Page-21 જા ઉપાડી લાવ તારી જદ્દ્ન ને અહિયાં મારા ઘર માં ભોયરા માં પડી રેહજે.. મારા ઘર ના બહાર ના આવતો …દિવાન સાહેબે એમના ગોઠવી રાખેલા ચક્કરો ચાલુ કર્યા …ગઢ માં રાજ્મેહલ માં બડે નવાબ ને જગાડવા માં આવ્યો… પાણી સાથે બીજું કૈકપણ પીવડાવવામાં આવ્યું …..
જુનાગઢ ની સવાર ખતરનાક હતી .. છોટે નવાબ મન્સુર ખાન સાહેબ જન્ન્તશીન થયા હતા …આળ જદ્દ્ન પર નાખવા માં આવ્યું હતું …સરમણ નું તો નામ લેવાય એમ નોહતું.. સરમણ અને જ્દ્દ્નને દિવાન સાહેબે પોતાના ઘર માં ઘાલ્યા હતા …
દિવાન બશીર મોહમ્મદ સાહેબ ને હજી પેહલો કાંટો કપાયો હતો .. બડે નવાબ બાકી હતા …છોટે નવાબ ના જનાજા ને કાંધ આપતા આપતા જ બડે નવાબ સાહેબ જનતા ની સામે ઢળી પડ્યા અને મોઢા માંથી ફીણ નીકળી ગયા …ગઢ માં હાહાકાર મચ્યો …એક જ દિવસ માં બાપ દીકરો બે ગયા …જનાનખાન માં કાળો કેર મચ્યો… એક સાથે બાર બાર બેગમો ને રંડાપો આવ્યો …
બંને નવાબો ના કફન દફન સાથે થયા …રાજકોટ થી અંગ્રેજ સરકાર ના પોલીટીકલ એજન્ટ આવ્યા મન્સુર ખાન ની બેગમો ને પ્રસવ ના થાય ત્યાં સુધી સત્તા દિવાન બશીર મોહમ્મદ સાહેબ ને સોપાઈ …..દિવાન સાહેબ ના ઘર ના ભંડાકીયામાં સંતાયેલા જદ્દ્ન અને સરમણ આઘા પાછા થતા હતા…..
એક રાત્રે બંને જણ ને જગાડવા માં આવ્યા ચાર પાંચ માણસો હતા …ચાલો બહાર ..હાથ પગ બંધાયા બને ના અને આંખે પાટા .. જદ્દ્ન સમજી ગઈ ક્યાં તો મોત ક્યાં તો મુક્તિ ….
એ જ મંદિર ના પાછળ ના અવાવરું કુવા પાસે બંને જણ ને લાવવા માં આવ્યા , આંખ ના પાટા ખુલ્યા ..અને મારવા ની તૈયારી થઇ … સરમણ સમજી ગયો …ગણી લીધા કેટલા છે … પાંચ પુરા હતા … એક જણ વધુ પડતો હતો…..
કુવા માં દોરડા નખાયા બે જણ ને કુવા માં જ ફાંસી ની તૈયારી હતી ..સરમણ ની નજર ફરવા માંડી કોઈ પાસે તલવાર અને કટારો સિવાય એક પણ હથિયાર નોહતું , બંદુકડી ક્યાય દેખાય નહિ…સરમણએ જદ્દ્ન ને ઈશારો કર્યો જદ્દને હામી ભરી …
No Comments