થોડા જુના સમાચાર છે …ડ્રોન થી હવે પિઝા ડિલિવરી થશે … અેમેઝોન ભારત મા ડીલિવરી ડ્રોન થી કરશે …
પેહલા તો ઘણા લોકો કેહશે કે ડ્રોન શું છે… ?
તો પેલુ થ્રી ઇડીયટસ મા એક રિમોટ થી ચાલતુ પ્લેન કે નાનુ હેલિકોપ્ટર જેવુ બતાડયુ
હતુ ને તે , એક ડ્રોન નો પ્રકાર છે …. ડ્રોન નો મોટુ વર્ઝન પાઇલોટ વિના નુ પ્લેન …. ડ્રોન નો મોટો ઉપયોગ ઇરાક અને અફઘાનિસ્તાન માં આતંકવાદીઓ સફાયો કરવા માં થયો … ડ્રોન નુ ગુજરાતી બહુ મસ્ત છે …
માનવરહિત હવાઈ વાહન… પેલુ રેલવે સ્ટેશનના ગુજરાતી જેવુ લાગે છે….અગ્નિ રથ વિરામ સ્થળ…. બીજુ નામ આપવુ હોય તો “તીતીઘોડો” કહી શકાય…
ડ્રોન મૂળભૂત રીતે બે ટાઇપ માં વિભાજિત થાય છે . રિકોનિસન્સ અને સર્વેલન્સ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે…. સર્વેલન્સ મા જાસુસી અને ટ્રાફિક જાણકારી કે વેધર રીપોર્ટ માટે મોટેભાગે ડ્રોન વપરાય છે…અને રિકોનિસન્સ માટે, મિસાઇલ્સ અને બોમ્બ સાથે કે સશસ્ત્ર ડ્રોન નો ઉપયોગ થાય છે,
જેમ સમાનવ વિમાન દુશ્મન ના માથે ઘણા કલાકો સુધી મંડરાય તેમ તમે ડ્રોન સાથે પણ કરાવી શકો છે… રિકોનિસન્સ માટે ડ્રોન નો ઉપયોગ વધારે કરવા નુ મોટુ કારણ માણસ ની જિંદગી નુ જોખમ નહી…
એક આડવાત પવનની ધીમી લહેર હેઠળ મોજ માટે નોનસ્ટોપ સળંગ ૮2 કલાક ઉડવાનો ડ્રોન નો વિશ્વ વિક્રમ તૂટી ગયેલ છે ..
તાજેતરના વર્ષોમાં ડ્રોન ટેકનોલોજી નો ખુબ ઝડપથી વિકાસ થયો છે ,એનુ મોટુ કારણ એ છે કે તેઓ લશ્કરી વિમાન કરતાં ઘણા સસ્તા પડે છે અને ફ્લાઇટ ક્રૂ માટે કોઈપણ પ્રકારે કે રીતે સહેજ પણ ભય જનક નથી એટલે તેઓ દૂરસ્થ કે એકદમ અંતરિયાળ ઉડ્ડયન માટે ખુબ ઉપયોગી નિવડે છે….
