હવે આગળ ગાય અને દૂધ અને હોર્મોન …
દોસ્તો પચીસ એક વર્ષ પેહલા ની વાત ….
અમારા ઘરે એક ફેમીલી ફ્રેન્ડ જે વ્યવસાયે ગાયનેકોલોજીસ્ટ છે તે આવેલા ……તેઓ પપ્પા કરતા લગભગ દસ વર્ષ સીનીયર .. એટલે અત્યારે તેઓ ૮૫ પન્ચાસી વર્ષ ના છે …લંડન માં એફ આર સી એસ લગભગ ૧૯૫૫ માં કરેલું … અને ત્યારે પચીસ વર્ષ પેહલા કન્યા ભ્રુણ હત્યા નવું નવું ચાલુ થયું હતું …
મેં તેમને એક સવાલ પૂછ્યો …માસી ઈન જનરલ છોકરા છોકરી ના જન્મ નો રેશિયો શું હોય છે … એમણે મને થોડો બ્રોડ સ્પેક્ટ્રમ માં જવાબ આપ્યો …
બેટા મેમલ્સ એટલેકે સસ્તન … જે જીવતા બાળક ને જન્મ આપે અને પોતાનું દૂધ પીવડાવે માં ૧૦૦ મેઈલ અને ૧૦૫ ફીમેઇલ નો રેશિયો હોય ….
સાદી ભાષા માં દર સો પુરુષે એકસો પાંચ સ્ત્રી ઓ જન્મે …
હવે મારો સવાલ તમને..
શું તમે એકસો પાંચ ગાય ની સામે સો આખલા કે બળદ રખડતા કે બાંધેલા જોયા…….
ક્યાં જાય છે આ એકસો બળદ ? આખલા ? કે પાડા ?
તમે ગામડા માં કે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છો તો જવાબ તમને ખબર હશે … નથી તો એક પશુપાલક ના શબ્દો .. સાહેબ પાડું આવે તો અઠવાડિયા પછી ધાવવા નું ઓછુ કરાવી દઈએ … પંદર દિવસ મહિના માં બંધ કરાવી ખાવા પર ચડાવીએ ..
અને લગભગ છ મહિના માં મરી જાય ….
કેમ મરી જાય ….?
એ તો ધાવણ ઓછુ મળે એટલે રોગ જલ્દી લાગે … અને પાડી કે ગાય હોય તો છ મહિના સુધી ધાવવા દઈએ .. .
અને જો બચી ગયો પાડો તો ??
હવે તો શું કામનો પેહલા બળદ ખેતી માં કોમ લાગતા હવે તો ટ્રેક્ટર આઈ જ્યાં .. એતો કસાઈ ને જે વેચતા હોય ને એ દલાલ ને આપી દઈએ …. અને પેલા ઇનજીશન .. દૂધ વધારે આવે અને ફટાફટ દોવાય.. પણ કોઈ આડ અસર ઢોર ને ના થાય …
થાય ને બે બચ્ચા ઓછા આલે …
એટલે કે વાંઝણી થઇ જાય ગાય … તો તો દૂધ પણ ના આપે તો શું કરો ?
પાંજરા પોળે મુકીયાવીયે કાં તો છુટ્ટી મુકીએ …ખોડા ઢોર બીજે ક્યાં હોય ….
કેટલી બધી યાતના … ગાય ને …છતાં મારી માતા …વિચારજો દૂધ ના ગ્લાસ પર નો હક્ક કોનો ? મારો તમારો કે વાછરડા નો ?? સાહેબો મારા જો બધા વાછરડા જીવે ને.. તો ગાય કે ભેંસ રાખવી … તેમને ખવડાવી અને વધેલું દૂધ વેચી ને રૂપિયા કમાવા અત્યારે વાયેબલ પ્રોજેક્ટ નથી . ..
આડકતરી રીતે હિંસા કરવી જ પડે …
અને ચા પીતા ની સાથે જ તમે અને હું તેના ભાગીદાર છીએ .. …
હે કૃષણ તું ગાયો નું ધણ લઇ ને ગોવર્ધન જતો …
અને આખલા બળદ ખેતર માં …
અમે થોડું જુદું કર્યું ગાયો નું ધણ રાખ્યું …
બળદ અને આખલા ..
તારી પાસે મોકલ્યા
શુભ રાત્રી
– શૈશવ વોરા