PAGE:-3
ઓય હમને એતબાર કિયા ઉલ્ફત કા ઈકરાર કિયા..
એતબાર કર્યો કેટલો બધો કર્યો … આશિષ તારે જ્યાં જવું હોય ત્યાં જા આશિષ ,જેટલી છોકરીઓ જોડે ફરવું એટલું ફર પણ મને મારા પ્રેમ પર વિશ્વાસ છે તું અંતે તો મારી પાસે જ આવીશ..હું જ તારો પેહલો પ્રેમ છું અને છેલ્લો પણ હું જ હોઈશ…
પણ દિલબરની ફિતરત જ બેવફાઈની હતી … અફસ્સોસ હાય … ક્યારેય આશિષ કોઈનો ના થયો … કેટલી બધી ફ્રેન્ડસ આવી ને ચેતવતી કોલેજ ના ત્રણ વર્ષ દરમિયાન ..રીટા આ આશિષ તો એકદમ ચાલુ આઈટમ છે , મહાનાલાયક છે , લંપટ છે , બહુ જ ગંદો છે સંભાળીને કરજે જે કરે તે ..
આજે મેં એને ફલાણી જોડે જોયો હતો , રીટા તું ખોટા માણસને પ્રેમ કરે છે ..
આશિષની પાછળ આંધળી રીટા,કોઈનું કીધું માને એ તો રીટા નહિ ,કોલેજ ના ત્રણ વર્ષમાં ખુલ્લે આમ પોતાના આશિષ માટેના પ્રેમના હજારોવાર અને હજારો રીતે એકરાર કર્યા ..
કેટ કેટલી છોકરીઓ સાથે ઝઘડી આશિષ માટે પોતાની જાતને સાવ હલકી પાડી નાખી દુનિયાની સામે ..
અને જયારે આંખ ખુલી પણ બહુ મોડું થયું હતું ..મિતાલી એ રીટાના પેટમાં પડખું ફેરવવાનું શરુ કરી દીધું હું …
હાય રે હમને ક્યા કિયા …એક બેવફા સે પ્યાર કિયા હાય રે હમને યે ક્યા કિયા હાય ક્યા કિયા ..
પથારીમાં એકલી પડી પડી રીટા રડવા માંડી ..આંખમાંથી ગરમ ગરમ આંસુ ગાલ આવવા લાગ્યા ..
કેટલું રડી અને કેટલું કરગરી આશિષ મને આમ ના ઠુકરાવ આશિષ તારું જ બાળક છે મારા પેટમાં અને નફફટ આશીયો બોલ્યો આવા તો વીસ છોકરા છે દુનિયામાં મારા ,હું કેટલીની જોડે પરણું ..? તે જ મને તૈયાર કર્યો છે ને રીટલી .. અનેપછી ખાલી એટલું આશિષએ પૂછ્યું તું મોનાને મળી હતી..? મેં હા પાડી હા મળી હતી .. તો શું થઇ ગયું ..? જે હકીકત છે એ જ મેં મોના ને કીધી હતી …અને બસ એ જ મીનીટે અને એ દિવસે આશિષ રીટાને હાથ પકડીને પોતાની બાઈક પર બેસાડી અને એની પોળના ઘરે લઇ ગયો અને આજુબાજુના ઘરમાંથી નાના નાના જુદી જુદી ઉમરના ત્રણ ટેણીયા લઇ આવ્યો જો છે આ બધાની આંખો એક સરખી …નીલી
બોલ હવે તું બોલ રીટા ..
શું બોલું ..?? બધા હથિયાર હેઠા મુક્યા સિવાય છૂટકો જ ક્યાં હતો રીટાનો ..રીટાએ ઉદાસ રડેલી આંખ અને ભારે હૈયે કીધું ચલ ડોકટર પાસે લઇ જા ..
અને નાલાયક બોલ્યો એમ વાત કરને , હવે લાઈન પર આવીને તું રીટલી ..ચલ બસ્સો રૂપિયામાં બધું થઇ જશે ..તને ઓછામાં ઓછું પેઈન થશે , પણ જો પેહલેથી જ હું તને કહું છું રીટલી હુંતો સો રૂપિયા જ આપીશ ..અને સો તારા , મજા બંને જણા એ કરી છે તો ખર્ચો પણ અડધો અડધો …
કિસ્મતને કોસતી કોસતી ડોકટર પાસે આશિષની જોડે ગઈ, પણ ડોકટરે ચોખ્ખી ના પાડી ચોથો મહિનો પતી ગયો છે .. પાંચમો મહિનો ચાલુ છે એબોર્શન ના થાય …
આશીયો ડોકટરને ત્યાંથી પાછો રીટાને એના ઘરે લઇ ગયો .. ઉપર પોતના રૂમમાં લઇ ગયો , રૂમનું બારણું બંધ કર્યું ..
બોલ્યો મજા બહુ કરી થોડું સહન કરી લે ..હું હાથ બાંધુ છું તારા રીટલી ,અને આ ડૂચો મોઢામાં ઘાલી દઈશ તારા પેટ પર ઓશીકું મૂકી દઈશ અને એક લાત મારીશ તો એક મિનીટમાં બહાર …
દોડી અને ભાગી ગઈ રીટા ..સખત બીક લાગી આવુ કરવામાં જો બ્લીડીંગ વધારે થયું અને પોતે મરી ગઈ તો ..આ આશીયો તો લંપટની જોડે જલ્લાદ પણ નીકળ્યો આ ..તો …
હે રામ મેં આ શું કર્યું ..? રસ્તો બતાડ નહિ તો સીધી કાંકરિયામાં જવું પડશે ..
ગીત પૂરું થયું મોબાઈલ જ સ્વીચ ઓફ કરી નાખ્યો.. રેડિયો બંધ
પણ વિચાર આવ્યો શું કરતો હશે અત્યારે આશિષ ..? એકવાર તો જોવો છે..!! …CONT..4