Page 26
પણ સાથે સાથે નિલયે પોતાની ઐયાશીઓ ચાલુ રાખી, એ ઇન્ડિયા પોતની અમેરિકન કંપનીની જોબમાં ટ્રાન્સફર લઈને આવ્યો, કમાણી નિલયની પુષ્કળ હતી, વળી પાછું ફારઇસ્ટનું ટુરીંગ પણ એને ઘણું રેહતું ..
કંગના નિલય પાસે તારું અને મેઘનાનું સોલ્યુશન લેવા ગઈ હતી કંગનાને એવું હતું કે નિલય મેઘનાને વાળી અને સમજાવી લેશે .. પણ નિલય માટે તો એક નવું પંખી એની જાળમાં આવ્યું હતું.. મેઘના માટે તો એ ૧૦૦ ટકા નક્કી હતો કે મેઘના તારી સાથે વાતો કરશે કદાચ પણ તને આંગળી નહિ લગાડવા દે ..
નિલયે ધીમે ધીમે કંગનાને ફસાવી અને પોતાને ખર્ચે ઐયાશી ના રસ્તે ચડાવી , નિલય પાસે આખુ ગ્રુપ હતું સ્ત્રીઓ અને પુરુષોનું ..અને તારી કંગના એ કળણમાં ખૂંપી ગઈ …
કુશલ હવે જે બોલું તે ધ્યાનથી સંભાળજે ..રીતેશે સેહજ ટટ્ટાર બેસી ને કીધું… આ બધા સંબંધો ને લીધે નિલય અને કંગના ને એઈડ્સ થયો હતો ,જે અત્યારે મને છે …!!
પણ એ લોકો ને ખબર નોહતી કે એમને એઈડ્સ છે, સાધારણ તાવ માટે એ બંને મારી પાસે આવતા ત્યારે મેં બ્લડ સેમ્પલ લઇ અને મોકલ્યા હતા… તને યાદ હોય તો પેહલી વાર પેલી હોટેલ માં જયારે હું એ લોકો સાથે ઐયાશી કરીને બહાર આવ્યો ત્યારે જ મેં તમને બને ને કહ્યું હતું કે કંગના કે નિલય ને અડશો નહિ કે અડવા દેતા નહિ .. કારણ કે મને ત્યા હોટેલમાં જ એમનામાં એઈડ્સ ના લક્ષણો દેખાઈ ગયા હતા…
મારો એઈડ્સ આગળ વધતો હતો હું ડોકટર છું.. પણ મેં ધારીણી ને મારો આ રોગ નથી આપ્યો… બહુ બધા ખોટા કામ કર્યા બે વધારે એમ કરી અને મેં જ આફ્રિકાની ટ્રીપ ઉભી કરી…અને મેં જ બધાને યલો ફીવરની વેક્સીન આપી..અમને ડોક્ટરને સરકાર કોઈને મારી નાખવાનું લાયસન્સ આપે છે પણ અમને ટ્રેઈન એવી રીતે કરવામાં આઅવે છે કે અમે કોઈને મારી ના શકીએ,પણ મને આપેલી સરકારની કોઈને મારી નાખવાની છૂટ નો મેં તારા અને મેઘનાના ભલા માટે ઉપયોગ કર્યો પેલી યલો ફીવરની વેક્સીનને લીધે અને કંગના અને નિલય ને યલો ફીવર થયો અને એ બંને જણા મરી ગયા… આમ તો વેહલા મોડા એ બંને જણા મરવાના જ હતા પણ મેં થોડા વેહલા પતાવ્યા..
Previous Page | Next Page