PAGE:-12
કરેલા પાપ ને છુપાવવા કરતા એની કબુલાત કરવી જીવનમાં વધારે સેહલી છે અને એ પણ યોગ્ય માણસની પાસે હા એ કબુલાત પછી એ પાપમાંથી મુક્ત થવાય છે કે નહિ એ તો રામ જાણે પણ હૈયાનો ભાર તો ચોક્કસ હળવો થાય છે અને આગળ કઈ દિશામાં જવું એની ખબર પડે છે રીટા , અને માન મારું રીટા એ દિશા હમેશા સાચી જ હોય છે …
રીટા એ દિવસ મારા માટે મારા નવા જીવનનો હતો મોનાના આંસુઓ એ મને પલાળ્યો ,મોના મને પ્રેમ કરતી હતી , એણે મને શું કીધું ખબર છે રીટા ..??
આશિષ તારા લાખ ગુન્હા માફ અને હજી કરોડ ગુન્હા માફ કરીશ ..મેં તો તારા ખોળે માથું મુક્યું ..બસ ત્યારે મને થયું કે મોના જ મારા માટે બની છે તું નહિ , અને અમે પરણવાનું નક્કી કરી લીધું ..
તારા રીસેપ્શનમાં તો મને મોનાએ જ મોકલ્યો હતો જોવા માટે કે તારો વર કેવો છે , અને એ મારી ધમકી સવા મહિના પછી પાછા આવવાની તો એટલે હતી કે તું મને હાડોહાડ નફરત કરે અને તારા ઘરસંસાર માં ગોઠવાઈ જાય રીટા …
પણ તું જેની જોડે અત્યારે આટ આટલા ત્રેવીસ વર્ષથી રહે છે એની સાથે પણ તે છેતરપીંડી ચાલુ રાખી છે …. જોકે તારી પરેશ જોડેની શરૂઆત જ છેતરપીંડીથી જ તે કરી હતી ને ..?
રીટા બોલી ચાર ચાર મહિનાનું છોકરું પેટમાં હોય અને જેનું છોકરું હોય એ નામક્કર જાય તો એ સ્ત્રી ક્યાં જાય ?હું શું કરું ?
આશિષ હસી ને બોલ્યો નાટક છોડ રીટા મને બધી ખબર છે ,તે પરેશ જોડે પણ એ સમયમાં શારીરિક સબંધો બાંધવાના ચાલુ કરી દીધા હતા, અને તારી જાણ ખાતર કહું કે આ વાત મને તારો પરેશ જ કહી ગયો હતો .. તે એને ક્યાંથી અને કેવી રીતે પકડ્યો એ પણ મને ખબર હતી ત્યારે રીટા …
રીટા એકદમ ભડકી કેવી રીતે ..?તું પરેશ ને કેવી રીતે ..?
આશિષ થોડોક હસ્યો અને બોલ્યો ધીરજ રાખ કહું છું ..પરેશનો એક મિત્ર છે દીપક ,ઓળખે છે ને તું એને લખુડી તલાવડી રહે છે .. તમે લોકો એના ઘરે ઘણી વાર જાવ છો ..
રીટાના શ્વાસ ભારે થવાના ચાલુ થયા .. દીપકભાઈ ને તું કેવી રીતે ઓળખે..?
એ વાત જવાદે રીટા પણ એ દીપકભાઈ જ મારી પસે આવ્યા હતા અને પૂછ્યું કે આ રીટા છોકરી કેવી મારો એક ફ્રેન્ડ છે ,લફરું છે એની સાથે અને એનાથી પ્રેગનેન્ટ છે,એટલે મેં ત્યારે જ એક વત્તા એક કરી લીધું હતું
અને તારા રીસેપ્શનમાં વણનોતર્યો નોહતો આવ્યો હું તારા વરના ભાવભર્યા આમંત્રણથી આવ્યો હતો ,હું નોહતો આવતો પણ મોના એ કીધું ના જતો આવ પરેશ ને કઈ શક જશે તો તારી આખી જીંદગી બગડશે , તે જેની પાસેથી મને પડાવવા માટે ના કારસા કર્યા ને એ જ મોના ના કેહવાથી હું આવ્યો હતો ….
રીટા એ આંખો ઝીણી કરીને પૂછ્યું તે દીપકભાઈ કે પરેશ ને કઈ વાત કરી છે ..?
એકપણ નહિ ..
એટલીવારમાં ત્યાં કોલેજન પાર્કિંગમાં એક બીજી ગાડી આવીને ઉભી રહી વેગન આર હતી એમાંથી એક સ્ત્રી ઉતરી અને એને જોઈને રીટાનું મોઢું કાળું ભમ્મર થઇ ગયું … એ મોના હતી .. ઉતરીને મોના બોલી કેમ છે રીટા તું ..?આશિષ બોલ્યો ઓળખાણ પડી રીટા આની આ છે મારી પત્ની ડોકટર મોના …
રીટા ભયંકર ગૂંચવાઈ તો પેલી આશિષના ઘરે હતી એ ઓરત કોણ હતી ..?અને એ છોકરી ..? પણ મોનાને જોઈને એની બોલતી બંધ થઇ ગઈ હતી ..
મોના બોલી આ બે કલાકથી તમે બંને જણા અહિયાં પાર્કિંગમાં જ ઉભા છો ..? આશિષ બોલ્યો ના ના હમણાં જ અમે આવ્યા મોના એ કીધું શું હમણા આશિષ અગિયાર વાગ્યાના ઉભા છો તમે અહિયાં એક વાગ્યો બહુ વાતો કરી તમે લોકો એ તો ,ચાલો કયાંક હોટેલમાં જમવા જઈએ ..
રીટા બોલી ના ના મારે ઘરે જવું છે .. મોનાએ કીધું ના રીટા ચલ જમી લે મારે તારી સાથે ઘણી વાતો કરાવી છે મિતાલીની બાબતમાં …..CONT..13