ફાર્મ હાઉસના પોર્ચમાં ગાડી પાર્ક કરી અને વિરલ ગાડી માંથી નીચે ઉતર્યો ,વિરલે નીરજા તરફ જોઇને બુમ મારી નીચે ઉતર ગાડીની … નીરજા ચુચાપ નીચે ઉતરી , BMW ના ટાયરના અવાજોથી એના મામા મામી બંને બહાર આવી ગયા હતા .. ભોલુમામા આણે અત્યારે હાઈકોર્ટની સામે એની નવી નક્કોર E ક્લાસની પથારી ફેરવી નાખી છે .. એરબેગો ખુલી ગઈ છે એટલો મોટો એક્સીડેન્ટ કર્યો છે … ભોલુમામા ઉર્ફે નીલેશ દાણી .. પચાસેની ઉમરે પોહચેલો જમાનાનો ખાધેલ અને નાનો એવો પચાસ એક કરોડનો બાર મહીને ધંધો કરી ખાતો એન્ટરપ્રીનર… તરત જ નીલેશની પત્ની વસુંધરાએ દોડી અને નીરજાને બાથમાં લીધી .. શુ થયું મારા દીકરા તને ..?? કઈ વાગ્યું તો નથી .. વિરલ બોલ્યો ના વસુમામી , મેં પાછલા ડોરની વિન્ડોનો ગ્લાસ ફોડીને આને બહાર કાઢી છે …નીલેશે પૂછ્યું પોલીસ આવી ..?? કોઈ મર્યું ? વિરલે તોરમાં અને તોરમાં જવાબ આપ્યો ના ખાલી ડીવાઈડરને ઠોકી છે ..પણ .પપ્પાને કે મમ્મીને નથી કીધું …તરત જ નીલેશે એના બનેવી દિનેશ મોદીને ફોન લગાડ્યો અને અકસ્માતની જાણ કરી અને ચક્રો ગતિમાન કર્યા … વોટ્સ એપ પર શેહરભરમાં મર્સિડીઝના ફોટા ફરતા થઇ ગયા હતા અને અફવા ચાલુ થઇ ગઈ હતી …
નીલેશે વિરલને પૂછ્યું ..તું એક્સીડેન્ટ થયો ત્યારે ત્યાં શું કરતો હતો ..?? વિરલનું મોઢું સિવાઈ ગયું ..ઝઘડો ક્યાંથી શરુ થયો એ જણાવવું હવે એના માટે જરૂરી થઇ ગયું હતું, એ થોડું વધારી ઘટાડી ને બોલતો રહ્યો અને નીરજા ચુપચાપ સાંભળતી રહી …વિરલ એવું ના બોલ્યો કે એણે એવું કીધું હતું કે તું આ ફેમીલી નો પાર્ટ હવે નથી …અને ઝઘડાની શરૂઆત ક્યા ટોપિક થી થઇ હતી એ વિરલે છુપાવ્યું ….અને નીરજાએ નોટીસ પણ કર્યું..
વિરલ બોલી રહ્યો એટલે નીરજાએ એકદમ ગુસ્સાથી એની ઉપર તૂટી પડી, રીતસર વિરલને ધક્કો માર્યો આને છુટ્ટા હાથે મારવા માંડી અને ચીસો નાખતી ગઈ .. તું બોલ્યો હતો કે યુ હેવ ટુ ડીસાઈડ .. પાર્ટ ઓફ ફેમીલી ઓર નોટ .. બોલ બોલ્યો હતો કે નહિ ..? રડતી ચિલ્લાતી નીરજાને માંડ કરીને નીલેશે કંટ્રોલ કરી … ભોલુ મામા મારે તો આ દુનિયાનો જ પાર્ટ નથી રેહવું હવે ..તું મારી ગાડીની નજીક આવી ગયો , નહી તો સીધી હું તો ગાડી સાથે નર્મદા કેનાલમાં જ જવાની હતી …મારે તારું ફરી આ જીંદગીમાં મોઢું ના જોવું પડે એટલે , મેં જ જાતે કરીને મારી ગાડી ઠોકી હતી .. મારે મરી જવું છે… વસુંધરાએ નીરજાને એકદમ પોતાનામાં સમાવી લીધી.. ના મારા દીકરા ના , એવું ના હોય તું તો અમારો હૈયાનો હાર છે ,બેટા નીરજા તારા વિના અમે કેમના જીવીએ .. આ વિરલ તો છે જ નક્કામો ચાલ મારા દીકરા આપણા રૂમમાં કોઈની સાથે વાત નથી કરવી આપણે , નીલેશ સમજી ગયો હતો કે એક બહુ મોટી ઘટના ઘટતા ઘટતા રહી ગઈ છે …અને નીરજા અત્યારે એકદમ નાજુક પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે …નીલેશે ઈશારો કર્યો એટલે વસુંધરા નીરજાને લઈને અને રૂમમાં ગઈ …નીચે મોટા ડ્રોઈંગ રૂમમાં નીલેશ અને વિરલ એકલા પડયા …નીલેશે વિરલને કીધું ખાલી એટલી વિચાર કર વિરલ અત્યારે નીરજાને કઈ થયું હોત તો તું ક્યાં હોત..?? CONT..4
No Comments