Page 5
કુશલ એકદમ ભડક્યો તારે વળી તારી ફ્રેન્ડને મને બતાડીને શું કામ છે ? આટલા લફરાં ઓછા ચાલે જિંદગીમાં છે ? કાલે તારી બર્થ ડે છે એટલે હું તારી સાથે લંચ પર આવવાનું રિસ્ક લઉં છું અને એમાં ઉપરથી તું પાછી તારી ફ્રેન્ડ ને કેમ વચ્ચે ઘાલે છે ..? મેઘના વળગી રહી એની વાત ને ..ના હું મારી ફ્રેન્ડને તો સાથે લાવીશ જ, કુશલે કીધું કે તું જો તારી ફ્રેન્ડને સાથે લાવીશ તો હું મારા ફ્રેન્ડને પણ લાવીશ, મેઘના મક્કમ મોઢે એ ઘસી ને ના પાડી ના એ વાત તો આ જીંદગીમાં નહિ બને કુશલ, અને તું એક વાત યાદ રાખજે તારે આપણા બંને વિશે ક્યારેય કોઈને વાત કરવાની નથી અને જે દિવસે તે કોઈને વાત કરી એ દિવસથી પછી હું તને ક્યારેય નહિ મળું , કુશલ અકળાઈને બોલ્યો ચોક્કસ નહિ મળે મેઘના..? એ મક્કમતાથી કીધું હા સો ટકા .. ઓકે કરીને કુશલે મોબાઈલ હાથમાં લીધો અને એના ફ્રેન્ડ રીતેશ ને ફોન લગાડ્યો રીતેશ ક્યાં છે બકા .? સામેથી જવાબ આવ્યો વસ્ત્રાપુર.. ઓહ્ હું અહિયાં આલ્ફા વન મોલની ગલીમાં જ છું પેલી મેઘના જોડે જ ઉભો છું, ફોનમાં સામેથી જવાબ આવ્યો આવી જા..મેઘનાએ ઝાપટ મારીને મોબાઈલ કુશલના હાથમાંથી ઝુટવી લીધો અને કાપી નાખ્યો તું ખરેખર મારાથી આટલો બધો ત્રાસી ગયો છું કુશલ ?
કુશલે ગુસ્સામાં કીધું હા બોલ ત્રાસી ગયો છું હવે શું ? મેઘના મોઢું ફેરવીને બોલી ..જો કુશલ કાલે મારી બર્થડે છે ખાલી ખાલી તું અત્યારે મારો મૂડ ના બગાડ, કુશલ અકળાયો મને તારી આજ સુધી એકપણ વાત સમજમાં આવી નથી મેઘના, તારે મારી પાસેથી જોઈએ છે શું ? તું શું કરવા દિવસ ના દસ વોટ્સ એપ મેસેજ અને બે ફોન કરે છે ? રોજ રોજ ચાલીસ ચાલીસ મિનીટ મારી જોડે તું ફોન પર વાત કરે છે ,ફોન ઉપર બધી ડાહી ડાહી વાતો કરે છે, અને પછી પાછી દર અઠવાડિયે મળવાની જીદ કરે છે,અને જયારે જયારે તું મળે છે ત્યારે તારી બધી જ વાતો ઉટપટાંગ હોય છે,છેલ્લા પાંચ વર્ષમાં તો હું રીતસરનો ત્રાસી ગયો છું તારાથી, અને હું સેહજ પણ મજાક નથી કરતો ,ધીસ ઈઝ હન્ડ્રેડ પર્સન્ટ ફેકટ મેઘના, કુશલ નો ગુસ્સો અને બદલાયેલું વર્તન જોઇને મેઘનાએ રડવાનું ચાલુ કર્યું કુશલે ગુસ્સામાં મોઢું ફુલાવી ને કરડાકીથી કીધું તું રડવાનું બંધ કર મેઘના,
Previous Page | Next Page