નીલેશે કીધું તમે જ વાત કરી લો વિરલ સાથે …ડીએમ એ આંખો ઝીણી કરી અને કીધું હમમ સારું બોલાવો એને …ભોલુ એક કામ કર,તમે બંને જણા બેસો મીના જોડે અને વિરલને અહિયાં નીચે તમારા રૂમમાં મોકલો ….
વસુંધરા અને નીલેશ કઈ જ પણ બોલ્યા વિના ઉભા થઇ અને ડીએમના સ્યુટ રૂમમાં ગયા અને વિરલને કીધું નીચે જા અમારી રૂમમાં , ડીએમ બોલાવે છે ..વિરલ સેહજ ગભરાયો .. મામુ તું ચલ ને સાથે .. ના ડરીશ નહિ એ કોઈ ખરાબ મુડમાં નથી.. જા બેટા ક્યારેક તો તારે તારા બાપનો સામનો કરવાનો છે, તો આજે જ કરીલે ..ભગવાનનું ધામ છે બધું સારું થશે ….વિરલ ડરતો ડરતો ગયો … યસ ડેડ .. બેસ અને બારણું લોક કર …ડીએમ એ હુકમ છોડયો …વિરલ બારણું લોક કરીને ઉભો રહ્યો , બેઠો જ નહિ ઉભો રહ્યો , વિરલ તને મારે કેહવાનું ના હોય છતાં કહું છું કે તું મારો વારસદાર છે … તારે હવેથી મારી સાથે બીઝનેસ જોઈન્ટ કરવાનો છે ..કાલે સાંજે સીએમ બંગલે ડીનર છે આપણે , અને પેલો એમ.પ્રસાદ તારો સેક્રેટરી છે આજથી , બાકીના તારા શેડ્યુલ એ પ્રસાદ તને આપી દેશે .. વિરલને લાગ્યું કે આ તો કઈ બીજી વાતે ચડ્યા છે , એણે ઓકે ડેડ ..ઓકે ડેડ ..કર્યા કર્યું … હવે બીજી વાત ,નીરજાની .. જેવી છે એવી નીરજા તારી બહેન છે અને મારી છોકરી …એણે જે કર્યું તે., પણ આ બધામાંથી આપણે જ એને બહાર કાઢવાની છે … વિરલ કઈ બોલ્યો નહિ ….. કેમ હવે યસ ડેડ ના બોલ્યો વિરલ ..?? ડેડ તમને ખબર નથી એણે શું કર્યું છે …ના મને બધી ખબર છે .. હવે પાછા જવાય તેમ નથી ..પેહલું એક કામ તારે કરવાનું છે ,બધી ક્લીપ્સ ડીલીટ કરવાનું છે , અને નીરજાના લેપટોપમાંથી પણ ડીલીટ કર …વિરલ એકદમ ટેન્શનમાં આવી ગયો ….એને એમ જ હતું કે એના બાપ ને કશી ખબર જ નથી .. અને થયું ઊંધું … ડીએમએ આગળ ચલાવ્યું …વિરલ એક વાત યાદ રાખ મારા માટે મારું ફેમીલી જ બધું જ છે, અને એના વિના હું નહિ જીવી શકું … તને જે લાગ્યું હોય તે અત્યાર સુધી ,પણ તારા માટે મેં ગાંધીનગરના ગીફ્ટસીટીના ડાયમંડ ટાવરમાં પચાસમાં માળે ટોપ ફ્લોરવાળી ઓફીસ લીધી છે, અને તારે એમાં બેસવાનું છે વિરલ ..અને કાલે ડીનર પર સીએમ બંગલે એ ઓફિસનો બસ્સો કરોડનો ચેક આપણે આપવાનો છે …એટલું બોલીને ડીએમ અટક્યો , ઓકે ડેડી હું જાઉં .. ના નથી જવાનું , તારે કોઈ સવાલ નથી પૂછવો વિરલ ..?? વિરલ ચુપચાપ ઉભો રહ્યો .. ડીએમ પેહલીવાર વિરલની નજીક આવ્યો અને ખભેથી પકડ્યો અને બોલ્યો …વિરલ દુનિયા ગમે તે બોલે આપણા માટે કે પરિવારના લોકો માટે ,પણ જ્યાં સુધી આપણે ચાર એકબીજાને સાચવી લઈશું ત્યાં સુધી આ દુનિયા આપણું કઈ નહિ તોડી લે … તું તો મારા ઘરનો ચિરાગ છે વિરલ , તારે નક્કી કરવાનું છે કે મારા ઘરને તારે રોશન કરવું છે કે આગ લગાડવી છે …. નીરજાના સો વાંક છે ,એ ખરાબ છે બધું જ હું જાણું છું …પણ આજે સાંજ સુધીમાં હસન ને પોલીસ કસ્ટડીમાં જ કે હોસ્પીટલમાં પતાવી દેવામાં આવશે ,અને આરોપ બાબા પર આવશે .. બધું સેટ છે … CONT..15
No Comments