Page-18 સરમણ એ ગુસ્સા થી કીધું તને હમણાં કીધું તો ખરું ..મને નથ ખબર .. તો પસી તું શાને આઘો પાસો થાય સે ,જેમ તને કોઈ તારી મા ના પેટમાં મૂકી ગયું ઈમ તું કોઈ બીજી માંના પેટ માં તારું સોકરું મુક….જદ્દ્ન બોલી .. સરમણ થોડો ભોંઠો પડી ગયો …..અને ઝો આ તો ધરમ નું કામ થાહે હું તારી હારે સુ …દે આની બેગમના પેટ એક સોકરું…. આવો રાખ્ખ્સસો નો વંશ તો આંય પૂરો કર્ય …સરમણ તૈયાર થઇ ગયો…
રાજ્મેહલ થી એક બંધ બગ્ગી આવી અને ત્રીજા નબર ની બેગમ રંગમેહલમાં આવી …મન્સુરને સમજણ ના પડી કે કેમ મોકલવામાં આવી છે આને અહિયાં પણ .. જદ્દને ફોડ પાડ્યો કે કાલ રાત વાળી ચાદર રાજમેહલ ગઈ છે હવે તમે નવાબ સાહેબ ને વારસ આપો ..માટે આ બેગમ ને મોકલી છે …મન્સુર થોડો અસમંજસ માં આવ્યો એને એમ જ હતું કે સરમણ જો સાથે કમરા માં હશે તો એ કઈક કરી શકશે … જદ્દ્ન સમજી ગઈ …સામે થી બોલી હજૂર આપણે ચારે એક જ કમરા માં રહીશું .. ફરી મન્સુર ગૂંચવાયો એને બીક લાગી બેગમ કઈ ક્યાંક બોલી ગઈ તો..? સામે થી જદ્દ્ન બોલી હજૂર ઉનકો ભી આપકી રિયાસત કી બેગમ એ ખાસ બનના હૈ ,કભી મુહ નહિ ખુલેગા .. ઇત્મીનાન રાખીએ ..મન્સુર ફરી એકવાર ગેલ માં આવી ગયો …
રાત પડી વચલી બેગમને બહારથી જ બધું દિવાન સાહેબ થકી સમજાવી દેવામાં આવી હતી , મન્સુર ના કમરા માં જ જદ્દ્ન ,વચલી બેગમ અને સરમણ ગોઠવાયા ..પરદો હટાવ્યો બેગમે પોતા ના મોઢા પરથી સરમણ જોતા જ આભો બની ગયો રૂપ રૂપ નો અંબાર હતી બેગમ .. જામ પીરસાયા ..સરમણ સિવાય બધાએ લીધા ..હુક્કા માં ગાંજો નખાયો .. બેગમ ને પણ હુક્કો અપાયો.. અર્ધ બેભાન જેવો નશા માં ચુર મન્સુર રીતસર સરમણ પર ત્રાટક્યો .. થોડા બાચકા ભર્યા અને શાંત થઇ ગયો ..ઘેન માં સરી પડ્યો બેગમ ને જદ્દને ઈશારો કર્યો ઢોલીયા પર જવાનો… બેગમ ઢોલીયા પર… ચુપચાપ બેગમ ઢોલીયા પર ચડી ગઈ … સરમણ એની જગ્યા પર બેઠો રહ્યો .. નવાબ ગાલીચા પર બેહોશ પડ્યો હતો ..એકદમ થોડો નવાબ હાલ્યો અને બેગમ કરી ને બુમ મારી બેગમ ઢોલીયા પરથી કુદી ને સીધી નવાબ પર પડી … નવાબ એકાદ મિનીટ માં શાંત થયો બેગમે ઈશારો કર્યો જદ્દ્ન ને … ..cont.page-19
No Comments