. એમ. તો મેયર પણ નોહતા … સખત બાજુ મા ઉતાર્યા હતા….રાજ મળે પછી કોઇ કારણ નથી જોવાતુ …. પાછુ જવુ સાહેબ ને પસંદ નથી અને વધુ આગળ નો રસતો અઘરો છે…. હયાત માં બુધધ ના ફોટા મુકી ને સબંધ વધારયો … અને સામે વાળાએ બર્થડે ની કેક મંગાવી સાહેબ માટે … કાલે કામ નો દિવસ દિલ્લી માં પાકિસ્તાન બળી ને બેઠુ થાય છે…. સપાટો બોલાવયો છે …સાહેબે …
ગઇકાલે એરપોર્ટ રોડ પર થી આવતા ચીન ના લાલ ઝંડા અને ભારત ના તિરંગા બંને સાથે સાથે ચારે બાજુ રોડ પર ફરકતા જોયા …
લાલ ઝંડા ને ફરકતો જોયો અને એક થડકારો હ્રદય ચુકી ગયુ ….નેવુ ના દાયકા માં આવેલો મારા જીવન નો એક ફોન યાદ આવી ગયો …સાહેબ ફેકટરી ની બહાર લાલ ઝંડા લાગી ગયા છે…. હવે લોકઆઉટ કરવુ પડશે બીજો રસ્તો બચ્યો નથી …મારુ મગજ સુન થઇ ગયુ હતુ….
કોઇ પણ ફેકટરી માં લાલ ઝંડા લાગે એટલે માલિક બરબાદ …ફેકટરી હાથ માંથી ગઇ … તમારે કેવી રીતે, કેટલો સમય ,કોને ,કેટલુ, અને કયુ કામ આપવુ ,કયા મશીન પર કોને રાખવા નો, અને છેલ્લે કોને કેટલા પગાર અને એડવાન્સ ,અને કેટલી અને કયારે રજા આપવી …આ બધુ યુનિયન નો લીડર નકકી કરે નહી કે ફેકટરી નો માલિક …
લાલ ઝંડા વાળા યુનિયનો એટલે ભૂતકાળ માં અમારા જેવા નાના ઉદ્યોગકારો ને માટે પણ એક નોનસેન્સ અને કારીગરો ને ભાગીદાર ગણાવા નુ ચાલતુ મોટુ ષડયંત્ર….
અત્યારે તમને પાકિસ્તાન નો ઝંડો જોઇને જે ખુનસ ચડે એવુ ખુનનસ અમને જીઆઇડીસી મા લાલ ઝંડો જોઇને થતુ….. કંઇક આશાસ્પદ ઉદ્યોગો ને મારી નાખવા નુ કામ આ લાલ ઝંડા એ કર્યુ …..અને એનુ જીવતું જાગતુ ઉદાહરણ કલકતા છે…
વેપાર ઉદ્યોગ થી ધમધમતુ મહાનગર અંગ્રેજો મુકી ને ગયા હતા..પણ છેવટે બધી મોટી કંપની ના હેડકવાર્ટર એક એક કરી ને મુંબઇ શિફટ થઇ ગયા ….અને દતા સામંતે મુંબઇ મા બાકી હતુ તે પુરુ કર્યુ ….
આજે બંગાળ માં સામ્યવાદ શોધ્યો મળતો નથી એવી હાલત છે… મુંબઇ મા પણ આજ હાલ છે લગભગ …મુડીવાદ જીત્યો …સામ્યવાદી રશિયા પડ્યુ ચીને ખાલી ઝંડો લાલ રાખ્યો અને નીતિ મુડીવાદી કરી નાખી…
આપણે વચલો રસ્તો કાઢવા ગયા સમાજવાદ ને પકડયો….ધોબી નો કુતરો ..ના ઘર નો રહ્યો ના ઘાટ નો રહયો ..હજી બે ચાર કલાક બાકી છે આ મુડીવાદની ટ્રેન ને પકડવા ….કયાં તો બે પૈડે એટલે કે સામ્યવાદ જે જખ મારી ને સાદગી પકડાવે અથવા ચાર પૈડે એટલે કે મુડીવાદ જેમાં લાંબે અને દુર જવાય અને મજા કરાય એવી ….ગાડી ચલાવો આ ત્રણ પૈડા વાળી સમાજવાદી રીક્ષા મા લાબું ના જવાય…
જોકે છેલ્લા દસ વરસ થી કે પંદર વરસ થી મુડીવાદ તરફ ગાડી ચાલી છે.. પણ બિજા ત્રીજા ગિયર માં છે …ચોથા પાંચમા ગિયર માં ગાડી આવે તો જામે હવે… અને હવે…. વારો અમેરિકા નો ….જેણે વિઝા આપવા મા હલકાઇ કરી હતી હવે વિઝા તો બાજુ પર ગયો પણ હવે તો ગાર્ડ ઓફ ઓનર આપવુ પડશે ….એ પણ પૂરી એકવીસ તોપ ની સલામી સાથે..અમેરિકન આર્મી ને …
વાહ રે કુદરત…. જે દીઠો નો’તો ગમતો એને એકવીસ તોપો ની સલામી….
એ ઘણી ખમ્મા સાહેબ ને અને તમારી જનેતા ને …
લાખ વિરોધી હું આજે એટલુ તો ચોક્કસ કહીશ હિરાબા તમે સવા શેર સુંઠ ખાઇ ને આ દિકરો જણયો છે…અને દામોદર દાદા તમે ભડવીર આ દુનિયા ને દીધો.. એ જુગ જુગ જીવો ….
નરેન્દ્ર દામોદરદાસ મોદી….
ખમા ઘણી સહુ ને..
– શૈશવ વોરા