બ્રિટિશ અને અમેરિકી રીપર અને પ્રિડેટર ડ્રોન જે ડ્રોન ના પ્રકાર જ છે..એમને અફઘાનિસ્તાન અને ઇરાક માં મેન્યુઅલી કંટ્રોલ કરાય છે, તેમના નિયંત્રણ કે કંટ્રોલ લાસ વેગાસ , નેવાડા બહાર Nellis અને USAF અમેરિકન એરફોર્સ ના બેઝ પર થી ઉપગ્રહ મારફતે થાય છે. ગ્રાઉન્ડ ક્રૂ નો લડાયક ઝોન પુરો થાય એટલે ડ્રોન નો ઝોન શરૂ થાય….એટલે કે જયાં દુર અંતરિયાળ ભાગ માં લડાઇ ચાલતી હોય અને જમીની સેના પોહચી ના શકે એમ હોય અને ગુફાઓ કે જમીન ના બંકરો માં થી હુમલા થવા ની શકયતા હોય ત્યારે સમાનવ પ્લેન ઉપર નુ જોખમ વધી જાય ત્યારે ડ્રોન ને મોકલવા માં આવે ,અને પછી ની કામગીરી નેવાડા રણમાં ખાસ ડિઝાઇન ટ્રેઇલર્સ માં વિડિઓ સ્ક્રીનો પર કામ કરતા નિયંત્રકો સોંપી દેવામાં આવે છે.જે ફકત સેટેલાઇટ ઇમેજ અને ડ્રોન ના લાગેલા કેમેરા ને આધારે જ દુશ્મન ના સફાયા કરે .. એક વ્યક્તિ ખાલી વિડિયો સ્ક્રીન પર કામ કરે , અન્ય બીજા કામ કરે છે અને એક ત્રીજી વ્યક્તિ યુદ્ધ ઝોન માં દુશ્મનો ની પોઝિશન અને જમીન સૈનિકો અને કમાન્ડરો સાથે સંપર્કમાં છે , જ્યારે કેમેરા અને સેન્સર તેને મોનીટર કરે છે… સશસ્ત્ર ડ્રોન નો પ્રથમ વાર બાલ્કનમાં યુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તેનો ઉપયોગ નાટકીય રીતે અફઘાનિસ્તાન, ઇરાક અને પાકિસ્તાન માં થયો છે… નાટકીય એટલે કે ખાલી ડ્રોન ના દેખાવા થી જ આંતકવાદી ફફડે છે…
ડ્રોન ની અત્યારે સૌથી વધારે ઉપયોગ અફઘાનિસ્તાન અને ઇરાક માં અમેરિકા એ કર્યો…
હવે વાત આપણી.. મુંબઇ જેવા શહેર મા અત્યારે ડ્રોન ને ૨૦૦ ફુટ ઉચાઇ સુધી જ ઉડવા ની પરમીશન છે …અને પાંચ કિલો વજન લઇ જવા ની …હવે કોઇ વસ્તુ કે પિઝા તમે ઓડર કર્યો અને તમારુ ઘર ૨૦માં માળે છે તો તમારી ગેલેરી મા ડ્રોન પિઝા મુકી ને જતુ રેહશે….
પ્રોબ્લેમ નંબર એક … પિઝા ની બદલે બોમ્બ નાખી ગયુ તો….
પ્રોબ્લેમ નંબર બે ..
રસ્તા માં કોઇ ધાબા પર થી કોઇ આપણી વાંદરી પ્રજાએ હવા માં નીચી ઉંચાઇ એ ઉડતા ડ્રોન ને પથરો માર્યો અને ડ્રોન નીચે પડયુ તો..? પિઝા મુઓ જતો જાય પણ જેના માથે પડે એ રસ્તે ચાલતો માણસ શહિદ થઇ જાય ને …
પ્રોબ્લેમ ત્રણ… ડ્રોન કોઇ રડાર માં તો પકડાતુ નથી…તો પછી આપણે ત્યાં તો રાષ્ટ્ર વિરોધી તત્વો નો તો ઢગલો છે તો ડ્રોન નો મિસયુઝ થાય તો ..??
હમણા તો ડ્રોન નો ઉપયોગ અમેરિકા માં પણ ફકત સરકાર કે પોલીસ જ કરી શકે છે… તો આપણે દોઢ ડાહયા થઇ ને આ પિઝા વાળા કે ઓનલાઇન શોપરયાઓ ને ડ્રોન ડિલીવરી ની પરમીશન આપવા ની કયાં જરુર છે…?? ભલે ને ડિલીવરી કરવા આવતા છોકરા કમાતા …આમ પણ પાંસઠ ટકા દેશ જુવાનો થી ભરેલો છે…
નવી નવી ટેકનોલોજી ફટાફટ વાપરવા ના અભરખા માં કયાંક મોટા નુકસાન માં ના આવી પડાય…
છેલ્લા સો વરસ માં સો કરોડ માં થી છસ્સો કરોડે પોંહચેલી માણસ ની જાત..ગાડા માંથી પ્લેન અને મંગળ સુધી પોંહચેલો દેશ…
કેટલી સગવડ વધારશુ ..? કોના ભોગે ??
સુ પ્રભાત
– શૈશવ વોરા