વસુંધરાએ આગળ ચલાવ્યું ..આ બધી કોલેજ અને સ્કુલની વાતો કરનારો અને એને સંભાળનારો જોઈએ છે નીરજાને … અને એ વાતો સંભાળનારો તમે નથી ડીએમ … તમે એની શારીરિક જરૂરિયાત સમજી અને એને પેલા હસન જોડે રેહવા દીધી … બે વર્ષ ,પણ એની માનસિક જરૂરિયાતને ક્યારેય ના સમજ્યા ડીએમ …અરે એ હસનીયા જોડે પરણાવી દેતા કમ સે કમ, નીરજા એના મનના ઉભા કરેલા સુખદુઃખને તો એ એની સાથે વેહચત ,એ હસન જોડે …તારી બુદ્ધિ ફરી છે વસુ .. એ હસન ભૂખડીબારશ જોડે મારી છોકરી ના પરણે , એના પગાર જેટલા રૂપિયા તો મારી છોકરી ખાલી ચપ્પલો લાવવામાં વાપરે છે …ટીપીકલ બાપની જેમ ડીએમ બોલ્યો .. તો શું જખ મારવા બે વર્ષ જોડે રેહવા દીધી ..?? ત્યાં રહે રહે જ તો પેલા બાવા જોડે સેટિંગ થયું ને … વસુ તું એમ માને છે કે મેં નહિ સમજાવી હોય ..?? ચલ આજે તને કહી દઉં .. મેં પચાસ વાર ના પાડી , પણ એ ના માની અને દર વખતે નીજાએ મને સુસાઇડની ધમકી આપી , ઈનફેક્ટ નીજાએ એક વખત સ્લીપિંગ પિલ્સ ખાઈ પણ લીધી હતી , ત્યારે એ હસને માંડ માંડ એને બચાવી હતી .. તો આ વાત ડીએમ તમે મીનાબેન કે અમને કેમ ના કરી ..??આનો મતલબ તો થયો કે નીરજાને સુસાઇડ કરવાની અંદરથી અદમ્ય ઈચ્છા છે ડીએમ , અને એ કોઈપણ બહાનું જ શોધે છે ..!! આ તો બહુ ક્રીટીકલ છે …ડીએમ ..હવે તો મને લાગે છે ઝડપ કરાવી પડશે આપણે , નીરજા માટે પેલો આડત્રીસ વર્ષનો દલાલ ફેમીલીનો બ્રિજેશ બરાબર છે એના માટે .. ડીએમ બોલ્યો ..ના વસુ ઉતાવળ ના કરાય .. વસુ ઉછળી …દસ વર્ષમાં તમારી છોકરીને મેનોપોઝલ પ્રોબ્લેમ ચાલુ થશે ડીએમ … થોડી સમજણ વાપરો ડીએમ .. તમારી પ્રોડક્ટને જેમ શેલ્ફ લાઈફ હોય ને એમ માણસની , અને એની અવસ્થાઓની પણ શેલ્ફ લાઈફ હોય …એક વખત જો મેનોપોઝ વેહલું આવી ગયું ને તો બધું પાણીમાં ,અને તમને કહી દઉં મીનાબેનને તો ચાલીસ વર્ષના હતાને ત્યારથી જ ચાલુ થઇ ગયું મેનોપોઝ .. અને જો એમની ઉપર નીરજાની હેળ હશે તો સમય નથી ડીએમ તમારી પાસે , ડીએમને વસુંધરા એક પછી એક ૪૪૦ વોલ્ટના ઝટકા આપતી જતી હતી … દારૂ પિવડાવ વસુ … ના આજે નહિ ડીએમ … તમારે રાત અહિયાં જ રેહવાનું છે ,અને પોલીસનું બધું પતાવો .. તમે બોલ્યા છો એટલે કાલે નાથદ્વારા બધા જઈએ અને મનોરથ કરી આવીએ ….. હું નાસ્તો મોકલું છું ..
ડીએમ ફોન પર વળગ્યો , વકીલને બોલાવાયા ..શેલા ફાર્મ પર પોલીસ આવી અને નીરજાનું બયાન લઇ ગઈ .. સામાન્ય અકસ્માતનો કેસ હતો એટલે ફટાફટ પતી ગયું બધું ….ડીએમ હવે બરાબર અકળાયો હતો આજે એને પેહલી વાર એહસાસ થયો હતો કે નીરજા હવે બાળક કે ટીનેજર નથી.. પણ બહુ જ મોડું થયું હતું .. ડીએમને એની પાસે કેશ પડેલા હજાર કરોડ અને દસ હજાર કરોડ રૂપિયાની પ્રોપર્ટી પાણીમાં જતા લાગ્યા … અચાનક એને લાગ્યું કે મીના પાસે જઈને બેસું ઉભો થયો અને અંદર રૂમમાં ગયો.. મીના બહાર આવ ચલ તો ગાર્ડનમાં બેસીએ .. CONT..10
No Comments