કુશલ અને મેઘના…..
પેહલા ધોરણથી સાથે ભણ્યા ,પાલડી સાધના વિનય મંદિરમાં સ્કુલમાં , આઠમાં ધોરણમાં આવ્યા ત્યારથી બંને જણાને આખી સ્કુલ ચીડવે ,પણ ડરના માર્યા કુશલ કે મેઘનાએ ક્યારેય એકબીજા સાથે વાત ના કરી ,બંને જણા એકસાથે એક જ કોલેજમાં આવ્યા કુશલને ફાટ ફાટ જુવાની ચઢી ,સાડા છ ફૂટ હાઈટ થઇ અને એકદમ પોહળો બાંધો , ગોરો નાક નકશો ચોખ્ખા અને એકદમ હેન્ડસમ ,વધારામાં કુશલ ને એના બાપે ફિયાટ ની 118NE ગાડી અપાવી કોલેજમાં જવા માટે ,એટલે કોલેજની ઘણી બધી છોકરીઓનો ડ્રીમ બોય થઇ ગયો કુશલ ,
મેઘના સહેજ શ્યામળી પણ કામણગારી અને મૃગનયની, એની આંખોમાં જોતા જ અડધી કોલેજ ના છોકરા પાગલ થઇ ને આહો ભરવા લાગતા ,સપ્રમાણ ફિગર .. બ્યુટી અને બીસ્ટનું કોમ્બીનેશન હતું કુશલ અને મેઘના કોલેજમાં ,પણઅફસોસ જે હાલત સ્કુલમાં હતી એ જ કોલેજમાં રહી ક્યારેય એકબીજા સાથે વાત ના કરી કરી અને રહ્યા ઠેર ના ઠેર ..
વર્ષો વીત્યા ….
એક દિવસ કુશલની સેન્ટ્રો ગાડીમાં બેઠા બેઠા કુશલે મેઘનાને પૂછ્યું …મેઘના આપણે આમને આમ ક્યાં સુધી મળવાનું છે મેઘના ..? થોડા કંટાળેલા સ્વરમાં કુશલ બોલ્યો હતો એટલે મેઘનાએ સામું પૂછ્યું આમને આમ એટલે..? કુશલે કીધું જો મેઘના હવે આપણે નાના નથી ,તારો છોકરો એન્જીનીયરીંગમાં ભણે છે અને મારી છોકરી પણ બારમાં ધોરણમાં છે ,આપણા સંતાનો પણ હવે મોટા થયા ..આપણી જીંદગી હવે પૂરી થઇ , મેઘના બોલીકુશલ એક કામ કર તું અત્યારે રસ્તે જતા આ કોઈપણ માણસને ઉભો રાખ અને પૂછ કે તારી ઉમર કેટલી છે અને મારી ઉમર કેટલી છે ,હું તને ચેલેન્જ આપું છું કોઈ પણ માણસ આપણને ત્રીસ વર્ષથી ઉપરના નહિ કહે , ગાડીમાં બેઠો બેઠો કુશલ અકળાયો , અરે મેઘના આપણે કેટલા નાના કે મોટા લાગીએ છીએ કે દેખાઈ એ છે એ તું ભૂલી જા મેઘના ,હવે બીજી જનરેશન આવી આપણા બંનેના ઘરમાં અને એ જનરેશન મોટી થઇ ગઈ છે..CONT..2


