Page-22 જય ગિરનારી કરીને બાંધેલા હાથે સરમણ તૂટી પડ્યો … હાથની દોરડાની પક્કડ થોડી ઢીલી થઇ અને સરમણએ ખોલી નાખી ..પગ પણ છૂટ્યા .. પાંચે પાંચ ની જોડે બથ્થમ બથ્થા આવી ગયો સરમણ ..પણ પાછો પડતો હતો …
એટલામાં દુર થી એક તલવાર ચન્દ્ર ના અજવાળા માં એક તલવાર ચમકી , એક ભાગવા વસ્ત્રધારી દોડતા આવ્યો .દેખાણો …સરમણ ને હિમત આવી …ઝનુન થી પાંચે ને જમીન પર પાડી દીધા …પેલા ભગવાધારી એ પાસે આવી અને એક તલવાર સરમણની તરફ ફેંકી બીજી પોતાની પાસે હતી એ વીંઝવા ની ચાલુ કરી .. બંને જણા એ ભેગા થઇ ને પાંચે પાંચ નું ઢીમ ઢાળી દીધું …. બાવાજીની સામે સરમણ થોડા અચંબાથી જોઈ રહ્યો … જદ્દ્ન એની પાછળ સંતાઈ ..સરમણએ બે હાથ જોડી ને પૂછ્યું .. તમે કોણ બાપ.. બાવાજી એ કીધું ..બાપ કે સે ને પૂસે સે તમે કોણ ..? ઝટ ઝટ વિયો ઝા ..પોરબંદર ઝાતો રે યાં થી એક આગબોટ જાય સે સીધી કરાંચી ..આ તારી બાયડી ના પેટ માં જે સે ઈ બાર વરહ નો થાય પસી ..આય પાસો આવજે, ચોથી ટૂંકની ઝમણી બાઝું કેડી સે ,યાં ખીજડાના ઝાડ નીચે એક સમાધિ હશે … એને પગે લગાડજે તારા ગગા ને …ત્યાં લગણ કાઠીયાવાડમાં પગ નો મુકતો …આટલું બોલી બાવાજીએ એક પોટલી સરમણના હાથમાં આપી અને પાછા જંગલ માં ઉતરી ગયા ..સરમણ જોતો રહ્યો જદ્દ્ન અવાક હતી…એણે હજી સરમણ ને પણ નોહતું કીધું કે એ પણ બે જીવ સોતી છે સરમણએ પોટલી ને ખોલી ,સોનાચાંદી ના સિક્કા હતા,બને જણા એ દોટ મૂકી જે મળ્યું એમાં પોરબંદર અને ત્યાંથી કરાંચી,
ગગો જન્મ્યો બાર વરહ નો થ્યો હિન્દના ભાગલા પડ્યા … અને ગિરનારની ચોથી ટૂંક પર આવી અને ખીજડા ના ઝાડ નીચેની સમાધિ શોધી ….સરમણ ને બાપ મળ્યો સમાધિ માં ….!! સમાપ્ત
મિત્રો ,
એક સ્પષ્ટતા જરૂરી છે , તમામ પાત્રો અને ઘટના કાલ્પનિક છે , જુનાગઢના નવાબ અને તેમના પરિવાર સાથે આ વાર્તા ને ક્યાંય કોઈ સબંધ નથી ….જો કોઈ સંજોગોવશાત ક્યાંક જોડાણ લાગે તો એ એક સંયોગ માત્ર છે ,આ વાર્તા ફક્ત અને ફક્ત મારી કલ્પના જ છે … કોઈ આહત થાય તો ક્ષમા પ્રાર્થું છું -શૈશવ વોરા
No Comments