Page-14 જદ્દને સરમણની સામે જોયું આ શું ..?? સરમણ દુઃખી ચેહરે ખુલ્લી બારી પાસે પોહચી ગયો ખુલ્લા બદને … પાછળ જદ્દ્ન આવી અને ઉભી …સરમણ બારી માંથી ચન્દ્ર ના આછા અજવાળામાં ગિરનારની ટેકરીઓ જોતો હતો… જદ્દને સરમણ ના ખભે ધીમેક થી હાથ મુક્યો .. અને પૂછ્યું ક્યીયાર આ માણહ તને ચૂંથે સે ..?? સરમણ કઈ બોલ્યો નહિ …જદ્દ્ન ફરી બોલી એ સરમણ મને નહિ ક્યે તો કોને કહીશ … બોલ્ય ને સરમણ, આ ઝણ તને ક્યારનો ચૂંથે સે … સરમણએ એક આંગળી કરી અને દુર ની ટેકરી દેખાડી ….યાં જો જદ્દ્ન ઓલી ટેકરી ની વાહે અમે દોસ્તારો તેર ચૌદ વરહ ના ચાર પાંચ સોકરાઉ રમતા ..આ છોટો નવાબ એક દિ ત્યાં થી જાતો તો ..અને ઈની નઝર મારી અને મારા ભેરુ પર પઈડી અમને બે ઝણ ને હાંજે બોલાયવા… પાહે બેહાડી ને હારી હારી વાતું કરી અને અમને ઝમાંડ્યા નવા નવા વાના …અમે તો ખુશ ખુશ થયા …. પસે ધીમેક થી અમને ઈની ઝાંઘો પર બેહાડ્યા ત્યારે મને ભાન થ્યું કે કાંક ખોટું થાય સે .. મેં ભાગવાની બઉ કોશિશ કયરી પણ…ઈની હારે ઓલો ફાતડો ચોકીદાર હતો ઈને મને ઝાલી રાયખો …
સરમણએ નિસાસો નાખ્યો … ઇના બાચકા હું તો સહન કરી ગ્યો ,પણ મારો ભેરુ બહુ રાડો નાખતો અને રડતો ..ચીસુ નાખતો ..અને ઈ મારો ભેરુ ઝેમ ઝેમ ઈ ચીસુ નાખે ને ઈમ આ નરાધમ ને વધારે મઝા આવતી અને ઓલો ફાતડો મારા ભેરુ ને પકડી રાખતો અને આ નરાધમ બાચકા ભારે ઓલ્યા ને ,મારા ભેરુ તો ઝાડો પેશાબ ના બધાય અંગ આ રાખ્ખાસ દાંતે થી કાપીને ખાઈ ગ્યો .. અને ઈનો ઝીવ મારી હામે વયો ગ્યો …..હું ઓલા ફાતડા હાથમાંથી સટકયો અને મુઠીઓ વાળી ને ભાયગો.. બોલતા બોલતા સરમણ ની આંખો લાલ થઇ ગઈ અને આંખ ની કિનારે પાણી આવી ગયુ… જદ્દ્ન દોડી અને પાણી લાવી સરમણ પાસે …સરમણએ ઘૂંટડો પાણી પીધું ..જદ્દને કીધું તે પસી કોઈ ને વાત નો કયરી ..? કોને કરું ..? મારું હતું કોણ ..? મને એટલી ખબર કે મારી મરતી માં મને ઓલ્યા ઘરડા દિવાન સાહેબ ને આપી ગઈ હતી ….અને કીધું તુ ઈમને કે આને તમારી ચાકરી માં રાખજો ….થોડા ડી થ્યા હું દિવાન સાહેબ ને યાં ગ્યો ..રડતા રડતા બધી વાત કયરી …તે દી મને દિવાન સાહેબે ઈમના ઘર માં સંતાડ્યો … પસી થોડા દિ થ્યા તે પસી મને બાલાસિનોર મોકલી દીધો દિવાન સાહેબે …. cont.page-15
No Comments