કઈ કેહવત વાપરવી ..?
કાબે અર્જુન લુંટયો ..વહી ધનુષ વહી બાણ ..
અબ આયા ઊંટ પહાડ કે નીચે ….
ચેત મછંદર ગોરખ આયા …
સમજદાર કો ઈશારા કાફી …
ક્યાં વાક્યો વાપરવા ..?
તું ખોટો અને હું જ સાચો ..
હું જે બોલું તે સત્ય ..
ચલ એ ભાઈ હું હું હું હું …
ક્યા શબ્દો વાપરવા ..?
મદ
ફેકું
લવારી
બેફામ
હું
ચાલવા દો …હું તો ખુશ ખુશ છું પેહલા પણ બળતરા કરતો હતો કે આ અરવિંદ કેજરીવાલ જશે તો જન આંદોલનો નો ખો નીકળી જશે …ચાલો ભગવાન ની મોટી મેહરબાની થઇ આ દેશ પર ..અરવિંદ કેજરીવાલ જીત્યા …જો કે કિરણ બેદીની શર્મનાક હાર થી દુખી છું ….પણ બહુ જ જરૂરી હતું …વાણી વિલાસ ને રોકવા આ પરિણામ … મભમ માં બોલતા લોકો નું સાહેબ ને સંભળાતું નોહતું …
આજે નરેન્દ્ર મોદી નું એક સપનું પૂરું થયું ભારત કોંગ્રેસ મુક્ત થયું …પણ હકીકતે થયું કે નહિ ..?ના કોંગ્રેસ ની ભાષા ભાજપ બોલતું થયું ..અને એક નવો કોંગ્રેસ પક્ષ ઉભો થઇ રહ્યો હતો …ભાજપ માં કોંગ્રેસી કલ્ચર ઘુસતું થયું …બસ મજા આવી ..હજી સુધારો તો સારું નહિ તો અમદાવાદ ની મ્યુંનીસીપાલીટી હાથ માંથી જશે …..વધારે પડતું લાગે છે પામ અસંભવ નથી …..જાગો તો સારું ….. પરમદિવસે એક ઘટના બની ઇદગાહ ચોકી પાસે , દારૂ નું પીઠું લોકો એ બાળ્યું ભેગા થઇ ને …..
સુપ્રભાત
શૈશવ વોરા