અને આ બધા પાપ ના પસ્તાવા ના અમારા કર્યો પછી ના ફળ રૂપે ઈશ્વરે અમારી સામું જોયું અને નિરાલીના રૂપમાં અમને એક વરદાન પ્રાપ્ત થયું ..
તે જે મારા ઘરમાં જોઈ એ નિરાલી હતી અને મોન્ટુને આજે પણ અમારે બાંધી ને રખાવો પડે છે .. એનું આયુષ્ય ટૂંકું છે પણ જે છે તે મોન્ટુ અમારું જ સંતાન છે …
હજી પણ તારે કઈ જાણવું હોય તો તું પૂછી શકે છે મને રીટા.. આટલું બોલી અને મોના ખામોશ થઇ ગઈ ..દસેક મિનીટ ની ખામોશી પછી રીટા લગભગ ઊંઘી જવાનો ડોળ કરતી રહી મિતાલી રૂમમાં આવી અને મોના ચાલી ગઈ …
બીજા દિવસની સવારે રેવાબાઈ ની ચાલીમાં થોડી ખળભળાટી હતી , એ ચૂડી ચાંદલા સાથે ગઈ છે … મોડ્યુ લાવો , પંચક છે પાંચ પૂળા લેતા આવજો , અને એક ખીલો ઉંબરે મારો જીવ પાછો ના આવે ..
પરેશભાઈને સમશાન ના અવાય ,અને બુમ મોટેથી પડી રામ બોલો રામ …
મમ્મી કરીને મિતાલી એ ચીસ પાડી રડતી મિતાલીને મોના એ એને પોતાનામાં સમાવી લીધી ..
રીટાની નનામી લઇ ને ડાઘુઓ આગળ નીકળતા ગયા ..
અને આશિષના કાનમાં રીટાનો એ છેલ્લો ફોન પડઘાતો ગયો આશિષ આ જન્મ નહિ તો આવતા જનમમાં તારે મારું થવું જ પડશે અને એના માટે હું તારાથી પેહલા જાઉં છું તારા પાપની સજા તે જીવતે જીવત ભોગવી મારા પાપની સજા મારો જીવ આપી ને હું ભોગવીશ ..યાદ રાખ પ્રેમમાં અને યુદ્ધમાં બધું જ જાયઝ હોય છે ..અને હું તને પ્રેમ કરું છું ….
આટલું બોલી અને સિવિલ હોસ્પિટલ ના ચોથા માળેથી રીટાએ છલાંગ મારી ફોન પર આશિષ રીટા રીટા .. ચિલ્લાતો રહ્યો…
સંપૂર્ણ
શૈશવ વોરા