Page-9 સરમણ એને ઊંચકી ને બીજા કમરામાં લઇ ગયો રસ્તા માં જદ્દ્નના કાન માં કીધું બિલકુલ ઘભરાતી નહિ … છોટા નવાબ પુરુષમાં નથી…નપુંસક છે .. ખાલી ખોટી બુમો મારજે નવાબ ખુશ થઇ જશે…જદ્દ્નના દિલ માં થી ડર ગાયબ થઇ ગયો પાછળ સુલતાના બેગમ દોડી આવી ..સરમણ એને કમરામાં મૂકી નીચી નજરે બહાર નીકળી ગયો …
છેલ્લે નાચ કરવા આવી પાછી દરબાર હોલ માં જદ્દ્ન અને નાચ પત્યો મધરાત નો પાછલો પોહર થયો હતો ..રંગમેહલમાં છોટે નવાબ અને જદ્દ્ન રોકાયા … આજે સરમણની ઘોડાગાડીમાં સુલતાના બેગમ બેઠી …ઉતારા સુધી આવી ઘોડાગાડી , બીજા બે જણ ની હાજરી હતી ઘોડાગાડી માં એટલે સુલતાના બેગમ ચુપ હતી , બે જણા ઉતારી ગયા સુલતાના બેગમ આગળ ઘોડા પાસે આવી અને સરમણ ની સામે ઉભી રહી સરમણ ની આંખ માં આંખ નાખી સુલતાના બેગમે … સરમણ નફફટ જેમ હસ્યો સુલતાના બેગમ ની સામે .. અને ઘોડા ને પુચાકાર્યો અને ઘોડાગાડી દોડાવી ગયો ….સુલતાના સમજી ગઈ બધું સમજવા નું હતું તે …
બીજે દિવસે તાત્કાલિક અબ્દુલ અને શ્યામને સરમણ ને બોલાવવા દોડાવ્યા , સુલતાનાએ અને એ બંને જણા સરમણ ને લેતા આવ્યા …એક તવાયફ ને જો કોઈ ની સાથે પ્રેમ થાય એ બાકી બધી તવાયફ અને આખા કાફલા માટે બહુ ખતરનાક વસ્તુ હતી .. હજી સુલતાન બેગમ અને એના સાથીદારો ને જદ્દ્ન ની જુવાની વેચી ને પોતાનો બુઢાપો કાઢવાનો હતો ..અને એમાં જો જદ્દ્ન પ્રેમ કરી ને કોઈ ની સાથે ભાગે તો એમના બારે વહાણ ડૂબી જાય એમ હતું …
એક કમરા માં ચારે બેઠા … સરમણ નફ્ફટાઈ થી કૈક ગણગણતો હતો , સુલતાના ને એની આ અદામાં બહુ મોટો ખતરો દેખાયો … એણે થોડા કડપ થી પૂછ્યું મેરી બેટી કે સાથ ક્યા કિયા ..?સરમણએ એકદમ નફફટ જવાબ આપ્યો .. ઈ તે જે કરવા રંગમેહલ માં જદ્દ્નને સાત દિ મૂકી છે ને ઈ બધું ય ક્યરુ બોલ …હવે ક્યે મને શું કેહવાની છુ તું ….સુલતાના બેગમ ધીમે ધીમે થોડું ગુજરાતી સમજતી થઇ ગઈ હતી અને બાકી સરમણ ના હાવભાવ થી સમજી ગઈ .. એના પેટ માં તેલ રેડાયું … જો પકડાઈ તો ગઈ કામ થી .. ત્રણે ત્રણ જણાનું મોઢું કાળુંધબ થઇ ગયું … . cont.page-10
No Comments