દિલ ધડકને દો ….
જોરદાર ધડકે છે ..!!! એક એ એક દિલ ..!!! સુપર ..!! બહુ જ મસ્ત …! દિમાગને જરા પણ લોડ નહિ આપવાનો… બસ જોયા કરો , જોયા કરો અને ચાલ્યા કરે આખું મુવી …
રણબીર આહા મારું એક સપનું એમાં પૂરું થયું એવું લાગ્યું મને ,રણબીરના કેરેક્ટરમાં,ઘરમાં ઝઘડવાનું , મગજ છટકે અને પોતાનું એરક્રાફ્ટ લઈને નીકળી પડવાનું , અમને તો ગાડી પણ માંડ માંડ મળતી , અને એ પણ બહુ બહુ તો ગાંધીનગર સુધી જવાનું છટકેલીમાં ….એક જમાનામાં હું એરપોર્ટ પોહચી ગયો હતો પીપીએલ લેવા , નાના એરક્રાફ્ટનું લાયસન્સ લેવા અને ઉડાડવા , “ ખાલી” ત્રણ લાખ રૂપિયા જ હતા ત્યારે પીપીએલ ના ,કદાચ ભરી પણ કાઢતે ત્રણ લાખ પણ અટકી ગયો પેટ્રોલ કોણ પુરાવશે એરક્રાફ્ટનું ….યામાહા આરએક્ષ ૧૦૦ ના પેટ્રોલમાં તો ફાટી પડતી હતી , કાશ મારા બાપા પણ મેહરા ઉર્ફે અનીલ કપૂર હોય ..!! એવું એકવાર તો ચોક્કસ થઇ જાય દરેક છોકરાને ,… આં મુવી માં .
પણ જેમ જેમ મુવી ચાલે એમ એમ ..મેહરા પપ્પા ઓહ માય ગોડ …!!! ઈમ્પોસીબલ થતા જાય આ મેહરા પપ્પા અને મેહરા મમ્મી …..આયકા ખોટમાં જાય છે .. લોકો ઉઘરાણી માટે પાછળ પડ્યા છે પણ લગ્નની ત્રીસમી એનીવર્સરી તો યુરોપિયન ક્રુઝમાં જ કરવી છે …અને થાય પણ ખરી … રોજ રાત્રે પાર્ટી ટાઈમ , ટીપીકલ માં ઓ અને બાપાઓ આખું ગ્રુપ નીકળે ક્રુઝ પર મેહરા પપ્પા અને મેહરા મમ્મીની એનીવર્સરી ઉજવવા …મેહરા મમ્મી ના રોલમાં શેફાલી શાહ ,વાહ વાહ …!!! આવી મમ્મી બધા છોકરાને મળે ….જલસા જ જલસા …ઈનફેક્ટ બધી મમ્મી મેહરા મમ્મી જ હોય પોતાના છોકરા માટે ….
પાર્ટી પણ કેવી મસ્ત મસ્ત યાર ,જબરજસ્ત આખી રાત માથે લેવાની અને હિન્દુસ્તાનના નિયો સુપર રીચના છોકરાઓ અને છોકરીઓનો બકવાસ અને એમનો પ્રોબ્લેમ ….જોરદાર સકસેસ ગયેલી પ્રિયંકા ચોપરા ….
અનુષ્કા શર્મા ….શું એન્ટ્રી ….જલપરી ….મોજ મોજ …મનની માલિક ….દીકરો રણબીર અનુષ્કા પાછળ અને મેહરા પપ્પાને પાછી ત્યાં કોઈ બીજી મળે અને મેહરા પપ્પા ગલોટીયા મારવા માંડે ,દીકરી પ્રિયંકા અને જમાઈ હોય તો પણ…મેહરા મમ્મી પણ જોરદાર શેફાલી શાહ, પણ બિચારા ..!!!
ટીપીકલ માવડિયો અને જમાના સાથે તાલ મિલાવવામાં પાછો પડેલો રાહુલ બોઝ…. અને ફરહાન અખ્તર,
ટૂંકમાં કહું તો બધા નાલાયક ,બધા હરામી , તો ય તમને સીમપ્થી થાય એ બધા માટે અને ક્યાંક દિલ ના ખૂણે એમ થાય કે જીંદગી હોય તો આવી એની માને .. કોઈ ટેન્શન જ નહિ અને હોય તો સીધું મેનેજર ને આપવાનું …એન્જોય કરવાનું બસ બીજું કઈ જ નહિ …અને આ બધું મેળવવામાં જે કઈ સોદાબાજી કે ભૂલ કરો એમાં એકબીજાને માફ ફરો અને આગળ વધતા જાવ … છેલ્લે મોત થાય તમારા દિલનું અને એ અડધા પોણા મરેલા દિલ ને ધડ્કવવા ની વાત એટલે
દિલ ધડકને દો ….
જોઈ આવો બોસ પાંચ માંથી સાડા ચાર ….
સુપ્રભાત
શૈશવ વોરા