Page 24
ડોકટરો કારણ શોધતા રહ્યા..કોઈ ને કશી સમજણ ના પડી કે આ શું થઇ ગયું સામાજિક વર્તુળોમાં હલચલ મચી ગઈ કુશલને સમજણ ના પડી કે નિલય અને કંગના બંને જણા એક સરખા તાવથી કેવી રીતે મરી ગયા..
કુશલ કે મેઘના માટે નિલય કે કંગનાનું મોત એ કોઈ આઘાત તો હતો જ નહિ ,કદાચ મનમાં વિચારેલી અવસ્થા કે ઈચ્છા હતી , જે પૂરી થઇ હતી ..
બીજા ત્રણેક મહિના વીત્યા રીતેશએ ફરી વોટ્સ એપ પર ગ્રુપ ક્રિયેટ કર્યું થ્રી ઈડિયટ્સ ..કુશલ અને મેઘના બંને જણે માર્ક ટાઈપ કર્યા
રીતેશે લખ્યું
મળવું છે તમને
બને જણાએ એક સાથે લખ્યું
નો ..
બીજા દિવસે રાત્રે રીતેશ અને ધારીણી કુશલના ઘરે આવ્યા, કુશલ કોઈ કારણસર બહાર હતો કુશલની મમ્મી સાથે વાત કરી કુશલ અને મેઘનાને પરણાવવા માટે અને એક જ પોઈન્ટ પર બધા કન્વીન્સ થઇ ગયા બંને જણા સમદુ:ખિયા છે, એ જ રીતે બીજા દિવસે રીતેશ ધારીણી મેઘના ના ઘરે ગયા અને મેઘનાના રી મેરેજ ની વાત કરી કુશલ સાથે … બધું મેળે મેળ ગોઠવાયું..ઘરમેળે કુશલ મેઘના ના લગ્ન લેવાયા …
કુશલ મેઘના સંપૂર્ણ અસમંજસમાં હતા રીતેશ માટે, એક તરફ એ લોકો નિલય અને કંગના સાથેનો રિતેશનો વ્યભિચાર યાદ કરતા હતા અને બીજી તરફ નિલય અને કંગનાના મોત પછી રીતેશે જે રીતે કુશલ મેઘનાને પરણાવવા અને સમાજમાં ફરી સેટ કરવા માટે મેહનત કરી હતી..
છ એક મહિના વીત્યા કુશલના મોબાઈલ પર રીતેશ નો ફોન આવ્યો કુશલ હું સાલ હોસ્પિટલમાં એડમીટ છું મને મળવા આવ કુશલે પૂછ્યું શું થયું છે તને ..? તું આવ પછી કહું
કુશલ સાલ હોસ્પિટલ પોહચ્યો ,રૂમમાં નર્સ હતી એને બહાર મોકલી ,રીતેશને બાટલા ચડતા હતા રીતેશે કુશલ ને કીધું મારા બેડ પર બેસ ..
Previous Page | Next Page