Page-4 બેચાર તવાયફો તો મન્સુર ની હેવાનિયત ના કિસ્સા સાંભળી ને ભાગી ગઈ , સુલતાના બેગમએ બડે નવાબ કાસીમ અલી નો છેલ્લો પ્રયત્ન હતો …છોટે નવાબ મન્સુરખાન માટે …
સુલતાના બેગમે જુનાગઢમાં પગ મુક્યો ને સમજી ગઈ ..ગમે તેમ તોય રૂપિયાવાળો નવાબ લાગે છે ..પેહલા જ એણે જાણી લીધું કે નવાબ ને કેટલી તોપ ની સલામી મળે છે.
બીજા દિવસે સુલતાના બેગમ બડે નવાબ કાસીમઅલી સાહેબની ખિદમત માં હાજર થઇ …ચાલીસ ની સુલતાના પર બડે નવાબ સાહેબ ની નજર ઠેહરી ગઈ..પેહલેજ દિવસે બડે નવાબ સાહેબે સુલતાના બેગમ ને મુહ દિખાઈના રૂપિયા પચીસ હજાર ચાંદી ના રાણી છાપ સિક્કા પુરા નજરાણામાં ધર્યા …અને રાત્રે બડે નવાબ સાહેબ રંગ મહેલમાં જ રોકાયા ….સુલતાના એ વશ માં કર્યા બડે નવાબ સાહેબ ને એક રાત માં જ ..સાહીઠના બડે નવાબ કાસીમઅલી સાહેબ પાંત્રીસના થઇ ગયા …
બડે નવાબ સાહેબને લાગ્યું કે આ બરાબર તીર વાગ્યું છે….સુલતાના બેગમ રસ્તો કરશે ….ધીમે ધીમે બડે નવાબ કાસીમ અલીસાહેબ અને સુલતાના બેગમ વચ્ચે નિકટતા વધતી ગઈ …નવાબે પેટ ખોલ્યું સુલતાના આગળ … છોટે નવાબ મન્સુરખાન માટે… ઈશારામાં સુલતાના સમજી ગઈ …પણ જાતની તવાયફ હતી સુલતાના …ઘોડા ને ઘાસ ની દોસ્તી પાલવે એમ નોહતી …એને જ્દ્દ્ન નો ખરીદદાર મળ્યો હતો …સાડા ત્રણ લાખ રૂપિયામાં જદ્દ્નનો સોદો થયો …અને જો શેર માટી ખોટ પુરાય તો પાંચ લાખ સિક્કા ચાંદી ના પુરા મળે ….ત્રણ મહિના પુરા જુનાગઢ માં કાઢ્યા સુલતાના એ નવાબની મેહમાનગતિ માણતી રહી…એક વેહલી સવારે સુલતાના એ જદ્દ્ન ની ધૂપ થી નજર ઉતારી … આજ તેરી જિંદગી કા બહોત બડા દિન હૈ બેટી જદ્દ્ન ..રાત કો તેરી નથ ઉતરેગી ..ઔર વો ભી છોટે નવાબ મન્સુરખાનસે ..પૂરી સતરાહ તોપ કી સલામી દેતી હૈ અંગ્રેજ સરકાર ઉનકો …ઐસા નવાબ તેરી નથ ઉતારેગા ….પૂરે સાડે તીન લાખ રૂપિયે મેં .. ઇતની બડી રકમ આજ તક તેરી કિસી ભી ખાલા કે બેટીયો કી નહિ મિલી હૈ…
જદ્દ્ન ના પેટ માં ફાળ પડી….જેનો સોદો કરી આવી એની માં સુલતાના બેગમ એ તો એ મફત માં સરમણ ને આપી ને આવી છે … પકડાઈ ગઈ તો..? મોત .. click here cont.page-5
No Comments