Page 20
રીતેશને એક મસ્ત રમકડું રમવા મળ્યું હતું એક જ દિવસમાં વોટ્સ એપમાં જિંદગીમાં પેહલીવાર બસ્સો મેસેજ ઠોકયા હતા કંગના અને નિલય જોડે તદ્દન પોર્નોગ્રાફી લેવલની વાતો ચાલુ કરી દીધી અને પોર્ન કલીપોની આપ લે પણ ચાલુ થઇ ગઈ.. છેવટે રીતેશે લખ્યું
નથી રેહવાતુ ક્યારે મળવું છે ?
સામેથી કંગના એ સવાલ નાખ્યો
પ્લેસ ?
નિલયે લખ્યું
મારો બોપલ નો ફ્લેટ,
કંગના એ લખ્યું ના જતા આવતા બહુ ટાઈમ જાય
રીતેશે લખ્યું
નજીક ની કોઈ ફાઈવ સ્ટાર હોટેલ ?
કંગના એ પૂછ્યું
રૂમ ?
રીતેશે લખ્યું
હા હું એરેન્જ કરીશ
નિલયે લખ્યું
ડન ટાઈમ અને પ્લેસ મને કહી દે હું અને કંગના આવી જઈશું
બીજે દિવસે સવારે ટાઈમ અને હોટેલ ના નામ અને રૂમ નંબર સાથે આવી ગયા થ્રી મસ્કેટીયર્સ ગ્રુપમાં વોટ્સ એપ પર.. કંગના એ નહાવામાં વધારે સમય લગાડ્યો કુશલે નોટીસ કર્યું ,ઓફીસના બહાને થોડો વેહલો કુશલ જતો રહ્યો ઘરની બહાર,કંગનાને મેદાન ખુલ્લું મળી ગયું ,સાસુને કહી દીધું બપોરે કઝીન્સની કિટીપાર્ટી છે એમ કહીને એ બપોરે એક વાગ્યે ઘેરથી નીકળી ગઈ નિલયે એને એના ઘરની નજીકથી ઉપાડી, બંને જણા પોહચ્યા રસ્તામાં રીતેશ જોડે વોટ્સ એપ ચાલુ હતા રીતેશ વેહલો પોહચ્યો હતો રૂમમાં રાહ જોતો હતો …
સાંજના પાંચ વાગ્યે ત્રણે જણા થોડા થાકેલા પણ મસ્તીમાં રૂમ અને હોટેલની બહાર નીકળ્યા , હોટેલની લાઉન્જમાં એક પીલરની પાછળ જ મેઘના અને કુશલ સંતાયા હતા, મેઘનાના મોઢામાંથી અવાજ નીકળતા રહી ગયો કુશલે હાથ દાબી દીધો મેઘના ના મોઢે.
Previous Page | Next Page