છોકરાને સ્ત્રીના શરીરથી આનંદ મળે છે અને છોકરાની એ પ્રકૃતિમાં છે , અને જયારે જે વસ્તુથી છોકરાને આનંદ જોઈએ અને ના મળે ને તો , એ ક્યાં તો એ એ વસ્તુ તોડી નાખે અથવા એનું બુરું બોલે … તારી અને મારી તકલીફ એક જ છે બેટા .. હું પણ તારી જેવી રૂપાળી હતી …અરે દુનિયા તો આ ઉમરે પણ એમ કહે છે કે હું તારા પપ્પા જોડે ચાલુ છું ….મારી ઉપર કેટલા લોકો એ ડોરા નાખ્યા પણ કોઈને મેં હાથ ના મુકવા દીધો .. છેવટે એ લોકો એ તારા પપ્પા સાથે મારું સેટ કર્યું … બેટા આજે પણ મને જોઈને લોકો બોલે છે ખંડેર આવું છે તો ઈમારત કેવું બુલંદ હશે … લોકો બોલે એને કાને નહિ લેવાનું .. આ તો પુરુષોની દુનિયા છે .. અને , નીરજા દરેક પુરુષમાં તારો બાપ ના શોધીશ નીરજા મારા દીકરા ..તારા ક્લાસના છોકરાઓ ને તું હાથમાં ના આવી એટલે જેને જે ફેન્ટસી આવી એ એમણે એકબીજા ને કીધી …એમાં તારે દુખી થવાનું શું કારણ છે ..?? અને એમાં વિરલા ક્યાં વચ્ચે આવ્યો ..?? પણ વસુમામી કોલેજમાં પણ આજ થતું .. બધા જુઠ્ઠું બોલતા કે હું દરેક ની જોડે ચાલુ છું …અને ત્યાં પણ એકપણ છોકરી મારી સાથે વાત સુધ્ધા કરવા તૈયાર નોહતી થતી , હું જે છોકરા સાથે જરાક વાત કરું માંડ સેટ થાઉં ત્યાં એ છોકરો મને કહે કે આપણે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છીએ .. બસ બધાને મારા શરીરમાં જ રસ હતો … ત્યાંથી શાંતિ લેવા હું બેંગ્લોર ગઈ આ બધામાંથી છૂટવા …મારા માથેથી ચાલુ નું લેબલ હટાવવા …સાચું કહું વસુમામી મને તો કોઈ પુરુષ કે છોકરામાં હવે રસ જ નથી પડતો .. કોઈ ને મારા બાપ ના પૈસા જોઈએ છે અને કોઈને મારું આ શરીર .. બસ મારા માં તો કોઈને રસ જ નથી ..અને વિરલ મને પરની જવા માટે પ્રેશર કરે છે ….વસુંધરા બોલી ખોટી વાત છે નીરજા એ વિષે આપણે ચોક્કસ વાત કરીશું ,પણ આ બધામાં વિરલ ક્યાં વચ્ચે આવ્યો કે તું એમ કહે છે કે વિરલ ને લીધે તારે મરી જવું છે ..?? બોલ ..? નીરજાએ કઈ જવાબ ના આપ્યો વસુંધરા બોલી ..ડીએમ હવે આ સવાલનો જવાબ તો તમારે લેવો પડશે ..વિરલને તમારે જો ના જ રાખવો હોય તમારી સાથે , તો અમને દતક આપો અમે રાખીશું અને આજથી તમારે દાણી ફેમીલી જોડે સંબંધ નહિ …. મીનાબેન બોલ્યા.. વસુ આ શું બોલે છે તું …? હા મીનબેન બીજો રસ્તો નથી … આ બાપ દીકરી આંધળા થયા છે …એકબીજા ના પ્રેમમાં , એમને કોઈ પોતાના દેખાતા નથી એમની જાત સિવાય …અને મીનાબેન તમારા માટે આ ઘરના દરવાજા કાયમ ખુલ્લા રેહશે … દુનિયામાં જે ભાઈ પોતાની બેહન માટે પોતાના ઘરના દરવાજા બંધ કરે ને એને તો ઈશ્વર નર્કમાં પણ જગ્યા ના આપે , મારાથી એ પાપ તો ક્યારેય નહિ થાય … જેમ નીરજા ડીએમની દીકરી છે ,એમ મીનાબેન તમે અમારા દીકરી છો … નીરજાને એનો બાપ આંધળો પ્રેમ કરી શકે , તો મીનાને એનો ભાઈ ભોલુ પણ ડીએમથી સવાયો પ્રેમ કરી શકે છે .. ડીએમને એકદમ ચચરી …બહુ બોલે છે વસુ તું આજે … ડીએમ હું આજે નહિ બોલું તો મોટો અનર્થ થશે, ડીએમ જાગો અને પૂછો આ નીરજાને કે કેમ વિરલને આટલી નફરત કરે છે ..?? અને કેમ આ બાવા સાધુ ના ઘર ગણે છે ..?? પૂછો ડીએમ પૂછો ..?? વસુંધરા અટકી ગઈ …CONT..8
No Comments