Page-5 બીજો કોઈ રસ્તો નોહતો દેખાતો …જદ્દ્ન સરમણ ને યાદ કરવા લાગી ..પેહલીવાર રંગમેહલ માં સુલતાના બેગમનો મુજરો થયો ત્યારે બડે નવાબ સાહેબની બિલકુલ પગ પાસે બેઠો હતો સરમણ, અને જદ્દ્ન માથે આછો ઘૂંઘટ નાખી અને સાજીંદાઓ ની સાથે બેઠી હતી … બડે નવાબ સાહેબ સુલતાનાની અદાઓ માં ખોવાયા હતા અને સરમણ ની આંખો જદ્દ્નના ઘૂંઘટ ને પાર કરી ને જદ્દ્ન પર રોકાઈ ગઈ હતી … બીજા કોઈ ને કશી સમજ ના પડી … રાત્રે મુજરો પત્યો સુલતાના રંગ મેહલ માં રોકાઈ ગઈ બાકી ના બધા ને ચાર પાંચ ઘોડાગાડીમાં બેસાડી અને ઉતારે મુકવા ની જવાબદારી સરમણ ને માથે નાખી બડે નવાબ સાહેબે … એક ઘોડાગાડી સરમણ જાતે હાંકવા બેઠો , જદ્દ્ન ઝટ કરીને સરમણવાળી ઘોડાગાડી માં ચડી બેઠી …બિલકુલ સરમણની પાછળ ..જદ્દને જાતે કરીને પોતાનો વાંસો સરમણ ને અડાડ્યો … એકદમ ગરમ ગરમ વાંસો હતો સરમણ નો ..લગભગ દાઝી જદ્દ્ન.. ઠેકાણું આવ્યું ઘોડાગાડીમાં બેઠેલા બીજા બે જણા ઉતરી ગયા….જદ્દ્ન ઉતારવા સહેજ ઉભી થઇ .. સરમણએ ઘોડ ને જરા સરખી લાકડી ખોસી અને ઘોડો બે પગે ઉંચો થઇને હણહણયો ..ગાડીમાં જદ્દ્નનું સંતુલન ચુક્યું પડવા જેવી થઇ ગઈ જદ્દ્ન .. સરમણએ હાથ ઝાલી લીધો જદ્દ્નનો અને બાવડેથી મજબુત રીતે પકડી પોતાની તરફ ખેંચી લીધી …અને કાનમાં કીધું , જદ્દ્નને મહાદેવ કે મંદિર આવો બપોરે …જદ્દ્ન ને ઝણઝણાટી થઇ ગઈ આખા શરીર માં સરમણ ના હાથ ની પકડથી અને એના બદન ની ખુશ્બુથી જદ્દ્નને …આખી રાત જાગતી પડી રહી જદ્દ્ન ..સવાર પડી પણ નક્કી નોહતું થતું શું કરવું જદ્દ્નથી.. છેવટે બપોર થઇ રાતની થાકેલી સુલતાના બેગમ ઉતારે પાછી આવી માથાબોળ નાહી, અને જમીને ઊંઘી ગઈ સુલતાના બેગમ...કાફલા ના બાકી બધા લોકોની સવાર પડી હતી ભરબપોરે ..જદ્દને શ્યામ ને કીધું મામુજાન મૈ થોડા ઘૂમકે આતી હું …શ્યામે હા પાડી … અને જદ્દ્ન ચુપચાપ મંદિર ની પાછળ પોહચી ગઈ … અલ્લડ એવો સરમણ , અસ્સલ કાઠીયાવાડી પોષકમાં સજ્જ સરમણ રાહ જોતો જ બેઠો હતો અને ઝાંખરા તોડતો હતો…દુરથી જદ્દ્ન આવતી દેખાઈ ગઈ હતી … સરમણના રૂવાંડામાં વીજળી દોડી ગઈ આખા શરીરમાં લોહી ભરાઈ ગયું ..દોડતી આવતી જદ્દ્ન અટકી ગઈ સરમણ ને જોઈ ને.. click here cont.page-6
No Comments