હવે થોડુ સંસ્કૃતિ નો અને ગંદકી નો સંબંધ જોઇએ..
સંસ્કૃતિ એટલે પ્રસંગો અને તેહવારો…. જીવન નો સૌથી મોટો પ્રસંગ એટલે લગ્ન …. તો લગ્ન મા વરસો સુધી અને કદાચ હજી પણ ઉકરડી પુજવા જતા… ચાર છાંટા કંકુ ના ઉકરડે નાખતા …ગામડા ના લગ્નો મા હજી ઉકરડા ની પુજા થાય છે… હવે આ ઉકરડો એટલે શું ?નાના હતા ત્યારે તમને અને મને ઘર માં બધુ ઉંધુચતુ કરીએ એટલે મમ્મી બોલે આ ઉકરડા જેવુ ઘર કોણ સાફ કરશે?? એ ઉકરડો નહી…ખરેખર ઉકરડો એટલે …. છાણ માટી અને વધેલુ થોડુ ઘાંસ … ભેગુ કરી ને રાખવા મા આવે સમય જતા સડે અને તેનુ ખાતર થાય અને એ ખાતર થી ધાન ઉગે….માટે ઉકરડો પુજાતો …..લગ્ન વખતે …
હવે કોઇ ટપકી ગયુ …મરી ગયુ …ઉત્તર દિશા માં માથુ મુકો … પથારી ફેરવો… પેલુ આપણે બોલ્યે ને યાર મારી તો પથારી ફરી ગઇ … એ ભાઇ પથારી કયારે ફરે તું ઉકલી જાય ત્યારે … પણ નીચે જમીન પર ગાય ના છાણ નો સાથરો કરે …. ઓહ નો ગાય નુ શીટ…એની ઉપર મને સુવાડે .. યો બેબી.. યુ હેવ ટુ…
હાઉ ડિસઘસટિંગ…સો પથેટીક ..
હવે આ બેબી ને કયાં અંદાજ છે જેવી તુ એંસી વરસ ની થઇ ને જેવી ગઇ …એવુ તરત તારા પેડિ અને મેનિ કયોર આ છાણ માટી માં જવાના….
તેહવારો ની ગંદકી…. પેહલુ નામ હૉળી અને ધુળેટી..વર્ણન ની જરુર નથી..
આવી ઘણી બધી વસ્તુઓ છે આપણા અંદર વણાયેલી છે…. જેને આપણે ગંદકી કહીયે છે….
પાન પિચકારી પડીકા અને પ્લાસ્ટિક …..
તદ્દન બેફામ ઉપયોગ બધા નો ….
પાન કયારેક શોખ માટે ખવાય …રાજા રજવાડા ખાતા જોડે થુકદાની રાખતા… આ તો દાડા ના દસ પાન અને વીસ મસાલા …. થુકવાનુ કયાં ?? એના પરમ પુજય પ્રાતઃ સ્મરણીય પિતા શ્રી એ બનાવેલા રોડ પર…..
બંધ કરવા નો કોઇ રસ્તો ?? ખરો ને કેમ નહી…
ઘેર કુતરુ પાળયુ હોય અને કુતરુ ઘર માં પોટ્ટી કરે તો ..?? એ જ પોટ્ટી મા કુતરા ને જબરજસ્તી એનુ નાક નાખી સુંઘાડો …. ફરી એ જગ્યા એ પોટ્ટી નહિ કરે..
એવી જ રીતે પાન મસાલા ખાનાર ને જોડે થુકદાની આપો અને એમની પાસે ધોવડાવો…. ફરી નહી ખાય …સરસ તાંબા ની થુકદાની …એટલે થોડી ઘસવી પડે…
પડીકા અને પ્લાસ્ટિક ..
રૂપિયા ની વેફર અને બાકી ની હવા અને પ્લાસ્ટિક …આ પ્લાસ્ટિક ને પાછુ મુળ રૂપ મા લાવવા નો ખર્ચો કેટલો..??? પ્લાસ્ટિક ની બાયો ડીગ્રેડીબિલિટી સો વરસ થી વધારે ….કાગળ નથી… આ પ્લાસ્ટિક છે..સાહેબ …માટી નુ માટલુ નથી… તૂટયા ભેગુ માટી…આ તો બસો વરસે આ પ્લાસ્ટિક ની માટી થાય…જૈનમ ના મમ્મી..ગોપાલ ની જશોદા….
અમે તો હવે મોટી જમણવારી ઘરે હોય ને તો બધુ ડિસપોઝેબલ જ વાપરી એ છીએ …. એક તો નોકરો આવે નહી અને એવા વીસ વીસ પચીસ જણ ના વાસણો કોણ ઘસે…. જયતી ના મમ્મી ઉવાચ એકદમ સાચી વાત છે.. નોકરો નો બહુ ત્રાસ છે…… પ્લાસ્ટિક નો બેફામ ઉપયોગ …ચોક્ખી કરવા મા પર્યાવરણ ની ઘોર ખોદાય …..
હે મહાવીર…હે કૃષ્ણ ચાલવા દો… કાલે આગળ ….
શુભ રાત્રી
– શૈશવ વોરા