Page-13 બાકીના બધા હીજડા ની ચોકીદારી હતી .. ભરી બંદુકે ચોકીદારી થતી રંગમહેલ ની,સરમણ સરસ મજા ના કપડા પેહરી રંગમહેલમાં દાખલ થયો …ચોયણામાં એણે ગાંજા અને ધતુરાના ફૂલ ભેગા બાંધ્યા હતા, સરમણ ઉતાવળા પગલે છોટે નવાબ મન્સુરખાન સાહેબના કમરા તરફ આગળ વધ્યો.. એક મોટા શાહી કમરામાં મન્સુર ખાન અને જદ્દ્ન બેઠા હતા … અંદર આવી અને સરમણએ કુરનીશ બજાવી .. હુઝુર ની સેવા માં હાજર કર્યો છે મને બડે નવાબ સાહેબશ્રી એ …જદ્દ્નની આંખ માં ચમક આવી ગઈ…મન્સુરખાન કઈ સમજ્યો નહિ .. ઉભો થઇ અને સરમણ ની નજીક આવ્યો અને ધીમા અવાજે પૂછ્યું તું અહિયાં મારી સાથે શું કરીશ … સરમણએ ધીમા અવાજે કીધું જે તમે મારી સાથે પેહલા કરતા એ કરજો ,અને આની નથ ઉતારીને હું મોકલીશ ,તમારું અને મારું બંને નું સચવાશે મન્સુર ગેલમાં આવી ગયો ,મેહફીલ સજાવા નો હુકમ થયો ….. જદ્દ્નને પણ ઈશારામાં સમજાવી દીધી સરમણએ … આખી રાત લગભગ જ્દ્દ્ન નાચી ,મન મૂકીને આજે કોઈ ભય વિના જદ્દ્નને એના સરમણ જોડે રાત ગાળવાની હતી …
પરોઢનો એક થયો …મુજરો પત્યો … ત્રણે જણા નવાબના કમરામાં પોહચ્યા …આછું અજવાળું હતું એક લાલટેનનું .. સરમણએ જદ્દ્ન ને કીધું ગુસલખાનામાં જા ,નાહી ને આવ ત્યાં સુધી છોટે નવાબ ને હું સંભાળુ છું ..છોટે નવાબના હુક્કામાં ગાંજા ના થોડા ફૂલ સરમણએ ભેળવ્યા.. છોટે નવાબ ચાર પાંચ વર્ષ પાછળ જતો રહ્યો …સરમણના બદન પર હાથ ફેરવવા લાગ્યો એને મોજ આવી ગઈ …. સરમણનુ અંગરખું દુર કર્યું છોટે નવાબે ,અને એના ખુલ્લા બદન પર બાચકા ભરવા લાગ્યો ….ગાંજાના ફૂલ અસર કરતા હતા, સરમણ સાચવી સાચવી ને છોટે નવાબ ને આગળ વધવા દેતો હતો …નશો ચડે એની રાહ જોતો હતો …શરાબ અને ગાંજો ભેગા થયા ,છોટે નવાબે એક જોરદારનું બચકું સરમણની છાતી પર ભર્યું અને સરમણના મોઢા માંથી ગાળ નીકળતા રહી ગઈ ….પણ છાતીમાંથી લોહી નીકળી ગયું …અને નવાબ લગભગ બેભાન થઇ ગયો …નવાબ થોડા સમય માં જન્ન્ત ની સેર પર પોહચી ગયા ..જદ્દ્ન નાહી ને કમરા માં આવી એક ઢોલીયા પર નવાબ ને બેહોશ પડેલા જોયા… અને સરમણ ની છાતી માંથી લોહી નીકળતું જોયું તરત જ એણે એક કપડું સરમણ ની છાતી પર દાબ્યું ..લોહી અટકાવવા… … cont.page-14
No Comments